Home /News /junagadh /Junagadh News: જૂનાગઢ બન્યું ટુરિઝમ હોટસ્પોટ; આટલા સ્થળો બન્યાં પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર

Junagadh News: જૂનાગઢ બન્યું ટુરિઝમ હોટસ્પોટ; આટલા સ્થળો બન્યાં પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર

ભવનાથનું પ્રવેશદ્વાર

જન્માષ્ટમીના વેકેશનના ચાર દિવસના ટૂંકા ગાળામાં એસટી વિભાગે બે કરોડની આવક પ્રાપ્ત કરી છે. જૂનાગઢ ડિવિઝન (Tourism in Junagadh) દ્વારા જુદા જુદા રૂટ પર એસટી બસો દોડાવી એક્સ્ટ્રા રૂટ પણ શરૂ કર્યા હતા

    Ashish Parmar, Junagadh: પહાડોની વચ્ચે આવેલું ભવનાથ (Bhavnath) તથા વાદળોની વચ્ચે રહેલો ગિરનાર (Girnar Mountain) જૂનાગઢની ઐતિહાસિક ભૂમિ , જૂનાગઢનો ઇતિહાસ ઘણું બધું લોકોને અહીં આવવા પ્રેરે છે. ગિરનારની ગિરિમાળાઓ અને જંગલોની વચ્ચે આવેલું શહેર અને ઓક્સિજનથી ભરપૂર રહેલો પ્રદેશ છે અહીંના લોકોને દિવસભર કામ કર્યા બાદ પણ ભરપૂર ઓક્સિજન મળવાથી થાક લાગતો નથી અહીંનો પ્રદેશ ભજન ભોજન અને ભક્તિનો પ્રદેશ છે જેથી બહારથી આવેલો કોઈ પણ વ્યક્તિ અહીં ફરીથી જૂનાગઢમાં (Tourism in Junagadh) આવવા માટે વારંવાર પ્રેરાય છે.



    જન્માષ્ટમીના વેકેશનના ચાર દિવસના ટૂંકા ગાળામાં એસટી વિભાગે બે કરોડની આવક પ્રાપ્ત કરી છે. જૂનાગઢ ડિવિઝન દ્વારા જુદા જુદા રૂટ પર એસટી બસો દોડાવી એક્સ્ટ્રા રૂટ પણ શરૂ કર્યા હતા જે અંતર્ગત એસ.ટી વિભાગને આ આવક પ્રાપ્ત થઈ હતી. ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો જૂનાગઢનું સક્કરબાગ ઝૂ 50 હજાર પ્રવાસીઓની સંખ્યાને આંબી ગયું હતું. સાસણ તથા દેવળીયા પાર્કમાં જવા પહેલા લોકો હવે જૂનાગઢના સક્કરબાગના સફારીપાર્કની પણ અચૂક મુલાકાત લે છે



    જૂનાગઢનું સક્કરબાગનું સફારીપાર્ક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં દરેક પ્રાણીઓને ઋતુગત ફેરફાર આધારિત ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. અને સાર સંભાળ લેવામાં આવે છે જેથી યોગ્ય સાર સંભાળ ને લીધે પ્રાણીઓનું આયુષ્ય પણ વધે છે. કહેવાય છે કે સાસણના જંગલમાં સિંહના દર્શન ભાગ્યે જ થાય છે પરંતુ જો તમે સક્કરબાગના સફારીપાર્કની મુલાકાત લો છો તો સિંહના દર્શન થાય તે નક્કી છે.

    એટલે આ સંદર્ભમાં લોકોએ પણ જૂનાગઢ સક્કરબાગના સફારી પાર્કની મુલાકાત લેવાનું શરૂ કર્યું છે ઉલ્લેખનીય છે કે દેવડીયા તથા સાસણ કરતા જૂનાગઢ સફારીપાર્કની ટિકિટ પણ ઓછી છે. અને સિંહના દર્શન અહીં અચૂકપણે થતા હોય લોકો સફારી પાર્કની મુલાકાત લેવાનું ચૂકતા નથી



    આ ઉપરાંત જૂનાગઢનું ભવનાથ મંદિર, અનેક તીર્થ સ્થળો ગિરનાર, અશોકનો શિલાલેખ (Ashoka Inscription), દામોદર કુંડ સહિતની અનેક ધાર્મિક જગ્યાઓ અને જૂનાગઢનું જંગલો વચ્ચે પ્રાકૃતિક વાતાવરણ લોકોને જૂનાગઢ તરફ ખેચી લાવે છે. બહારના રાજ્યોમાંથી આવેલા લોકોને જૂનાગઢનું પ્રાકૃતિક તથા ભૌગોલિક પરિસ્થિતિ ખૂબ જ સાનુકૂળ આવે છે. જેથી લોકો અહીં વારંવાર આવવાનું પસંદ કરે છે. જૂનાગઢની ધરોહર ભજન ભોજન અને ભક્તિનો સમન્વય છે.

    આ પણ વાંચો:  મુસ્લિમ અગ્રણીઓએ જૂનાગઢ જેલમાં 250 કેદીઓને કરાવ્યો ફરાળ

    જ્યાં જુઓ ત્યાં સંત મહાત્માના આશીર્વાદ સાથે ભોજનની અનંત સરવાણી પણ શરૂ જ હોય છે. જૂનાગઢના અનેક આશ્રમોમાં દિવસમાં બપોરે અને સાંજે અવિરત પણે ભોજન કરાવાય છે. અમુક સમયે તો બેથી ત્રણ બસો ભરાઈને પણ અચાનક આશ્રમમાં ભોજન માટે પ્રવાસીઓ આવી જતા હોય છે. તો પણ ભવનાથમાં આવેલ કોઈપણ પ્રવાસી ભૂકયા પરત જતાં નથી. જૂનાગઢ સંતોનો એક અવાજ છે કે જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડો જેથી કોઈ ભવનાથમાં આશ્રમના ભોજનાલયથી ભૂખ્યું જતું નથી.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Bhavnath Junagadh, Girnar, Junagadh news, Junagadh Samachar, જૂનાગઢ, જૂનાગઢના સમાચાર

    विज्ञापन
    विज्ञापन