Home /News /junagadh /Junagadh News: સવારનાં સાત વાગ્યામાં ધોધમાર વરસાદ પડ્યો, સતત વરસાદથી જનજીવન પ્રભાવીત

Junagadh News: સવારનાં સાત વાગ્યામાં ધોધમાર વરસાદ પડ્યો, સતત વરસાદથી જનજીવન પ્રભાવીત

X
જૂનાગઢમાં

જૂનાગઢમાં સવારમાં સાત વગ્યામાં કમોસમી  વરસાદ તુટી પડ્યો હતો. શહેરમાં ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતાં. છેલ્લા સાત દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. વરસાદથી જનજીવન પ્રભાવીત થયું છે.

જૂનાગઢમાં સવારમાં સાત વગ્યામાં કમોસમી  વરસાદ તુટી પડ્યો હતો. શહેરમાં ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતાં. છેલ્લા સાત દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. વરસાદથી જનજીવન પ્રભાવીત થયું છે.

    Ashish Parmar, Junagadh : છેલ્લાં 7 દિવસથી જૂનાગઢમાં ધોધમાર વરસાદને પગલે ખેડૂતો સહિત સૌ કોઈ ત્રાહિમામ પોકારી ઊઠયા છે. કમોસમી માવઠું સતત 7 દિવસથી રોજે પડી રહ્યું છે. 7 દિવસમાં જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ઝરમર કે સામાન્ય વરસાદ નહિ પણ ચોમાસાની માફક ધોધમાર વરસાદ તુટી પડે છે. જૂનાઢમાં સવારમાં સાત વાગ્યમાં વરસાદ ખાબક્યો હતો.


    જિલ્લાના અનેક તાલુકામાં વરસાદ
    જિલ્લાના મેંદરડા, માળીયા, ભેસાણ, વંથલી અનેક જગ્યાએ ધોધમાર વરસાદથી ખેતરોનો પાક ધોવાયો છે અને અમુક જગ્યાએ ભારે પવનથી આંબા પણ મૂળમાંથી અલગ થઈ ગયા છે. હાલ ખેડૂતો મેઘરાજાને ખમૈયા માટે પ્રાર્થના કરી રહ્યા છે.
    ઘઉં સહિતના પાકોમાં વ્યાપક નુકસાની
    ઘઉં સહિતના પાકોમાં વ્યાપક નુકસાનીના એંધાણ વર્તાઈ રહ્યાં છે. સવારે ઠંડી , બપોરે તડકો અને સાંજે જોરદાર વરસાદ તુટી પડે છે. ઉનાળામાં મિશ્ર ઋતુની લોકો અનુભૂતિ કરી રહ્યા છે.

    આ પણ વાંચો: આજે રાજ્યના આ ભાગોમાં વરસાદ થવાની આગાહી, માવઠાથી ક્યારે મળશે મુક્તિ?

    રોગચાળામાં વધારો થયો
    કમોસમી વરસાદ તેમજ આ પ્રકારના વાતાવરણથી શરદી, ઉધરસ, ફ્લૂમાં વધારો થયો છે. હાલમાં કોરોનાના કેસો પણ 100 ને પર જઈ રહ્યા છે. ત્યારે આ પ્રકારનું વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદ અનેક બીમારીઓને પણ નોતરે તેવી ભિતી હાલમાં વ્યક્ત થઈ રહી છે.
    First published:

    Tags: Gujarat rainfall, Junagadh news, Local 18