Home /News /junagadh /Junagadh: ઉનાળાની ગરમીથી પ્રાણીઓને બચાવવા સક્કરબાગ ઝૂમાં આવી વ્યવસ્થા કરાઈ, જુઓ Video

Junagadh: ઉનાળાની ગરમીથી પ્રાણીઓને બચાવવા સક્કરબાગ ઝૂમાં આવી વ્યવસ્થા કરાઈ, જુઓ Video

X
જૂનાગઢનું

જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય

ઉનાળાનાં પ્રારંભે આકરી ગરમી પડી રહી છે. ત્યારે જૂનાગઢ સક્કરબાગમાં પ્રાણીઓને ગરમીથી રાહત મળે તે માટે વ્યવસાથા ઉભી કરવામાં આવી રહી છે. પાંજરામાં બરફનાં ફુવારા અને બરફ મુકવામાં આવ્યો છે.

Ashish Parmar, Junagadh: જૂનાગઢમાં આકરી ગરમી પડવાનું શરૂ થઈ ગયું છે. ત્યારે જૂનાગઢ સક્કરબાગ રહેલા પ્રાણીઓને ગરમીથી રક્ષણ મળે તે માટે જુદી જુદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સક્કરબાગમાં પાણી ફુવારા અને બરફ મુકવામાં આવ્યો છે. જેના કારણે પ્રાણીઓને ગરમીથી રાહત મળી રહેશે.

ફુવારા અને પાણીના કુંડમાં બરફ મુકાયા

જૂનાગઢ સક્કરબાગમાં પક્ષીઓનાં પાંજરામાં પાણીના ફુવારા શરૂ કરવામાં આવ્યા છે. તેમજ અન્ય પ્રાણીનાં પાંજરામાં પાણીનાં કુંડામાં બરફ મુકવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં આગામી દિવસોમાં ગરમી વધશે ત્યારે કુલર સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે, તેમ ઝૂનાં રેન્જ ઓફિસર નીરવ મકવાણાએ જણાવ્યું હતું.



દર વર્ષ કરતા આ વર્ષે વધુ ગરમી પડવાનો અંદાજ

સામાન્ય રીતે દર વર્ષે ગરમીની શરૂઆત એપ્રિલ મહિનાના અંતથી થતી હોય છે. પરંતુ આ વર્ષે ગરમીની શરૂઆત ફેબ્રુઆરી મહિનામાં થઇ ગઇ હતી. માર્ચ અને એપ્રિલમાં ગરમી વધવાની પૂરી શક્યતા છે. આ દરમિયાન વધુ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
First published:

Tags: Junagadh news, Local 18, Sakkarbaug Zoo