Home /News /junagadh /Junagadh: પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા કૃષિ ઋષિ યાત્રા નીકળશે

Junagadh: પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા કૃષિ ઋષિ યાત્રા નીકળશે

અમદાવાદમાં પણ ગઈકાલે રાત્રિના સમયે વાતાવરણ પલટાયું

જૂનાગઢ જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતાં ખેડુતો પ્રાકૃતિક ખેતી કરે અને દેશી ગાયનું પાલન કરે તે અર્થે 4 જાન્યુઆરી થી 14 જાન્યુઆરી સુધી કૃષિ ઋષિ સંત યાત્રાનું આયોજન કરવામાં આવેલુ છે .

Ashish Parmar, Junagadh: ગુજરાત રાજયના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપ્યું છે. ગુજરાતને એક વિશ્વનું પ્રાકૃતિક ખેતીનું મોડલ બનાવા માંગે છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગામ દીઠ 75 ખેડૂતો ઓછામાં ઓછા પ્રાકૃતિક ખેતી કરે તેનો આગ્રહ રાખ્યો છે. જૂનાગઢ જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતાં ખેડુતો પ્રાકૃતિક ખેતી કરે અને દેશી ગાયનું પાલન કરે તે અર્થે 4 જાન્યુઆરી થી 14 જાન્યુઆરી સુધી કૃષિ ઋષિ સંત યાત્રાનું આયોજન કરવામાં આવેલુ છે .

આ છે આ યાત્રા પાછળનો હેતુ

કૃષિ ઋષિ સંત યાત્રાનો મુખ્ય હેતુ પ્રાકૃતિક ખેતી અને દેશી ગાયનો પ્રચાર પ્રસાર કરવો છે. તેથી ખેડુતો પ્રાકૃતિક ખેતી કરતાં થાય અને દેશી ગાયનું પાલન વધારે કરે. આ યાત્રા જૂનાગઢ જિલ્લાના નવ તાલુકાના મોટાભાગના ગામોમાંકૃષિ ઋષિ સંત યાત્રા નીકળશે . કૃષિ ઋષિ સંત યાત્રા માં કુલ 14 થી 15 રથ રહેશે .

દરેક તાલુકાઓના પ્રખ્યાત ધાર્મિક સ્થાનથી પ્રસ્થાન કરશે

આ રથ ગામના મંદિરોના દેવ દર્શન કરતાં કરતાં ગામજનો રથ સાથે જોડશે.અને પાદરે અથવા ગૌ શાળાએ આવી અને સભામાં પરિવર્તીત થશે.સભામાં ગામના વિશીષ્ટ કામગીરી કરનાર વ્યક્તિઓનું સન્માન થશે અને પ્રાકૃતિક ખેતી અને દેશી ગાયો વિશે માહિતી આપશે.

પ્રતિદિન 3 થી 4 ગામમાં યાત્રા કરશે

13 જાન્યુઆરીએ છેલ્લા ગામ પૂર્ણ કરી યાત્રા 14 જાન્યુઆરીએ તાલુકા મથકના શહેરમાં યાત્રા કરશે જેમાં શહેરીજનોને પ્રાકૃતિક ખેતપેદાશ તેમના સારા સ્વાસ્થય માટે આવી જોઇએ, તેનો પ્રચાર કરશે અને દેશી ગાયથી થતા ફાયદાનો પણ પ્રચાર કરશે .



કૃષિ ઋષિ સંત યાત્રા 10 દિવસની રહેશે

10 દિવસ દરેક ગામમાં પ્રાકૃતિક ખેતી અને દેશી ગાયના પ્રચાર માટે માહોલ ઉભો કરવા 10 દિવસ દરરોજ અડધો કલાક વિશેષ કાર્યક્રમો રહેશે. જેમાં ગૌ પૂજન ,ભૂમિ પૂજન, જલ પૂજન , બાલદિવસ , વૃક્ષ પૂજન , જીવામૃત અને ઘન જીવામૃત શિક્ષણ , નારી શક્તિકરણ , પરિવાર મિલન ,આરોગ્ય દિવસ, દેવ દર્શન સમાવેશ થાય છે.
First published:

Tags: Farmers News, Junagadh news, Local 18