રાજકોટ: ભલે મને મારી નાખો, પણ સ્કૂલે નહીં જાઉં' આ શબ્દો 15 વર્ષની દીકરીનાં છે. આ દીકરી સાથે છેલ્લા 6 મહિનાથી ત્રણ નરાધમો સામૂહિક દુષ્કર્મ આચરતા હતા. જૂનાગઢમાં ત્રણ નરાધમોએ સગીરાને સતત છ મહિનાથી હેરાન કરતા હતા અને અનેક વખત દુષ્કર્મ આચર્યું હતુ. સ્કૂલે જતા-આવતા કે રિસેસમાં ગમે ત્યારે તેને રોકતા અને છરી બતાવીને પીંખી નાખતા હતા. આખરે કંટાળીને વિદ્યાર્થિનીએ સ્કૂલે જવાનું જ બંધ કરી દીધું હતુ. આ અંગે તેના પિતાને અઢી મહિના બાદ જાણ થતા પિતા દીકરીને લઇને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
પિતાએ પોલીસ સ્ટેશનમાં આખી ઘટનાની ફરિયાદ નોંધાવી. પોલીસે ત્રણેય શખ્સો સામે ફરિયાદ નોંધી તેમને ઝડપી આગળની તપાસ હાથ ધરી છે. જુનાગઢ તાલુકામાં સામુહિક દુષ્કર્મની ઘટના બનાવ પામી છે. જેમાં એક સગીરાને સુખપર ગામના યુવકે બળ જબરી કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં પોતાના બે મિત્રોને સાથે રાખી તમામ વારાફરતી સગીરા સાથે દુષ્કર્મ આચરતા હતા.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, ભોગ બનાર સગીરા થોડા મહિના પહેલા રાત્રે ઘરની બહાર કામ માટે ગઈ હતી ત્યારે યસ બાલાભાઈ દુધાત્રાએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં તેના મિત્રો કેયુર હરસુખભાઈ વાગડીયા અને દિવ્યેશ ગજેરાએ પણ સગીરા સાથે યશની મદદથી દુષ્કર્મ આચર્યું હતું. સગીરા ધોરણ આઠમાં અભ્યાસ કરે છે અને સ્કુલેથી પરત ફરી વખતે યસ અને તેના મિત્રો તેને છરી બતાવી તેના કુટુંબને મારી નાંખવાની ધમકી આપી વાડી વિસ્તારમાં દુષ્કર્મ ગુજારતા હતા.
" isDesktop="true" id="1305376" >
છેલ્લા પાંચ મહિનાથી આ ત્રણેય મિત્રો હેવાનિયત આચરતા પણ બે દિવસ પહેલા સગીરાએ સ્કુલે જવાની ના પાડતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. દીકરીએ જ્યારે તેના પરિવારને હકીકત જણાવી ત્યારે પરિવાર ચોંકી ઉઠ્યો હતો અને તાલુકા પોલીસ સ્ટેશનમાં યસ દુધાત્રા, કેયુર બગડિયા અને દિવ્યેશ ગજેરા વિરૃદ્ધ ફરિયાદ આપી હતી. જેથી તાલુકા પોલીસે તમામની ધરપકડ કરી પોક્સો, દુષ્કર્મની કલમો લગાવી વધુ તપાસ હાથ ધરી છે.