જૂનાગઢ : રાજ્યમાં રખડતા ઢોરના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે આવો જ એક કિસ્સો (Junagadh News) માણાવદર પંથકમાં સામે આવ્યો છે. જૂનાગઢના માણાવદર પંથકમાં બે વર્ષના બાળકને ત્રણ કૂતરાઓએ ફાડી ખાધી હતી. જેના કારણે આખા પંથકમાં અરેરાટી છવાઇ ગઇ હતી. આ બાળકીને સારવાર માટે જૂનાગઢની રેફરલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન જ માસૂમ બાળકીનું મોત નીપજ્યુ હતુ.
છોટાઉદેપુરથી કામ માટે પરિવાર આવ્યો હતો
છોટાઉદેપુર જિલ્લાના નાના વાટા ગામનો ખેત મજૂર પરિવાર કામ માટે જૂનાગઢના માણાવદરમાં આવ્યા હતા. આ પરિવારમાં દૂર્ઘટના સર્જાતા શોક છવાયો છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, જગદીશ રાઠવાના 2 વર્ષના રવિન્દ્ર નામનું બાળક પોતાના ઘર પાસે રમતો હતો. આ દરમિયાન 3 કુતરા તેની આસપાસ આવી ગયા હતા. જોતજોતામાં કૂતરાઓએ આ માસૂમ બાળકને ફાડી ખાધો હતો. બાદમાં જ્યારે કુતરાના અવાજના લીધે પરિવારના સભ્યો બહાર આવયા હતા. તાત્કાલિક પરિવારે બાળકને હોસ્પિટલ લઇ ગયા હતા, પરંતુ સારવાર મળે તે પહેલા જ બાળકનું મોત થયું હતું.
જૂનાગઢ રેફરલ હોસ્પિટલ
આ ઘટના બાદ ગામ લોકોમાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. કૂતરાઓએ બાળકને માથાના ભાગથી ઇજાગ્રસ્ત કરી દીધો હતો. આ દૂર્ઘટનામાં કૂતરાઓના અવાજને કારણે પરિવારને આ અંગેની જાણ થઇ હતી. જે બાદ આખા પંથકમાં ફફડાટ ફેલાયો હતો.
થોડા સમય પહેલા જ રાજકોટમાં પણ આવી ઘટના સામે આવી હતી. ઘોડિયામાં સુતેલા 9 માસના બાળકને કૂતરાએ બચકા ભરતા મોત થયું હતુ. ઢેબચડા ગામની સિમમાં કરુણ ઘટના બની છે. હડકાયાં કૂતરાએ બચકા ભરતા લોહી લુહાણ હાલતમાં સાહિલને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં લાવવામાં હતો. જોકે સારવાર દરમિયાન 9 માસના બાળક સાહિલનું મોત નિપજ્યું. માસુમ બાળકના મોતને પગલે સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. આ અંગેની વધુ વિગતો એવી હતી કે, ઠેબચડાની સીમમાં લક્ષ્મણભાઇની વાડીમાં ખેતમજૂરી કરતા અને મૂળ મધ્યપ્રદેશના વતની પારસભાઇ વસાવા પત્ની સહિતના પરિવારજનો વાડીમાં કામ કરી રહ્યા હતા.
તેમણે નવ માસના સાહિલને ઘોડિયામાં સુવડાવ્યો હતો, અચાનક જ કૂતરો ત્યાં આવી ગયો હતો અને ઘોડિયામાં સુતેલા સાહિલને કૂતરાએ ગળે બચકું ભરી લેતા મોત નીપજ્યું હતું. બાળકને બચાવવા જતાં સાહિલના પિતા સહિત બે લોકોને પણ કૂતરાએ બચકાં ભરતા બંનેને પણ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. કૂતરાએ સાહિલને ગળાના ભાગે ગંભીર ઇજા કરી હોવાથી તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જોકે, તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર