અખોદર ગામે આશરે 1600 વર્ષ જૂનું પૌરાણિક અને ઐતિહાસિક સૂર્ય મંદિર આવ્યું છે. દર વર્ષે શ્રાવણ મહિનાની સાતમ તથા ચૈત્ર મહિનામાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.
અખોદર ગામે આશરે 1600 વર્ષ જૂનું પૌરાણિક અને ઐતિહાસિક સૂર્ય મંદિર આવ્યું છે. દર વર્ષે શ્રાવણ મહિનાની સાતમ તથા ચૈત્ર મહિનામાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.
Ashish Parmar, Junagadh : જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અખોદર ગામે આશરે 1600 વર્ષ જૂનું પૌરાણિક અને ઐતિહાસિક સૂર્ય મંદિર આવ્યું છે. સુર્ય મંદિરમાં શીતળા માતાજી તથા નવ ગ્રહોની સ્થાપના પણ જોવા મળે છે. દર વર્ષે શ્રાવણ મહિનાની સાતમ તથા ચૈત્ર મહિનામાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.
ચૈત્ર મહિનામાં પૂજાનું વિશેષ મહત્વ અહીં સૂર્ય મંદિરમાં શીતળા માતાજી તેમજ નવ ગ્રહોની જે સ્થાપના કરવામાં આવી છે.પૂજનવિધિ શ્રાવણ મહિનામાં તેમજ ચૈત્ર મહિનામાં કરવામાં આવે છે.
નવ ગ્રહો ની પણ છે અહી સ્થાપના સૂર્ય મંદિરમાં અખંડ જ્યોત દિવો પ્રજ્વલિત રાખવામાં આવે છે. જેમા કેશોદ તાલુકા તથા આજુબાજુના વિસ્તારોના લોકો બહોળી સંખ્યામાં દર્શન કરવા માટે અને પ્રસાદી ધરાવવા માટે ઉમટી પડે છે. કેશોદના અખોદર ગામે પ્રાચીન સમયમાં બાંધવામાં આવેલ સૂર્ય મંદિરનાં સ્થાપિત નવ ગ્રહો અને શીતળા માતાજીનું મંદિર આસપાસના વિસ્તારમાં આસ્થાનું કેન્દ્ર બન્યું છે. પ્રાચીન સંસ્કૃતિ અને પૌરાણિક કથાઓ તથા સદીઓ પહેલાંની શિલ્પકલા અંગેના અભ્યાસુ તજજ્ઞો કેશોદના અખોદર ગામે મુલાકાત લઈ વિગતો માહિતી મેળવી પોતાનાં પુસ્તકોમાં ઉલ્લેખ કરતાં હોય છે.
માતાજીની માનતા કરી ત્યારે રોગચાળો અટકી ગયો અહીંના રહેવાસીઓની શ્રદ્ધા એટલું અતૂટ પણે આ મંદિર સાથે જોડાયેલી છે કે, લંપી વાઈરસ આવ્યો હતો, ત્યારે રહેવાસીઓ દ્વારા શ્રદ્ધાપૂર્વક અહીં માનતા રાખવામાં આવી હતી અને લંપી વાયરસ જતો રહ્યો હતો, તેવી પણ માન્યતાઓ છે.
મોઢેરા બાદ બીજા નંબરનું સૂર્ય મંદિર ગુજરાતના મોઢેરા સુર્ય મંદિર બાદ બીજા નંબરનું સુર્ય મંદિર અખોદર ગામનું છે. દર વર્ષે શ્રાવણ તથા ચૈત્ર માસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ મંદિરનો કોઈ વિકાસ થવા પામ્યો નથી. તેમજ અત્યાર સુધીમાં કોઈ પણ રાજકીય આગેવાનો કે, નેતાઓ દ્વારા પ્રાચીન ધરોહરને આવનારી પેઢી માટે સુરક્ષિત બનાવવા ઈચ્છાશક્તિ દર્શાવી નથી.
નેતાઓ વિકાસ કરે તેવી માંગ અહીં આવતા ભાવિક ભકતોની માંગ છે કે, જો આ મંદિરનો વિકાસ કરવામાં આવે પ્રચાર પસાર માધ્યમો દ્વારા સામાન્ય લોકો સુધી પહોંચાડવા આવે તો કેશોદના અખોદર ગામે આવેલ સુર્ય મંદિર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની શકે તેમ છે. તેમજ પુરાતત્વ વિભાગ દ્વારા 25 વર્ષ પહેલાં નોંધ લેવામાં આવી હતી. આ પૌરાણિક સૂર્યમંદિર ગુજરાતની ધરોહર હોય જેથી પુરાતત્વ વિભાગ દ્વારા નોંધ લેવામાં આવે તેવી માંગ કરાઇ છે.