Home /News /junagadh /Junagadh : હીરા ગીરી માતાજીનું આ મંદિર વર્ષમાં એકવાર માત્ર નવરાત્રીમાં જ ખુલે છે, જુઓ વીડિયો

Junagadh : હીરા ગીરી માતાજીનું આ મંદિર વર્ષમાં એકવાર માત્ર નવરાત્રીમાં જ ખુલે છે, જુઓ વીડિયો

જૂનાગઢમાં

જૂનાગઢમાં આવેલું હીરાગીરી માતાજીનું મંદિર

જૂનાગઢમાં હીરાગીરી માતાજીનું મઢ આવેલું છે જે મંદિર વર્ષમાં ફક્ત નવરાત્રિના સમયે ખોલવામાં આવે છે અને ભક્તો અહીં પોતાની અતૂટ શ્રદ્ધા સાથે દર્શન કરવા માટે આવે છે.

    ASHISH PARMAR , JUNAGADH : દરેક મંદિરનું પોતાનું જુદુ જુદુ મહત્વ હોય છે અને માન્યતા હોય છે તેવું જ એક મંદિર જૂનાગઢમાં પણ આવેલું છે જૂનાગઢમાં આવેલું હીરા ગીરી માતાજીનું ઐતિહાસિક શક્તિ સ્થળ જે ફક્ત નવરાત્રીના દિવસો પૂરતું જ ખુલ્લું મૂકવામાં આવે છે તો અહીં પોતાની આસ્થા સાથે અને અતૂટ શ્રદ્ધા સાથે માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડે છે. લોકો પોતાની શ્રદ્ધાથી જ અહીં જ્યારે માતાજીના મંદિરના દ્વાર ખુલવાના હોય છે તેના થોડા દિવસો પહેલા જ દિવેલ માટેનું તેલ તથા આરતી નો સામાન સહિતની વસ્તુઓ આપવા માટે આવતા હોય છે અહીં નવરાત્રિના નવ દિવસ સુધી સતત અખંડ જ્યોત પ્રજવલિત રહેશે. અષ્ટમી સુધી લોકોને દર્શન માટે આ મંદિરના દ્વાર ખુલ્લા રાખવામાં આવશે.

    નવરાત્રીના નવલા નોરતા થાય છે માતાજી ની આરાધના

    નવરાત્રીના પ્રથમ દિવસે જ માતાજીના મંદિરના દ્વાર ખોલવામાં આવે છે જે માતાજીના મઢમાં ઘટ સ્થાપના સવારે 7:30 વાગ્યાથી થયા બાદ દર્શન માટે ખુલ્લુ મુકવામાં આવે છે જે અષ્ટમી સુધી દર્શન બધા લોકો માટે થઈ શકે છે.

    શું છે આ મંદિરની માન્યતા

    પૂજ્ય હીરા ગીરી માતાનું મૂળ વતન ઉત્તર ભારત હતું પરંતુ તેમનું મૂળ મુકામ માંગનાથ પીપળી મુકામ હતો માલધારીઓના નેસ વચ્ચે રહીને માતાજી દ્વારા તપ સાધના અને ગાયોની સેવા કરવામાં આવતી હતી. પૂ. માંગા ભટ્ટ સાથે પરિચિત થવાથી માતાજી હાલના માંગનાથ મહાદેવના મંદિરમાં વસવાટ કરવા માટે આવ્યા હતા શક્તિ સ્વરૂપ હીરાગીરી માતાજીની અનેક સિદ્ધિઓથી પ્રભાવિત થઈને પૂજ્ય માંગા ભટ્ટ દ્વારા માંગનાથ મહાદેવનું મંદિર પૂજ્ય માતાજીને સુપરત કરેલ હતું. પોતાનું દેવી કાર્ય પૂર્ણ થયેલું માનીને હીરાગીરીજીએ જીવતા સમાધી લીધી હતી.આ શક્તિસ્થળ માંગનાથ મહાદેવના મંદિરમાં આજે પણ વિદ્યમાન છે અને સમાધિ લેતા પહેલા માતાએ પોતાની જટાની લટ વગેરે માંગનાથ મંદિરની બાજુમાં પરિવારને પ્રત્યક્ષ અર્પણ કરેલ હતી.

    લોકોની જોડાયેલી છે અપાર આસ્થા

    મંદિર વર્ષમાં એક જ વખત ખુલતું હોય લોકો પણ અહીં દર્શન કરવા માટે આવવા આતુર હોય છે અહીં લોકો અખંડ જ્યોત માટે પોતાનું દિવેલ માટેનું તેલ તથા માતાજીની આરતી માટેનો સામાન પણ આપી જતા હોય છે. પૂજારી દ્વારા પણ લોકો દ્વારા આપવામાં આવેલ દરેક વસ્તુઓનો આસ્થાભેર માતાજી સમક્ષ પૂજા કરવામાં આવે છે.
    First published:

    Tags: Navratri, Navratri 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन