60મુ પ્લાસ્ટિક અભિયાન હતું
નેચર ફર્સ્ટની ટીમ દ્વારા દર રવિવારે પ્લાસ્ટિક મુક્ત અભિયાન હાથ ધરવામાં આવે છે. જેમાં અભિયાન 60મી વખત હતું. છેલ્લા 60 અઠવાડિયાથી ટીમ દ્વારા જંગલમાંથી પ્લાસ્ટિક એકત્ર કરવામાં આવે છે. મિશન નેચર ફર્સ્ટ જૂનાગઢના માધ્યમથી પ્રકૃતિનું જતન અંતર્ગત સમગ્ર ટીમ દ્વારા છેલ્લા એક વર્ષથી પ્લાસ્ટિક મુક્ત અભિયાન ચલાવવામાં આવે છે. એક વર્ષ પહેલા નેચર ફર્સ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલ આ મુહિમમાં લોકો જોડાતા થયા અને છેલ્લા ત્રણ સપ્તાહથી નેચર ફર્સ્ટની સાથે હ્યુમાનિટી ફર્સ્ટ ગ્રુપ જોડાયું છે.
110 કિલો પ્લાસ્ટિકનો નાશ કરવામાં આવ્યો
પ્રકૃતિનું જતન એ જવાબદારી સમજી રવિવારે સવારે 9 વાગ્યાથી રોપવે સાઈટથી જટાશંકર મંદિરની આસપાસના જંગલ વિસ્તારમાં 60મું પ્લાસ્ટિક મુક્ત ગીરનાર જંગલ અભિયાન યોજવામાં આવ્યું હતું. જેમાં આશરે 110 કિલો જેટલા પ્લાસ્ટિકના જથ્થાનો નાશ કરાયો હતો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર