Home /News /junagadh /Junagadh: આ ચિત્રકારે બનાવ્યા 600થી વધુ પેઇન્ટિંગ: અનેક લોકોને શીખવી આ કળા

Junagadh: આ ચિત્રકારે બનાવ્યા 600થી વધુ પેઇન્ટિંગ: અનેક લોકોને શીખવી આ કળા

ગાંધીજીનું ચરખા સાથેનું પોર્ટ્રેટ તૈયાર કરતા ચિત્રકાર

જૂનાગઢના ખાદી ગ્રામ ઉદ્યોગ ભવનમાં નોકરી કર્યા બાદ ચિત્રકામ કરવાનું શરૂ કર્યું ઘણા વર્ષો સુધી ક્લાસ પણ ચલાવ્યા અને આજે રોજનું એક પેઇન્ટિંગ બનાવે છે અત્યાર સુધીમાં કુલ 600 જેટલા પેઇન્ટિંગ સંગ્રહિત છે

    Ashish Parmar, Junagadh: જૂનાગઢના ચિત્રકાર રજનીકાંત અગ્રાવતે 600થી વધુ ચિત્રો બનાવ્યા છે. રજનીકાંત અગ્રાવત 1660માં સ્થપાયેલા રામચંદ્ર મંદિર ઉતરોતર વારસદાર પણ છે. રજનીકાંત અગ્રાવત નો જન્મ 28 ડિસેમ્બર 1965 ના રોજ થયો હતો. તેઓએ ખાદી ગ્રામ ઉદ્યોગ ભવનમાં પણ વર્ષો સુધી નોકરી કરી છે. તેમણે News 18 સાથે વાત કરતા જણાવ્યું કે, તેમને ચિત્રનો બહોળો અનુભવ છે અને આ તેમનો શોખ પણ છે. જૂનાગઢમાં 26 વર્ષ સુધી શ્રેયાંશ આર્ટ નામથી તેઓએ પેઇન્ટિંગ ક્લાસીસ ચલાવ્યા હતા. આ ક્લાસીસમાં તેમણે 2200 વિદ્યાર્થીઓને તૈયાર કર્યા છે જેમાંના બે વિદ્યાર્થીઓને રાષ્ટ્રપતિ એવોર્ડ પણ મળ્યો છે.

    રજનીકાંત અગ્રાવત દ્વારા તૈયાર કરેલા ચિત્રો દ્વારા તેમને 10 ગોલ્ડ મેડલ તથા બે સિલ્વર મેડલ પણ મળ્યા છે. તેઓએ ભારતભરમાં ચિત્રો તૈયાર કર્યા છે જેમાં અયોધ્યા, ઝારખંડ, દિલ્હી, હરિયાણા અને મહારાષ્ટ્ર રાજ્યનો સમાવેશ થાય છે. જે પૈકી તેમને 11 ઓક્ટોબર2020 માં દિલ્હી ખાતે IWS સંસ્થા દ્વારા આંતરરાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સંસ્થા દુનિયાના 55 દેશોમાં ફેલાયેલી છે.

    દુબઈ જવાનું નક્કી હતું પણ કોરોના એ બાજી બગાડી

    2021માં દુબઈ દ્વારા એક આર્ટ ફેસ્ટિવલ આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન અંતર્ગત ભારત સરકાર દ્વારા ભારતના શ્રેષ્ઠ ચિત્રકારો દુબઈ મોકલવા માટે અયોધ્યાની કલા સંસ્થાને સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત અયોધ્યા કલા સંસ્થા દ્વારા ભારતના શ્રેષ્ઠ ચિત્રકારોમાં રજનીકાંત અગ્રાવતની પસંદગી કરાઈ હતી. પરંતુ સંજોગોવસાત કોરોના થયો હોવાથી રજનીકાંત અગ્રાવત આ દુબઈ ખાતે પોતાનું કલા પ્રદર્શન માટે જઈ શક્યા નહોતા.

    તાજેતરમાં નાસિક ખાતે પોતાની કલાનું પ્રદર્શન કર્યું

    ભારત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ ઉજવણીઓ કરવામાં આવી હતી જે પૈકી નાસિક ખાતે રંગોળીનું રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન શંકરાચાર્ય ન્યાસ અને સંસ્કાર ભારતીના સહયોગથી આ સમગ્ર કાર્યક્રમનું દ્વારા થયું હતું જેમાં ભારતભરમાંથી 40 રંગોળી કલાકારને બોલાવવામાં આવ્યા હતા. સમગ્ર ગુજરાતમાંથી ફક્ત ચાર કલાકારોને પસંદગી કરવામાં આવી હતી જે પૈકી વડોદરામાંથી ત્રણ કલાકારો અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ફક્ત એક જ એવા રજનીકાંત અગ્રાવતની પસંદગી કરાઈ હતી.

    આ કાર્યક્રમમાં ભારતના મહાનુભાવો, ક્રાંતિકારીઓ અને વીર જવાનોના પોર્ટ્રેટ બનાવવાના હતા અને જે મારા રજનીકાંત અગ્રાવતે ગાંધીજીનું ચરખા સાથેનું પોર્ટ્રેટ તૈયાર કર્યું હતું જે પ્રદર્શન 15 ઓગસ્ટ થી 18 ઓગસ્ટ સુધી ચાલ્યું હતું.

    આ પણ વાંચો:  આવી રીતે બને છે નાળિયેરનાં રેસામાંથી ગણેશજીની મૂર્તિઓ, જુઓ Video

    તમારા બાળકોને જો ચિત્ર પ્રત્યે શોખ છે તો આગળ વધવા દો

    રજનીકાંત અગ્રાવતે જણાવ્યું હતું કે જો તમારા બાળકોને ચિત્રકામ પ્રત્યે શોખ છે તો તેને આગળ વધવાનો મદદ કરો, કારણકે કલાની કિંમત હંમેશા થાય છે. મેં મારી એકેડેમીમાં એક બાળકને શીખવવા માટે ચિત્ર તૈયાર કર્યું હતું જે શીખવ્યા બાદ છ મહિના સુધી એક ખૂણામાં પડ્યું રહ્યું હતું. પરંતુ અચાનક જૂનાગઢ સીટીની મુલાકાતે આવેલા બીજા દેશના એક વ્યક્તિએ મારું આ ચિત્ર પસંદગી કરી અને મને તેની પૂરતી રકમ આપી હતી. જેથી કલાની કદર હંમેશા થાય છે અને કરેલી મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી. જેથી ક્યારેય બાળકોને પોતાના મનગમતા વિષય પ્રત્યે આગળ વધતાં રોકવા નહીં.
    First published:

    Tags: Junagadh news, Junagadh Samachar

    विज्ञापन
    विज्ञापन