Home /News /junagadh /Junagadh: કોમી એક્તાનું પ્રતીક છે આ મુસ્લિમ યુવક: ગણપતિની પૂજા કરે છે અને નમાઝ પણ પઢે છે
Junagadh: કોમી એક્તાનું પ્રતીક છે આ મુસ્લિમ યુવક: ગણપતિની પૂજા કરે છે અને નમાઝ પણ પઢે છે
ગણપતિબાપાની સેવામાં રોકાયેલા સબિરભાઈ ચોરવાડા
સબીરભાઈ ચોરવાડા 2013થી ગણપતિ સ્થાપન કરે છે. કોરોનાને લીધે બે વર્ષ ગણપતિ સ્થાપન ન કરી શક્યા પરંતુ દર વર્ષે ગણપતિના સ્થાપન પણ કરે છે અને તેમના ઘરમાં માતાજીનો મઢ પણ સ્થાપિત છે
Ashish Parmar, Junagadh: ધર્મ અને નાતજાતથી ઉપર રહી અને એક સારા માણસ બનીને પણ કાર્ય કરી શકાય તે વાતને સાર્થક કરતા જૂનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતા સબીરભાઈ ચોરવાડા જેઓ છેલ્લા દસ વર્ષથી ગણપતિની પૂજા કરે છે. અને તે જ જગ્યાએ અલ્લાહને યાદ કરી અને નમાજ પણ પઢે છે. આજે જૂનાગઢમાં આ કોમી એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા મળી રહ્યું છે કે જેમાં આ સોસાયટીમાં ફક્ત સબીરભાઈ ચોરવાડા જેઓ મુસ્લિમ બિરાદરમાંથી છે. બાકી અહીં સોસાયટીમાં વસતા દરેક લોકો હિન્દુ ધર્મના છે. પરંતુ આજ સુધી દરેક પ્રસંગમાં કોમી એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આ સોસાયટીમાં જોવા મળે છે.
હું હંમેશા તેના સુખ દુઃખમાં સાથે: સબિરભાઈના પત્ની
સબીર ભાઈના પત્નીએ જણાવ્યું હતું કે હું હંમેશા તેમના સુખ-દુઃખમાં સાથે રહીશ તેમનું આ હિન્દુ મુસ્લિમ પ્રત્યે જે આદર ભાવ છે. અને અમને અહીં જે સોસાયટીમાં કોમી એકતા તરીકે રહીએ છીએ તે બાબતે અમને ખૂબ જ આદર છે. અને હું હંમેશા મારા પતિના સુખ-દુઃખમાં સાથે રહીશ અને તેમનું આ દરેક ભક્તિ ભાવ પ્રત્યે પણ મને આદર છે.
10 દિવસ સુધી વિવિધ કાર્યક્રમો
સબીરભાઈ ચોરવાડાએ જણાવ્યું હતું કે જ્યાં સુધી આ સમગ્ર કાર્યક્રમ ચાલશે ત્યારે વિવિધ પ્રસંગો જેવા કે સુંદરકાંડ હનુમાન ચાલીસા ગણપતિ પૂજન સહિતના અનેક કાર્યક્રમો હાથ ધરાશે. અને સંતવાણી કાર્યક્રમ પણ યોજવામાં આવશે. અમે અહીં ઘણા વર્ષોથી રહીએ છીએ અને ગણપતિ પૂજન સહિત દરેક ભગવાનનું પૂજન કરીએ છીએ અમારા ઘરમાં માતાજીનો મઢ પણ છે. જેનું પણ અમે પૂજન કરીએ છીએ અને ભગવાન અને અલ્લાહ પ્રત્યે મને સંપૂર્ણ ભક્તિ છે.
ગણપતિ બાપાની આરતી ઉતારી અને નમાજ પઢે છે
સબીરભાઈ દ્વારા ગણપતિ બાપાનું પૂજન કરવામાં આવે છે. આ ગણપતિ પૂજન બાદ જ્યારે પોતાને નમાજ પઢવાનો સમય થાય છે. ત્યારે ગણપતિ બાપાની સમક્ષ જ પોતે નમાજ પણ પઢે છે. એટલે તેઓ પોતાના ધર્મનો નિયમનું પણ પાલન કરે છે, સાથે હિન્દુ ધર્મને પણ ખૂબ જ માને છે.
સબીરભાઈ ચોરવાડએ જણાવ્યું હતું કે અમે એક વખત પોતાનું બધો સામાન પણ ફ્લેટમાંથી નીચે ઉતારી લીધો હતો. અને અમે ઘર બીજી જગ્યાએ સ્થળાંતર કરવાના હતા પરંતુ સોસાયટીના લોકોનો એટલો પ્રેમ ભાવ અમારા પ્રત્યે છે કે અમારા સામાનને ફરીથી અમારા જૂના ઘર પર જ પાછો મોકલી દીધો. અને અમને ક્યાંય પણ બીજે સ્થળાંતર કરવા માટે જવા દીધા નહિ. જેથી વર્ષોથી અમે આ સોસાયટી સાથે અને રહીશો સાથે લાગણીઓથી જોડાયેલા છીએ.