Home /News /junagadh /Junagadh: એવું તો શું થયું કે સરહદ પર જવાન વજસીભાઇની આંખમાં પાણી આવ્યાં? જુઓ Video

Junagadh: એવું તો શું થયું કે સરહદ પર જવાન વજસીભાઇની આંખમાં પાણી આવ્યાં? જુઓ Video

X
આર્મીમેન

આર્મીમેન વજશિભાઇ વારોતરિયા

જૂનાગઢનાં વજસીભાઇ વારોતરિયા ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવે છે. માત્ર 18 વર્ષની ઉંમરે દેશ સેવામાં જોડાઇ ગયા હતાં. બાદ અનેક પ્રમોશન મેળવ્યાં છે. હાલ આર્મી કોલેજમાં ટ્રેનીંગ આપી રહ્યાં છે.

Ashish Parmar, Junagadh: દેશની સેવા કરવી છે અને આર્મીમાં જઈને જ રહીશ. આ જુસ્સા સાથે તૈયારી કરતા હતા અને ફક્ત 18 વર્ષની ઉંમરે આર્મીમાં નોકરી લઈ દેશ સેવામાં જોડાયા. હાલ ઇન્ડિયન આર્મીમાં સિનિયર ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. જૂનાગઢનાં વજસીભાઇ વારોતરિયા.

નિમણુંક પત્ર મળ્યા બાદ પરિવારને જાણ કરી

વજસીભાઈને ઇન્ડિયન આર્મીમાં જોડાવું જ તે નક્કી હતું. તેઓ આ માટે ભરપૂર તૈયારી પણ કરતા હતાં . 2007 માં તેઓએ પ્રથમ પ્રયત્ને જ પરીક્ષા પાસ કરી અને ફક્ત 18 વર્ષની નાની ઉંમરે જ દેશ સેવામાં જોડાય ગયા હતા. તેઓ જ્યારે દેશ સેવામાં જોડાવાના હતા ત્યારે તેઓએ 1 અઠવાડિયા પહેલાં જ પોતાના પરિવારમાં વાત કરી કે, તેમને આર્મીમાં નોકરી મળી ગઈ છે અને દેશ સેવામાં જોડાશે. પોતે પરીક્ષા ની તૈયારી કરી અને પસંદગી સુધીની તમામ બાબતો તેમણે ગુપ્ત રાખી હતી. જ્યારે તેઓને નિમણુક પત્ર મળ્યો ત્યારે જ પરિવારમાં વાત કરી હતી.

બેટા હજુ નાની ઉંમર છે , થોડા સમય પછી જજે : માતા

વજસીભાઈ જ્યારે પોતાના પરિવારમાં વાત કરી કે પોતે આર્મીમાં જોડાવા જઈ રહ્યા છે ત્યારે તેમની આ વાત સાંભળી તેમના પિતા ખૂબ ગર્વ મહેસૂસ કર્યો હતો. પરંતુ માતાએ કહ્યું હતું કે, હજુ ઘણી નાની ઉમર છે અને ભણવામાં પણ હોશિયાર છે. થોડા વર્ષો પછી આર્મીમાં જજે. પરંતુ આ બધાની વાતને બાજુ પર રાખી વજસીભાઈ આર્મીમાં જોડાય ગયા. હાલ હવે તેઓ સિનિયર ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

કેવી રહી આ આર્મીમેનની સફર

સૌથી પહેલા તેમને 2007માં ટેકનિકલ એન્ટ્રી તરીકે મેકેનાઈઝડ ફોર્સમાં પોસ્ટિંગ મળ્યું હતું. વજસીભાઈએ 6 પ્રકારના આર્મી કોર્ષ કર્યા હોવાથી તેમને સારા એવા પ્રમોશન પણ મળ્યા છે. અત્યાર સુધીમાં તેમને કુલ 5 વખત પ્રમોશન મળ્યા છે. 2012 થી 2015 સુધી તેમણે CI OPS માં ફરજ બજાવી હતી, ત્યારબાદ 2016માં તેમની પસંદગી યુનાઈટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલમાં નિમણુક આપવામાં આવી હતી.

લાઇવ ઓપરેશન પણ કર્યા અને સાથીઓને ખોયા

તેમની નિમણૂક જમ્મુમાં થઈ ત્યારે તેમણે એક લાઈવ ઓપરેશન પાર પાડ્યું. જેમાં 10 જવાનોની ટીમને લીડ કરવાની જવાબદારી હતી. તેઓ એક ઘાતક પ્લટૂનના લીડર તરીકે ફરજ બજાવી રહ્યા હતાં. તેમને પોતાની આ કામગીરી પણ બખૂબી નિભાવી હતી. આ બાદ એક સમયે 6 થી 7 આતંકવાદીના હુમલામાં પોતાની એક ટીમના ત્રણ સભ્યોને એટલે કે પોતાના નજીકના મિત્રોને પોતાની નજર સામે શહીદી વહોરતા જોયા હતા.

આર્મી કોલેજનમાં ટ્રેનીંગ આપે છે

હાલમાં વજસીભાઇ એક આર્મી કોલેજમાં 315 ઑફિસરને આર્મી માટે ટ્રેનીંગ આપી રહ્યા છે. જે કોલેજમાં ભારત સરકાર દ્વારા 32 દેશની સાથે ટેકનિકલ ડીલ કરી છે. જેમાં 32 દેશોના 315 આર્મી ઓફિસરને તાલીમ કરાવી રહ્યા છે. આ ઓફિસરોમાં કેપ્ટન, મેજર, લેફ. કર્નલ સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે.

આટલા એવોર્ડ મળ્યા

તેમની આ કામગીરી દરમિયાન 2007 થી આજ સુધી 3 ઓપ્સ મેડલ , બ્રેવો 75 નો એક મેડલ અને યુનાઈટેડ નેશન દ્વારા 3 મેડલથી વજસીભાઈને સન્માનિત કરવામાં આવ્યા છે.

2020માં લગ્નગ્રંથિથી જોડાયા

વજસીભાઈ 2020માં પોતે લગ્નગ્રંથિથી જોડાયા હતા. તેઓના પત્ની પણ હાલમાં જૂનાગઢ જિલ્લાના યુવા વિકાસ અધિકારી તરીકે સેવા આપી રહ્યા છે. તેમનો પણ ખૂબ સારો એવો સહયોગ પોતાને મળી રહ્યો હોવાનો વિશ્વાસ વજસીભાઈએ વ્યક્ત કર્યો હતો.
First published:

Tags: 26 january republic day, Junagadh news, Local 18