કહેવાય છે 'ને કે, ખુશીઓ વહેંચવાથી તેમાં વધારો થાય છે! કઈંક એવું જ જૂનાગઢ શહેરના યુવાનો દ્વારા કરવામાં આવ્યું છે. જૂનાગઢના સેવાભાવી યુવાનોએ સાથે મળીને વૃધ્ધાશ્રમમાં શરદોત્સવની ઉજવણી કરી, જેમાં તેઓ વૃદ્ધાશ્રમમાં રહેતાં અંત્યજીવીઓ સાથે મન મુકીને રાસ-ગરબે રમ્યાં અને પછી સૌએ સાથે મળીને ભોજન લીધું.
સેવાકાર્ય માટે હંમેશા તત્પર રહેતા જૂનાગઢના આશિર્વાદ સોશિયલ ગૃપના યુવાનો દ્વારા ગત તા.21મી ઓક્ટોબર ના રોજ ભવનાથ સોનાપુર નજીક આવેલા અપનાઘર વૃદ્ધાશ્રમ ખાતે શરદોત્સવની ઉજવણી કરવામાં આવી. જેમાં સૌ સેવાભાવી યુવાનોએ સાથે મળીને અહીં વસવાટ કરતાં વૃદ્ધો સાથે રાસ-ગરબાની રમઝટ માણી, ત્યારબાદ વડીલો સાથે મન મોકળું કરીને વાર્તાલાપ કર્યો. જે પછી સૌએ સાથે મળીને ભોજનનો આનંદ લીધો હતો.
શરદોત્સવના આયોજનમાં જોડાયેલાં આશિર્વાદ સોશિયલ ગ્રુપના તમામ યુવાનોએ અપનાઘર વૃદ્ધાશ્રમમાં રહેતાં 30થી વધારે વડીલોના અત્યંત ભાવપૂર્વકના આશિર્વાદ પ્રાપ્ત કર્યા. આ તકે આશિર્વાદ સોશિયલ ગૃપના દર્શન ધોળકિયાએ જણાવ્યું હતું કે, આશિર્વાદ સોશિયલ ગૃપ દ્વારા અવારનવાર કોઈને કોઈ સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવતું હોય છે, તયારે ગત શરદપૂનમની ઉજવણીના ભાગરૂપે અપનાઘર વૃદ્ધાશ્રમ ખાતે યોજાયેલો કાર્યક્રમ વડીલોના આશિર્વાદ મળવાથી ખુબજ સફળ રહ્યો.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર