Home /News /junagadh /Junagadh: સાવજનો પાણી પીતો VIDEO થયો વાયરલ, અદ્બુત નજારો સર્જાયા

Junagadh: સાવજનો પાણી પીતો VIDEO થયો વાયરલ, અદ્બુત નજારો સર્જાયા

X
સિંહ

સિંહ નો પાણી પીતો વિડિયો આવ્યો સામે

સિંહ જ્યારે પાણી પીતો હોય અને તેના એઠા નીરને સેંજળ કહેવામાં આવે છે એટલે તેને પાણી પીતો જોવો એ પણ એક લ્હાવો છે આ લ્હાવો સૌરાષ્ટ્રવાસીઓને અવારનવાર ક્યાંક ને ક્યાંક મળતો હોય છે

Ashish Parmar Junagadh: આપણે અહીં ગીર વિસ્તારમાં એક કહેવત છે કે સાવજડા સેંજણ પીવે ત્યાંના નમણા રહે નર ને નાર. આ કહેવતને અનુરૂપ અહીં સૌરાષ્ટ્રનું ઘરેણું સમાન સિંહ અવારનવાર લોકોને જોવા મળતા હોય છે જૂનાગઢનું ભવનાથ હોય કે જુનાગઢ નો કોઈ જંગલ વિસ્તાર હોય અવારનવાર સિંહ લોકોને જોવા મળતા હોય છે.



સિંહ એ સૌરાષ્ટ્ર નું ઘરેણું છે

સિંહ જ્યારે પાણી પીતો હોય અને તેના એઠા નીરને સેંજળ કહેવામાં આવે છે એટલે તેને પાણી પીતો જોવો એ પણ એક લ્હાવો છે આ લ્હાવો સૌરાષ્ટ્રવાસીઓ ને અવારનવાર ક્યાંકને ક્યાંક મળતો હોય છે. ત્યારે વધુ એક વખત સિંહનો આવો વિડીયો સામે આવતા આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે ઉલ્લેખનીય છે કે આ વિડીયો જૂનાગઢના ગીર જંગલનું હોવાનું સામે આવી રહ્યું છે.





સૌરાષ્ટ્રવાસીઓને અવારનવાર થતા હોય છે સિંહ દર્શન



જુનાગઢ શહેરની નજીક જ જંગલ વિસ્તાર આવેલું છે ત્યારે ભવનાથ વિસ્તારમાં અને જૂનાગઢના શહેરના અન્ય વિસ્તારમાં જંગલ વિસ્તારની નજીક જે રહેણાંક વિસ્તારો છે ત્યાં અનેક જગ્યાએ આ વન્ય પ્રાણીઓ જોવા મળતા હોય છે જુનાગઢ શહેરની વાત કરવામાં આવે તો અનેક વખત દીપડા સહિતના વન્ય પ્રાણીઓ જોવા મળ્યા છે થોડા દિવસો પહેલા જ એક સાબર પણ જુનાગઢ શહેર વિસ્તારમાં જોવા મળ્યું હતું.



જૂનાગઢમાં રહે છે સિંહ પરિવાર

જુનાગઢ શહેરના જંગલ વિસ્તારમાં એક સિંહ પરિવાર રહે છે.જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તાર તથા બીલખા રોડ પર આ સિંહ પરિવાર અવારનવાર જોવા મળતું હોય છે થોડા દિવસો પહેલા જ પ્લાસવા નજીક પરિવાર જોવા મળ્યું હતું ત્યારબાદ વિલીન ડેમની આજુબાજુ પણ સિંહ પરિવાર જોવા મળતું હોય છે.



આ બાદ શહેરમાં દીપડા પણ અવારનવાર જોવા મળતા હોય છે જેમાં જૂનાગઢની કરીમા બાદ સોસાયટી જુનાગઢ નો આંબેડકર નગર વિસ્તાર અનેક જગ્યાએ આ દીપડાઓ પણ જોવા મળતા હોય છે એટલે કહી શકાય કે જૂનાગઢમાં જંગલ વિસ્તાર હોવાથી લોકોને વન્ય પ્રાણીઓના અવારનવાર દર્શન થઈ જાય છે
First published:

Tags: Asiatic Lions, CCTV Videos, Junagadh news, Local 18