Home /News /junagadh /Junagadh : અહીં હિન્દુ-મુસ્લિમ એક છે, બંને એક ફરાળમાંથી રોઝા, ઉપવાસ છોડે છે

Junagadh : અહીં હિન્દુ-મુસ્લિમ એક છે, બંને એક ફરાળમાંથી રોઝા, ઉપવાસ છોડે છે

X
હાલ

હાલ ચૈત્રી નવરાત્રી અને રમઝાન મહિનો ચાલી રહ્યો છે. જૂનાગઢ જેલમાં હિન્દુ અને મુસ્લિમ કેદીઓ આસ્થા ભેર નવરાત્રી અને રમઝાન મહિનાનાં ઉપવાસ અને રોઝા રાખી રહ્યાં છે.

હાલ ચૈત્રી નવરાત્રી અને રમઝાન મહિનો ચાલી રહ્યો છે. જૂનાગઢ જેલમાં હિન્દુ અને મુસ્લિમ કેદીઓ આસ્થા ભેર નવરાત્રી અને રમઝાન મહિનાનાં ઉપવાસ અને રોઝા રાખી રહ્યાં છે.

Ashish Parmar, Junagadh : જૂનાગઢ જિલ્લા જેલમાં હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના અનેક કેદીઓ સજા ભોગવી રહ્યા છે. હાલમાં નવરાત્રી આજે પૂર્ણ થશે. મા ની આરાધનાનું નવરાત્રીનું પર્વનું આજે નવમું નોરતું છે અને રમઝાન મહિનો ચાલી રહ્યો છે, જેમાં મુસ્લિમ બિરાદરોના વ્યક્તિઓ રોઝા રાખતા હોય છે.જૂનાગઢમાં જિલ્લા જેલમાં બંને ધર્મના કેદીઓ ફરાળની એક જ થાળમાંથી રોજ સાંજે હિંદુ ભાઈઓ ઉપવાસ અને મુસ્લિમ ભાઈઓ રોજા છોડે છે.


80 કેદીઓ રોઝા, 20 કેદીઓ ઉપવાસ
જેલમાં 100 કેદીઓ ઈશ્વર અને અલ્લાહની આરાધના કરી રહ્યા છે, જે પૈકીમાં 80 કેદીઓ મુસ્લિમ ધર્મ છે. જે હાલમાં રોઝા રાખી રહ્યા છે અને હિન્દુ ધર્મના 20 કેદીઓ માતાજીની આરાધના કરી ઉપવાસ રાખી રહ્યા છે.


હિન્દુ વ્યક્તિએ પણ રોઝા રાખ્યા
અહીં પાકા કામના કેદીની સજા કાપતા વિરમભાઈ મકવાણાએ મુસ્લિમ બિરાદરની જેમ રોઝા રાખ્યા હતા. તેમનું કહેવું છે કે, હિન્દુ- મુસ્લિમ સૌ કોઈ ધર્મ એક જ છે. ધર્મના કોઈ નાતજાત નથી. તેથી તેઓએ પણ ઉપવાસની સાથે રોઝુ રાખ્યું અને ઈશ્વરની આરાધના કરી છે.

દરેકને સાથે રહેવાની વ્યવસ્થા કરી અપાઇ
જેલ અધિક્ષક નાસીરુદ્દીન લોહાર અને જેલર હરસુખભાઈ વાળા દ્વારા આ સમગ્ર વ્યવસ્થા પર સીધી નજર રાખવામાં આવી રહી છે. જેલમાં દરેક કેદીઓ સુલેહ શાંતિ થી અલ્લાહની બંદગી તેમજ માતાજીની આરાધના કરી શકે તે માટે વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.



જેલમાં કોઈ નાત જાત કે ધર્મ નથી : જેલર
જૂનાગઢ જિલ્લા જેલના જેલર હરસુખભાઈ વાળાએ જણાવ્યું હતું કે, જેલમાં કોઈપણ કેદીની નાત જાત કે ધર્મ હોતો નથી. બધા સુલેહ શાંતિથી અને હળી-મળીને રહે તે જ સાચો જેલનો ધર્મ માનવામાં આવે છે. અહી જૂનાગઢ જેલમાં જેલ અધિક્ષક નસીરુદ્દીન લોહારના માર્ગદર્શન નીચે હાલ જેલમાં દરેક કેદીઓને સુદ્રઢ તથા સુલેહભર્યું વાતાવરણ મળી રહે તેમજ કેદીઓ શિસ્તના પાઠ પણ શીખે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
First published:

Tags: Junagadh news, Local 18

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો