Home /News /junagadh /Junagadh : હવે શાકભાજી બગડશે નહીં, કૃષિ યુનિવર્સિટીમાં એક ખાસ પ્રકારના બોક્ષની થઇ છે શોધ

Junagadh : હવે શાકભાજી બગડશે નહીં, કૃષિ યુનિવર્સિટીમાં એક ખાસ પ્રકારના બોક્ષની થઇ છે શોધ

તૈયાર કરવામાં આવેલું બોક્સ

જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીની આ સૌ પ્રથમ પેટન્ટને કે જેને ભારત સરકારની માન્યતા મળવાથી યુનિવર્સીટી“ સુવર્ણ સિદ્ધિ” પ્રાપ્ત થયેલી છે.

    ASHISH PARMAR JUNAGADH : જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીની આ સૌ પ્રથમ પેટન્ટને કે જેને ભારત સરકારની માન્યતા મળવાથી યુનિવર્સીટી“ સુવર્ણ સિદ્ધિ” પ્રાપ્ત થયેલી છે. રીન્યુએબલ એનર્જી એન્જીનીયરીંગ વિભાગના કૃષિ વૈજ્ઞાનિકોએ સ્વ. ડો. ડી. કે. અંટાળા, ડો. પી.એમ. ચૌહાણ, ડો.આર.એમ. સતાસીયા, ડો.આર.એ. ગુપ્તા, જે.વી. ભુવા દ્વારા વર્ષ 2013 માં આ ફોલ્ડેબલ પ્લાસ્ટિક બોક્ષનુંબાગાયતી પાકોના પરિવહન માટે સંશોધન કરવામાં આવ્યું હતું. તેમજ તેની પેટન્ટના રજીસ્ટ્રેશન માટે ભારત સરકારને રજુ કરવામાં આવી હતી. આ સંશોધન માટે વર્ષ 2017 માં ભારત સરકાર દ્વારા બે રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

    જેમાં પ્રથમ નેશનલ રિસર્ચ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા સામાજીક ઇનોવેશન એવોર્ડ પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધન, સાયન્સ અને ટેકનોલોજી મંત્રાલયના હસ્તે તેમજ બીજો એવોર્ડ પેટ્રોકેમિકલ અને પ્લાસ્ટિક પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ, મંત્રાલયના પૂર્વ કેન્દ્રીય મંત્રી અનંતકુમારના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.

    બાગાયત પાકોના ઉત્પાદકો,ખેડૂતો તથા તેને સંલગ્ન વેપારીઓ માટે અત્યંત ઉપયોગી એવા ફોલ્ડેબલ પ્લાસ્ટિક ખાનાવાળા બોક્ષની સંશોધન ભલામણો, બુકલેટ, પેમ્ફલેટ વિગેરે પણ જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી દ્વારા ફોલ્ડેબલ પ્લાસ્ટિક ખાનાવાળા બોક્ષ પર આતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાના રિસર્ચ પેપરો અને લેખો પણ સંશોધકો દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ છે.

    બોક્સની વિશેષતા

    પોલીપ્રોપીલીન કોરુગેટેડ શીટમાંથી બનાવેલ આ પરિવહન ખાનાવાળા બોક્ષની વિશિષ્ઠતાઓમાં તેને સંપૂર્ણપણે ફોલ્ડ કરી શકાય છે, સ્થળાંતર દરમ્યાન હવાની અવર- જવર સારી રહે તે માટે બોક્ષમાં કાણાઓ રાખવામાં આવેલ છે, આ બોક્ષ ચાર સ્તરનું બનેલુ છે, દરેક સ્તરમાં ફળ કે શાકભાજીને અલગ-અલગ રાખવા માટેતેની સાઈઝ મુજબના એડજસ્ટેબલ ખાનાઓ આપેલા છે.

    વધુમાં, આ પરિવહન બોક્ષમાં ગોઠવવામાં આવતા ફળો કે શાકભાજી જેમકે ચીકુ, ટામેટા, વિગેરે એકબીજાને સ્પર્શતા ન હોવાથી તેમની વચ્ચે આંતરિક ઘર્ષણ થતું નથી, તેમજ અલગ-અલગ સ્તરમાં ગોઠવેલ ફળ કે શાકભાજી પર કોઈપણ જાતનું દબાણ કે ભારણ ન આવતું હોવાથી તેમાં સંગ્રહિત ફળ કે શાકભાજીનો લાંબા અંતરના પરિવહન દરમ્યાન કોઈપણ જાતનું નુકશાન કે બગાડ થતો નથી. આ પરિવહન બોક્ષ દ્વારા સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. ફળ કે શાકભાજીની મૂળભૂત ગુણવત્તાઓ જેમકે સુગંધ,સ્વાદ, કલર, પરિપક્વતા, સખ્તાઈ,વિગેરે જળવાઈ રહે છે. આ પરિવહન બોક્ષનો અનેક વાર ઉપયોગ કરી શકાય છે અને તેના ઉપયોગથી પરિવહન ખર્ચ પણ ઘટે છે.39 સેમી X 32.૫સેમી X 24.5 સેમી નીસાઈઝ ધરાવતું ફોલ્ડેબલ પ્લાસ્ટિક પરિવહનબોક્ષનું વજન માત્ર 1.5 કિલો, તેની પરિવહન ક્ષમતા 10 કિલોછે. આપરિવહન બોક્ષના ઉપયોગથી કોથળામાંસ્થળાંતર કરવાની પદ્ધતિની સરખામણીમાં ફળ-શાકભાજી પાકોનેજેટલું ઓછું નુકશાન થાય છે. આ પરિવહન બોક્ષ રોડ, રેલ્વે, દરિયાઈ તેમજહવાઈ માર્ગે સરળતાથીપરિવહનકરવાખુબજ ઉપયોગી છે.

    આ કામ કરનાર વૈજ્ઞાનિકો :

    આ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થવાથી કુલપતિ ડો. વી. પી. ચોવટિયા, સંશોધન નિયામક ડો. ડી. આર. મેહતા, કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી વિદ્યાશાખાના પ્રિન્સીપાલ અને ડીન ડો. એન. કે. ગોન્ટિયા તેમજ સમગ્ર યુનિવર્સિટીના અધિકારીઓ,શિક્ષકો, કર્મચારીઓ અને નિવૃત વૈજ્ઞાનિકો હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે અને પ્રાધ્યાપક અને વડા ડો. પી. એમ.ચૌહાણ, ડો.આર.એમ. સતાસીયા, ડો.આર.એ. ગુપ્તા, શ્રી જે.વી. ભુવા તેમજ યોજના અને વિભાગના કર્મચારીઓમાં સંશોધન ઈજનેર ડો. જી. વી. પ્રજાપતિ, મદદનીશ પ્રાધ્યાપકો ડો. એસ. પી. ચોલેરા, ડો. એમ. એસ. દુલાવત, પ્રો. એમ. જે. ગોઝીયા, પ્રો. સાગર કેલેયા, પ્રો. ઉમેશ ડોબરિયા તેમજ એસ.આર.એફ. મનોજ સોજીત્રા, જગુ મકવાણા વિગેરે સ્ટાફને તેઓની આ સફળતા બદલ અભિનંદન પાઠવેલ હતા

    આ ફોલ્ડેબલ પ્લાસ્ટિક ખાનાવાળા બોક્ષના મુખ્ય સંશોધક કૃષિ વૈજ્ઞાનિક સ્વ. ડો. દિનેશ ખીમજીભાઈ અંટાળાનું તેમણે સંશોધિત કરેલ પરિવહન બોક્ષની સરકાર માન્ય પેટન્ટ કરાવવાનું સ્વપ્ન અને મહત્વકાંક્ષા હતી. જે રીન્યુએબલ એનર્જી એન્જીનીયરીંગ વિભાગના પ્રાધ્યાપક અને વડા ડો. પી. એમ. ચૌહાણના અથાગ પ્રયત્ન અને સતત ટેકનીકલ કોરસપોન્ડન્સની જવાબી કાર્યવાહીથી યથાર્થ થયેલ છે.એ.આઈ.સી.આર.પી. ઓનપ્લાસ્ટિક એન્જીનીયરીંગ ઇન એગ્રીકલ્ચરલ સ્ટ્રકચર એન્ડ એન્વાયરમેન્ટ મેનેજમેન્ટના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર ડો. આર. એન. સિંઘ અને ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (એગ્રી. એન્જી.) ડો. એસ. એન. ઝા દ્વારા પણ પરિવહન બોક્ષની પેટન્ટ મળવા બદલ ડો. પી. એમ. ચૌહાણ અને તેમની ટીમને અભિનંદન પાઠવેલ છે.

    આ ફોલ્ડેબલ પ્લાસ્ટિક પરિવહનબોક્ષનેપેટન્ટ મુજબની માપ સાઈઝમાં બનાવવાના રસ ધરાવનાર પાર્ટીઓએ જુનાગઢ કૃષિ યુનિવર્સીટીના પદાધિકારીઓનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: જૂનાગઢ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन