અમેરિકાની ખાસ ટ્રેકીંગ હાઇકીંગ સ્ટીક્સ ભુલાઈ
મહારાષ્ટ્રના પુણના રહેવાસી ભુષણ અયાચીત જૂનાગઢ ફરવા માટે આવ્યા હતા.ત્યારે ભવનાથમાં ગીરનાર પર્વત ટ્રેકીંગ માટે જવા ઓટો રીક્ષામાં બેસ્યા હતા. અમેરીકાથી ખાસ ટ્રેકીંગ માટે ખરીદેલ 4 નંગ હાઇકીંગ સ્ટીક્સ સાથે લાવ્યા હતા. હાઇકીંગ સ્ટીક ઇમ્પોર્ટેડ ક્વોલીટીની સ્ટીક હોય કે જેની 1 સ્ટીકની કિંમત અંદાજે 64 ડોલર એટલે કે ભારતીય ચલણમાં 5000 જેટલી થાય.
આવી કુલ 4 નંગ સ્ટીક એટલે કે 20,000 રૂપિયાની કિંમતની સ્ટીક તેમની સાથે હતી.ભવનાથ ખાતે ઓટો રીક્ષામાંથી ઉતર્યા બાદ તેમને ખ્યાલ આવ્યો કે તેમની 4 ઇમ્પોર્ટેડ હાઇકીંગ સ્ટીક્સ ઓટો રીક્ષામાં જ ભુલી ગયા છે. આ અંગે જાણ નેત્રમ શાખાના PSI પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
રીક્ષાના રૂટની તપાસ પોલીસે કરી
ભુષણ અયાચીત જે ઓટો રીક્ષામાં બેઠા હતા. તે સમગ્ર રૂટના CCTV ફૂટેજ ચેક કરતા ઓટો રીક્ષાના નંબર GJ 11 UU 1419 મળી હતી.અને પોલીસે તે રિક્ષામાંથી 20,000 ની કિંમતની ની 4 નંગ ઇમ્પોર્ટેડ હાઇકીંગ સ્ટીક્સ ગણતરીની કલાકોમાં શોધી આપી હતી. તાત્કાલિક કાર્યવાહીથી પ્રભાવિત થઈને ટુરીસ્ટ તરીકે આવેલા ભુષણ અયાચીત દ્રારા પોલીસ અધિક્ષક સાહેબને ટ્વીટ કરી પોલીસ સ્ટાફનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
આ ટીમે જહેમત ઉઠાવી
આ સમગ્ર કાર્યવાહીમાં જૂનાગઢ હેડ ક્વા. ડીવાયએસપી એ.એસ.પટણી, નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પીએસઆઇ પી.એચ.મશરૂ, હાર્દિકસિંહ સીસોદીયા, દેવેનભાઇ સીંધવ, વિમલભાઇ ભાયાણી, રાહુલગીરી મેઘનાથી સહીતની ટીમે જહેમત ઉઠાવી હતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર