જૂનાગઢનાં ઝાંઝરડા રોડ પર દંપતી અતિથી દેવો ભવ અભિયાન ચલાવી રહ્યાં છે. સારવાર લેતા દર્દીઓ માટે ઘરે રસોઇ બનાવી ટિફિન પહોચાડે છે. તેમજ બે સગાની બહાર જમવાની વ્યવસ્થા કરે છે.
Ashish Parmar, Junagadh: આજના સમયમાં કોઈ પોતાના ઘરે અજાણ્યા લોકોને જમાડતા કે રહેવા આશરો આપ્યા પહેલા સો વખત વિચાર છે. તેનાથી તદ્દન વિપરીત જૂનાગઢનું દંપતી છે. જેણે જૂનાગઢમાં પોતાના ઘરેથી જ એક ભગીરથ કાર્ય કરવાનું શરૂ કર્યું છે. દર્દીના સગાઓને પોતાના ઘરે રહેવા અને દર્દીને ડોક્ટરની સૂચના મુજબનો જમવાનું બનાવી આપીને એક રૂપિયો પણ લીધા વગર આ દંપતિ સેવાનું કાર્ય કરી રહ્યું છે.
મકરસંક્રાંતિએ એક વર્ષ થયું પૂર્ણ
જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર રહેતા અને કરિયાણાની દુકાન ચલાવતા મહેશ ભાઈ નાથાભાઈ બાટવા અને તેમના પત્નીએ અનોખો સેવાયજ્ઞ શરૂ કર્યો છે.
જેમાં અતિથિ દેવો ભવ અભિયાન ચલાવી રહ્યાં છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દર્દીને મુશ્કેલી ન પડે તેમાટે ઘરેથી ભોજન બનાવી ટિફિન પહોંચાડી રહ્યા છે.
તેમજ ઘર નજીકનાં હોસ્પિટલમા સારવાર લેતા દર્દીના સગાને રહેવા અને જમવાની વિનામુલ્યે વ્યવસ્થા કરી આપે છે.
ડોક્ટર કહે તે મુજબનું ભોજન બનાવી આપે છે
છેલ્લા એક વર્ષથી પોતાના ઘરેથી આ અતિથિ દેવો ભવ અભિયાન ચલાવી રહ્યા છે. જેમાં દર્દીને ડોક્ટર કહે તે મુજબનું ભોજન બનાવી આપે છે અને દર્દીને પહોંચાડે છે. દર્દીઓ માટે મોટેભાગે મોળું ભોજન હોય છે. તેમજ દર્દીના બે સગાને હોટેલમાં જમવા મોકલે છે.
દર મહિને 20 હજાર સુધીનું બિલ થાય છે
દર્દીના સગાને જમવા માટે તેમને હોટેલ પર મોકલ્યા બાદ દર મહિને બિલનો હિસાબ કરવામાં આવે છે. આ બિલ કેટલાક સેવાભાવી લોકોને આપવામાં આવે છે. પેમેન્ટ ન ચૂકવે મહેશભાઈ બાટવા પોતાના ખિસ્સામાંથી પેમેન્ટ ચૂકવી દે છે. ભોજનનું બિલ 20 હજાર રૂપિયા થાય છે.
જૂનાગઢ ઝાંઝરડા રોડની આસપાસ હોસ્પિટલના કામથી આવો છો અને આપ કોઈ રહેવા જમવાની વ્યવસ્થા શોધી રહ્યા છો? તમે મહેશભાઈનો સંપર્ક આ નંબર પર કરી શકો છો.