Junagadh News: સમગ્ર ગુજરાત (Gujarat Weather)સહિત સૌરાષ્ટ્ર પ્રદેશમાં કોલ્ડવેવની (Coldwave) શરૂઆત થઈ ચૂકી છે, જેને કારણે જનજીવન પર ઠંડની વ્યાપક અસર જોવા મળી રહી છે. કૃષિ હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર (Forecast) આગામી 23મી ડિસેમ્બરથી (December 2021) ગુજરાતના અનેક પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સની અસર (Effect) જોવા મળવાની છે, સાથે જ હાડ કંપાવતી ઠંડીમાં પણ વધારો થશે તેવું કહેવામાં આવી રહ્યું છે.
આ અંગે વાત કરતા જૂનાગઢ કૃષિ હવામાન વિભાગના ટેક્નિકલ ઓફિસર ધિમંત વઘાસિયાએ જણાવ્યું હતું કે, આજરોજ તા.21મી ડિસેમ્બરના રોજ મહત્તમ તાપમાન 29.3 ડીગ્રી સેલ્શિયસ, જ્યારે લઘુત્તમ તાપમાન 11 ડીગ્રી સેલ્શિયસ જેટલું નોંધાયેલ છે. આ ઉપરાંત દિવસ દરમિયાન પવનની ઝડપ 2.1 કિલોમીટર/કલાક નોંધવામાં આવી છે. આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાન 10 થી 12 ડીગ્રી સેલ્શિયસ વચ્ચે જળવાય રહેશે, આગામી તા.24 થી 26 ની વચ્ચે લઘુતમ તાપમાનમાં વધારો થતાં, લઘુત્તમ તાપમાન 14-15 ડીગ્રી સેલ્શિયસ સુધી પહોંચવાની શક્યતાઓ છે. જેને કારણે ઠંડીમાં ઘટાડો જોવા મળી શકે છે.
વધુમાં તેઓએ જણાવ્યું કે, આગામી તા.23 ડિસેમ્બરથી વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સની અસર પણ જોવા મળી શકે છે, જેને કારણે તા.24 અને 25 ડિસેમ્બર ના રોજ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠું થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. માવઠું થવાને કારણે, તેની અસર સમગ્ર સોરઠ પ્રદેશમાં જોવા મળશે અને આગામી તા.27મી ડિસેમ્બરથી ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થશે. જેમાં ડિસેમ્બર મહિનાના અંતથી ફરીથી ઠંડીમાં ક્રમશઃ વધારો થતો જણાશે.
હાલમાં ગુજરાત રાજ્યમાં કોલ્ડવેવને કારણે કચ્છ પ્રદેશમાં ઠંડીમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે, જેને લઈને કચ્છમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આઈએમડી પાસે વાતાવરણને દર્શાવવા માટે એક વિશેષ કલર કોડેડ ચેતવણી હોય છે, જેને લઈને હવામાનની સ્થિતિથી લોકોને ચેતવણી આપવામાં આવે છે.
જે અંતર્ગત યેલો એલર્ટ એવું સૂચવે છે કે, હવામાનની સ્થિતિ હાલ ખરાબ છે અને આગામી સમયમાં તે વધુ ખરાબ થઈ શકે છે. અતિશય ઠંડીને કારણે દૈનિક ગતિવિધિઓમાં તકલીફો પણ ઉભી થઈ શકે છે. યેલો એલર્ટ જાહેર કરાયેલા ક્ષેત્રના લોકોને સતર્ક રહેવા સૂચવવામાં આવે છે. આ એલર્ટ પુરની સ્થિતિમાં કે ભારે વરસાદની શક્યતાઓમાં પણ જાહેર કરવામાં આવે છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર