Home /News /junagadh /

વાતાવરણનો મિજાજ બદલાતા ગિરનાર રોપવે બંધ, ટાઈમપાસ કરવા યાત્રિકો ગરબે ગુમ્યા

વાતાવરણનો મિજાજ બદલાતા ગિરનાર રોપવે બંધ, ટાઈમપાસ કરવા યાત્રિકો ગરબે ગુમ્યા

Girnar

Girnar Ropeway Garba

ગિરનાર પર વાતાવરણનો મિજાજ બદલાતાં બે કલાક સુધી ગિરનાર રોપવે બંધ કરવાની ફરજ પડી, ત્યારે યાત્રિકોએ ખેલૈયા બનીને અંબાજી પરિસરમાં ગરબા?

    જૂનાગઢ: જૂનાગઢમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વાતાવરણમાં ભારે ઉતાર-ચડાવ જોવા મળી રહ્યાં છે, જેને કારણે સવારે ભારે તડકો અને બપોર પછી મુશળધાર વરસાદ (Rain In Junagadh) વરસી રહ્યો છે. જેને કારણે આજરોજ તા.9મી ઓક્ટોબર ના રોજ વાતાવરણનો મિજાજ (Weather) બદલાતા ગિરનાર રોપ-વે (Girnar Ropeway) બંધ કરવાની ફરજ પડી હતી. જેને કારણે દૂરદૂરથી આવતાં યાત્રિકોએ લાંબી પ્રતીક્ષા (Waiting) કરવી પડી હતી, જ્યારે કેટલાક યાત્રિકોએ ગિરનારના વરસાદી વાતાવરણને (Girnar Weather) માણી તથા ગરબે ઘૂમીને ખુશી (Happiness) પણ વ્યક્ત કરી હતી.

    ચાલુ વર્ષે ચોમાસાનું આગમન મોડું થવાને કારણે વરસાદ ખેંચાયો છે, પરિણામે જૂનાગઢ શહેરની વાત કરીએ તો, છેલ્લાં ત્રણેક દિવસથી વાતાવરણ ખૂબ વિચિત્ર પ્રકારનું જોવા મળી રહ્યું છે. સવારના સમયે એકદમ તડકો હોય છે, જ્યારે બપોરના સમયે આચનકથી વાતાવરણ બગડવાને કારણે વાદળો ઘેરાવાની શરૂઆત થાય છે અને વાદળો ઘેરાવા લાગે છે. એકાએક વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ વરસી પડે છે.

    આજરોજ તા.9મી ઓક્ટોબરના રોજ પણ વાતાવરણનો આવો જ મિજાજ જોવા મળ્યો. અચાનક વાતાવરણમાં આવેલ પલટાને કારણે એશિયાનો સૌથી મોટો ગિરનાર રોપવે બે કલાક માટે બંધ કરવામાં આવ્યો હતો. જેના કારણે રોપવે મારફતે ગિરનારની યાત્રા કરવા આવેલા યાત્રિકોને લાંબી પ્રતીક્ષા કરવી પડી હતી. જ્યારે રોપવેના અપર સ્ટેશનમાં પ્રતિક્ષા કરી રહેલાં યાત્રાળુઓએ ગિરનારનું આવું સુંદર વાતાવરણ જોઈને ખુશી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત કેટલાંક યુવા યાત્રિકોએ આફતને અવસરમાં બદલીને ગરબાની ધૂમ મચાવી હતી.

    આ પણ વાંચો: અમદાવાદ : એસટી બસ આપના દ્વારે, દિવાળીમાં ગ્રુપ બુકિંગ કરાવનાર પ્રવાસીઓ માટે શું છે પ્લાન

    મુંબઈથી ગિરનાર યાત્રાએ આવેલાં સુરેન્દ્રભાઈ શાહએ જણાવ્યું કે, ગિરનાર રોપવેથી યાત્રિકોની સુવિધામાં જરૂરથી વધારો થયો છે. ગિરનાર પર્વત પર સર્જાયેલા મસ્ત મજાના વાતાવરણનો આવો લાભ ભાગ્યે જ મળતો હોય છે, ત્યારે રોપવે હજુ કલાકો સુધી બંધ રહે તો કોઈ તકલીફ નથી! પણ હા, ગિરનાર રોપવેના અપર સ્ટેશનમાં પણ નીચેના સ્ટેશનની જેમ એક કેન્ટીન હોવી જોઈએ. જેથી કરીને આવી કોઈ સમસ્યા સર્જાય ત્યારે યાત્રિકોને સરળતાથી ગરમાગરમ જમવાનું અને નાસ્તો મળી રહે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Girnar ropeway, Junagadh news, Navratri, Navratri 2021

    આગામી સમાચાર