Home /News /junagadh /Junior Clerk Exam: બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓને મળશે અહીં ફ્રીમાં રહેવા જમવાની સુવિધા, આ નંબર પર કરો સંપર્ક

Junior Clerk Exam: બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓને મળશે અહીં ફ્રીમાં રહેવા જમવાની સુવિધા, આ નંબર પર કરો સંપર્ક

રવિવારે યોજાશે પરીક્ષા

રવિવારે બિન સચિવાલય ની પરીક્ષા છે. આશરે 17 લાખ થી વધારે લોકો આ પરીક્ષા આપવાના છે ત્યારે જૂનાગઢમાં આવનારા SC ST ના વિદ્યાર્થીઓને અહી રહેવા જમવાની ફ્રી માં સુવિધા આપવામાં આવી રહી છે.

Ashish Parmar, Junagadh: રવિવારે બિન સચિવાલયની પરીક્ષા યોજાશે .જેમાં  આશરે 17 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. ત્યારે જૂનાગઢમાં આવનારા SC, ST ના વિદ્યાર્થીઓને રહેવા અને જમવાની મુશ્કેલી ન પડે તે માટે રાજરત્ન ભવન,વૃંદાવનનગર ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે.જે વિદ્યાર્થીઓ બહાર ગામથી આવશે તેઓને અહીં મફતમાં રહેવા અને જમવાની સુવિધા આપવામાં આવશે.વિદ્યાર્થીઓએ નીચે આપેલા નંબર પર સંપર્ક કરી નોંધણી કરાવવાનું રહેશે.અહી રાત્રિરોકાણ પણ વ્યવસ્થા ઉપલબ્ધ

જૂનિયર ક્લાર્ક ની પરીક્ષા માટે જૂનાગઢ આવનાર SC અને ST ઉમેદવાર માટે રહેવા અને જમવાની ફ્રી સગવડતા આપવામાં આવશે. જેમાં લોકો 28 જાન્યુઆરીના દિવસે અહી આવી અને રાત્રી રોકાણ પણ કરી શકાશે.

આ માટે નાનું એવું આપને રજીસ્ટ્રેશન કરવું પડશે

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવામાં આવતી જુનિયર ક્લાર્ક પરીક્ષા માટે જૂનાગઢમાં આવતા SC અને ST ના પરિક્ષાર્થીઓ માટે તમારે ફોન નંબર પર કરશનભાઈ ઘેલાભાઈ સોલંકીના સંપર્ક નંબર 98259 88908 પર રજીસ્ટ્રેશન કરી શકશો

સરકારી કર્મચારીઓ દ્વારા માર્ગદર્શનનો કાર્યક્રમ પણ અહીં ગોઠવાયો

ઉલ્લેખનીય છે કે રવિવારે આ સમગ્ર પરીક્ષાનો કાર્યક્રમ યોજાશે ત્યારે શનિવારે રાત્રે જે પરીક્ષાાર્થીઓ અહીં આવી જશે તેમને સરકારી કર્મચારીઓ કે જે હાલમાં ગુજરાત સરકારમાં વિવિધ વિભાગમાં ફરજ બજાવે છે તેમના દ્વારા આ પરીક્ષાઓને માર્ગદર્શન આપવા માટેનું એક કાર્યક્રમનું પણ આયોજન થયું છે જેમાં પરીક્ષા કઈ રીતે ભરવી અને પરીક્ષામાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું આ તમામ માહિતી પણ પૂરી પાડવામાં આવશે.

રાજરત્ન ભવન સુધી પહોંચવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરવોસરનામુ:  રાજરત્ન ભવન,વૃંદાવનનગર- રામનગર સોસાયટી, ટીંબાવાડી બાયપાસ ગેટ પાસે,જૂનાગઢ
First published:

Tags: Bin Sachivalay Exam, Junagadh news, Local 18, Students

विज्ञापन