Home /News /junagadh /JUNAGADH : બાળકોએ એવા તે સ્કેટિંગ ગરબા કર્યા કે જોઇને લોકો થયા મંત્રમુગ્ધ, જુઓ વીડિયો

JUNAGADH : બાળકોએ એવા તે સ્કેટિંગ ગરબા કર્યા કે જોઇને લોકો થયા મંત્રમુગ્ધ, જુઓ વીડિયો

જૂનાગઢમાં

જૂનાગઢમાં યોજાયા હતા સ્કેટિંગ ગરબા

જૂનાગઢના એક સ્કેટિંગ ગ્રુપ દ્વારા સૌપ્રથમ વખત સ્કેટિંગ ગરબા રમવામાં આવ્યા હતા જેમાં હાથની અને પગની સ્થિતિ મુજબ પગલે પગલે બેલેન્સ રાખી સ્કેટિંગ રાસ બાળકો દ્વારા રમાયો હતો

    ASHISH PARMAR JUNAGADH : જૂનાગઢમાં નવરાત્રી હજુ પણ અર્વાચીન કરતાં પ્રાચીન સંસ્કૃતિ મુજબ જ રમાય છે. હજુ સુધી જુનાગઢમાં અર્વાચીન ગરબાની લહેર આવી નથી. નવરાત્રીના નવ દિવસ માતાજીની આરાધના કરવામાં આવે છે. ત્યારે જૂનાગઢના એક સ્કેટિંગ ગ્રુપ દ્વારા સૌપ્રથમ વખત સ્કેટિંગ ગરબા રમવામાં આવ્યા હતા જેમાં હાથની અને પગની સ્થિતિ મુજબ પગલે પગલે બેલેન્સ રાખી સ્કેટિંગ રાસ બાળકો દ્વારા રમાયો હતો.ત્યારે જુનાગઢ પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયેલ સ્કેટિંગ ગરબા ની ખાસિયતો એ હતી કે એક જ રાસમાં ઘણા બધા ગરબાઓને આવરી લેવામાં આવ્યા હતા. ભુવા રાસ ,ડાકલા, જય હો, મારે ટોડલે બેઠો રે મોર કાં બોલે વિવિધ પ્રકારના ગરબાઓને એક જ રાસમાં અલગ અલગ પ્રકારની થીમ પર સ્કેટિંગ ગ્રુપ દ્વારા ગરબા કરવામાં આવ્યા હતા અને પ્રેક્ષકો મંત્રમુગ્ધ થયા હતા.

    આ સ્કેટિંગ ગરબામાં માતાજીએ મહિસાસુરનો વધ કર્યો તે દ્રશ્ય જોઈ લોકોએ સ્વરૂપનો સાક્ષાતકાર કર્યો હતો..

    કીર્તિબેન ધાનાણી દ્વારા છેલ્લા સાત વર્ષથી જૂનાગઢમાં બાળકોને સ્કેટિંગ શીખવાડવામાં આવે છે. અઢી વર્ષ થી લઇ મોટી ઉંમરના બાળકોને સ્કેટિંગ કોચ કીર્તિબેન દ્વારા ટ્રેઈન કરવામાં આવ્યા છે. કીર્તીબેન સ્કેટિંગ ગરબા બાબતે વધુમાં જણાવ્યું હતું કે નવરાત્રિમાં ચાર દિવસમાં સ્કેટિંગ ગરબો તૈયાર કરવામાં આવ્યો હતો. અને આ સ્કેટિંગ ગરબા રમવા માટે અલગ અલગ ગરબીઓ તરફથી આમંત્રણ પણ આપવામાં આવે છે.


    આ સ્કેટિંગ ગ્રુપમાં સ્વરા નામની 4 વર્ષની નાની બાળકી સ્કેટિંગ કરે છે..

    સ્કેટિંગ કોચ કિર્તીબેન કહ્યું હતું કે અત્યારના સમયના બાળકો મોબાઇલની દુનિયામાં મસગુલ રહે છે ત્યારે તેમની અંદર રહેલા કૌશલ્યને અને તેમના ઉત્કૃષ્ટ વિચારોને વેગ નથી મળતો જેને કારણે બાળકો સીમિત વિચારોની સરહદમાં જ રચ્યું રહે છે. આ સ્કેટિંગ દ્વારા બાળકોને એક અલગ ઝોમ અને જુસ્સો મળે છે. આ સ્કીટિંગ કરનાર બાળકોના માતા પિતા ને પણ ધન્યવાદ છે કે જે પોતાના બાળકોને સ્કેટિંગ માટે મદદ કરે છે..

    સ્કેટિંગ ગ્રુપ દ્વારા ઘણા બાળકો તાલુકા જિલ્લા અને નેશનલ લેવલે પણ સ્કેટિંગ સ્પર્ધામાં અવ્વલ નંબરો પ્રાપ્ત કર્યા છે. દિલ્હી પંજાબ જોધપુર અલગ અલગ રાજ્યમાં જૂનાગઢની સ્કેટિંગ ટીમના બાળકો વિવિધ સ્પર્ધાઓમાં ભાગ પણ લીધો છે અને જૂનાગઢને ગૌરવ અપાવ્યું છે.
    First published:

    Tags: Navratri 2022, જૂનાગઢ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन