Home /News /junagadh /Junagadh : સક્કરબાગ ઝૂમાં જવાનું વિચારતા હોવ તો તમારા કામના છે આ સમાચાર

Junagadh : સક્કરબાગ ઝૂમાં જવાનું વિચારતા હોવ તો તમારા કામના છે આ સમાચાર

જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય

જૂનાગઢમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી માટે વન વિભાગ દ્વારા ખુબ સરસ આયોજન કરવામાં આવ્યું છે.આજથી આ વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી શરૂ થશે જે 8 ઓક્ટોબર સુધી ચાલશે.

    Ashish Parmar Junagadh : જૂનાગઢમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી માટે વન વિભાગ દ્વારા ખુબ સરસ આયોજન કરવામાં આવ્યું છે.આજથી આ વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી શરૂ થશે જે 8 ઓક્ટોબર સુધી ચાલશે. આ ઉપરાંત વન્ય પ્રાણી વિશે લોકો વધુને વધુ માહિતી મેળવે અને માહિતગાર બને તે માટે વન વિભાગ દ્વારા જૂનાગઢના સક્કરબાગ ઝૂ માં તમામ પ્રવાસીઓ માટે નિ:શુલ્ક પ્રવેશ કરાવવામાં આવશે જે અનુસંધાને લોકોને 9 ઓક્ટોબર સુધી કોઈપણ પ્રકારની એન્ટ્રી ફી ચૂકવવાની રહેશે નહીં.


    આ રીતે યોજાશે સંપૂર્ણ કાર્યક્રમ :

    2 ઓક્ટોબર ના દિવસે સવારે 9: 30 થી 12 : 30 સુધી ઉદ્દઘાટન અને ઝુને જાણો કાર્યકમ યોજાશે જે બાદ 3 ઓકટોબર ના દિવસે 9: 30 થી બપોરે 1 વાગ્યા સુધી ધો. 5 થી 12 સુધીના વિદ્યાર્થીઓની ચિત્ર સ્પર્ધા યોજાશે. 4 ઓક્ટોબરના દિવસે જુગ દ્વારા શહેરની વિવિધ શાળાઓ અને કોલેજોમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. 5 ઓક્ટોબરના દિવસે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી ઓપન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવારે 8 થી 10 દરમિયાન આ ઓપન સ્પર્ધામાં સ્પર્ધકો ભાગ લેશે અને વન્ય પ્રાણીઓની ઉત્કૃષ્ટ તસ્વીર પોતાના કેમેરામાં કંડારશે. 6 ઓક્ટોબરના દિવસે ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓ માટે ક્વીઝ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે. 7 ઓક્ટોબરના દિવસે પ્રાણી સંગ્રહાલયની વિશેષ રજૂઆત નું આયોજન કરાયું છે અને 8 ઓક્ટોબરના દિવસે આ સંપૂર્ણ સપ્તાહ નું સમાપન કાર્યક્રમ તથા ઇનામ વિતરણ નો કાર્યક્રમ રાખવામાં આવશે.

    9 ઓક્ટોબર સુધી તમામ લોકોને નિશુલ્ક પ્રવેશ આપવામાં આવશે.


    નિ:શુલ્ક પ્રવેશ એક દિવસ વધુ રહેશે

    સમગ્ર વન્ય પ્રાણી સપ્તાહના કાર્યક્રમ ની ઉજવણી 8 ઓક્ટોબર સુધી રહેશે પરંતુ અહીં આવનારા મુલાકાતીઓ અને પ્રવાસીઓ માટે સક્કરબાગ ઝૂ દ્વારા એક દિવસ વધુ નિ:શુલ્ક પ્રવેશનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત 8 ઓક્ટોબરે કાર્યક્રમની પૂર્ણાહુતિ પછી પણ એક દિવસ વધુ એટલે કે 9 ઓક્ટોબર સુધી લોકો સક્કરબાગ ઝૂ માં નિ:શુલ્ક પ્રવેશનો લાભ લઇ શકશે.


    કાર્યક્રમના છેલ્લા દિવસે ઇનામ વિતરણ કરાશે

    વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત એક અઠવાડિયા સુધી સતત અનેક સ્પર્ધકો પોતાની કલાના ઓજસ પાથરશે. જેમાં મોટાભાગે વિદ્યાર્થીઓએ વન્ય પ્રાણી પ્રત્યે જાગૃત બને તે માટે સતત પ્રયત્ન સક્કરબાગ ઝૂ ની ટીમ દ્વારા કરવામાં આવશે ધોરણ 5 થી 12 સુધીના વિદ્યાર્થીઓ અહીં પોતાની સ્પર્ધા અંતર્ગત કલાનું પ્રદર્શન કરશે આ સમગ્ર કાર્યક્રમમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવશે.
    First published:

    Tags: Junagadh Sakkarbag Zoo, Zoo, જૂનાગઢ

    विज्ञापन
    विज्ञापन