Home /News /junagadh /

જૂનાગઢ: મધુર સોશિયલ ગ્રુપની બહેનોએ કરેલી સ્વચ્છતા વિશેની વાતે, સૌને વિચારતાં કરી દીધા!

જૂનાગઢ: મધુર સોશિયલ ગ્રુપની બહેનોએ કરેલી સ્વચ્છતા વિશેની વાતે, સૌને વિચારતાં કરી દીધા!

Junagadh

Junagadh Women

Junagadh News : જૂનાગઢના મધુર સોશિયલ ગ્રુપની બહેનોએ સ્વચ્છતા વિશે આ મહત્વની વાત કરીને સૌને વિચારતાં કરી દીધાં, તમે પણ જુઓ કે એવી તે શું વાત કરી?

    Junagadh News : જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શેરી, મહોલ્લા, રહેણાંક વિસ્તાર સ્વચ્છ રહે એ માટે સ્વચ્છતા ઝુંબેશ (Cleaning Campaign in Junagadh)  હાથ ધરવામાં આવી છે, જેને અનુલક્ષીને જૂનાગઢના મધુર સોશિયલ ગ્રુપના સલીમભાઈ ગુજરાતી દ્વારા પણ એક ઝુંબેશ ચલાવવામાં આવી, જે અંતર્ગત ગૃહિણીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાં અંગે કેટલીક મહત્વની બાબતો જણાવવામાં આવી.

    સ્વચ્છતા કેવી રીતે જાળવી શકાય તે વિશે વાત કરતાં મધુર સોશિયલ ગ્રુપની બહેનોએ કહ્યું કે, ગૃહિણીઓ બજારમાં જાય ત્યારે કાપડની થેલી સાથે રાખે અને વેપારી પાસેથી ઝબલાં કે પ્લાસ્ટિકની થેલી માંગવાની આદતને ટાળે. પ્લાસ્ટિકની થેલીનો નાશ થવામાં દાયકાઓ વીતી જાય છે, જેનાથી આપણી આજુબાજુનું વાતાવરણ, જમીન, જલાશયને ખૂબ પ્રદુષિત કરે છે.

    મોટાભાગની ગૃહિણીઓ ઘરમાંથી નીકળતો તમામ કચરો એકસાથે કચરા પેટીમાં જમા કરે છે અને કચરો લેવા આવતી વાનમાં ઠાલવી દે છે, ત્યારે ભેગા થયેલા કચરાનું વ્યવસ્થિત વર્ગીકરણ કરીને તેનું રિસાયકલિંગ કરવું ખુબજ અઘરું થઈ જાય છે, પરિણામે બધો કચરો ડંપિંગ યાર્ડમાં જમા થાય એટલે તેને બાળીને તેનો નાશ કરવામાં આવે છે, જે ઝેરી ધુમાડો વાતાવરણમાં પ્રસરે તેનાથી ખુબજ ગંભીર નુકસાન થાય છે. આપણે જે પ્રકૃતિને હાનિ પહોંચાડીએ છીએ, તે હરિફરીને આપણે જ ભોગવવાનું છે. આવનાર પેઢીને જો આપણે શુદ્ધ વાતાવરણ અને સ્વચ્છ રહેણાંક આપવા ઇચ્છતા હોઈએ તો, અત્યારથી જ આ બાબતોનું ધ્યાન રાખવું પડશે, ત્યારે સૂકો-ભીનો કચરો જુદાજુદા જમા કરવાની ટેવ પાડવી જોઈએ.

    આપણે અન્ય દેશના વિડીયો જોઈએ ત્યારે જરૂરથી વિચારીએ કે, ત્યાં ચોખ્ખાઈ કેટલી છે! ત્યારે એ ચોખ્ખાઈ ત્યાંના નાગરિકોને જ આભારી છે, તંત્રનો એનું કામ કરે જ છે, પણ પ્રજાએ પણ એ દિશામાં કામ કરીને શહેરને, રાજ્યને અને દેશને સ્વચ્છ બનાવવા તમામ પ્રયત્ન કરવા જોઈએ.

    અંતે વાત કરતાં જણાવ્યું કે, પ્રકૃતિ આપણી માતા છે, આપણે જન્મ પણ એના ખોળે લીધો છે, જીવવું પણ એના ખોળે જ છે અને જીવ જશે ત્યારે પણ તેની સાથેજ ભળવાનું છે, ત્યારે હંમેશા આપણી સાથે રહેનારી પ્રકૃતિ માતાનું ધ્યાન રાખવું એ આપણા સૌની નૈતિક ફરજ છે
    Published by:Jay Mishra
    First published:

    Tags: Cleanliness, JMC, Junagadh news

    આગામી સમાચાર