જૂનાગઢમાં હોવ અને પાણીપુરીનું નામ (Junagadh Best Panipuri)હોઠે આવે ત્યારે દિલમાં એક નામ જરૂરથી આવે અને એ નામ એટલે સુભાષ પાણીપુરી (Subhash Panipuri); જે માત્ર એક નામ નહીં, પણ આજે જૂનાગઢની જાણીતી બ્રાન્ડ (Brand) બની ગયું છે! જેના માટે અથાગ પરિશ્રમ અને ખુબજ મહેનત (Success Story) કરવામાં આવી છે, ત્યારે આવો જાણીએ એક નાની લારીથી શરૂ થયેલ સુભાષ પાણીપુરીની એક બ્રાન્ડ બનવા સુધીની રોમાંચક સફર...
વર્ષ 1986થી સુભાષ પાણીપુરીની શરૂઆત થઈ. સૌથી પહેલા દિવાન ચોકમાં એક લારીથી સુભાષ પાણીપુરી નામથી શરૂઆત કરી હતી. જેના થોડા સમય બાદ બીજી લારી જૂનાગઢની મધ્યમાં સ્થિત આઝાદ ચોક ખાતે શરૂ કરી. સુભાષ પાણીપુરી એ શૂન્યમાંથી સર્જન છે, જેની પાછળ નટુભાઈ અને તેમના પત્ની હંસાબહેનએ ખુબજ મહેનત કરી છે.
શરૂઆતમાં હંસાબહેન પુરી શીખવા જતા, જે પછી પુરી વણીને ઘરે જ બનાવતાં. એ સમયે માતાપિતાનો અથાગ પ્રયત્ન અને સંઘર્ષ જોઈને ત્રણેય ભાઈઓને ખુબજ પ્રેરણા મળી. જેથી તેઓ ત્રણેય ભાઈ પણ માતાપિતા સાથે આ વ્યવસાયમાં જોડાય ગયાં. એ સમયે માત્ર એક રૂપિયાથી શરૂ કરેલી પાણીપુરીને, આજે એક અલગ જ સ્તર ઉપર લઈ ગયાં છે. અત્યારે પાણીપુરીમાં પણ અવનવી ડિસ જેમકે; ડ્રાયફ્રુટ પાણીપુરી, ચીઝ પાણીપુરી વગેરે ગ્રાહકો માટે આકર્ષણ બની રહી છે.
જૂનાગઢમાં પાણીપુરીમાં ઓટોમેટિક મશીનથી પાણી આવે, તેની શરૂઆત સુભાષ પાણીપુરીથી થઈ હતી. જે સંપૂર્ણપણે હાઇજેનિક છે, પાણીને કોઈનો સ્પર્શ થતો નથી. ગ્રાહકને મશીનથી સીધું પાણી ગ્લાસમાં મળી રહે, તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. એ જણાવ્યું કે, સુભાષ પાણીપુરી ફૂડની ક્વોલિટી સાથે ક્યારેય કોમ્પ્રોમાઇઝ કરતું નથી!
જેને કારણે ગ્રાહકોનો મળેલો અખૂટ પ્રેમ, માતાપિતાની પ્રેરણા અને વિનયભાઈ, મનીષભાઈ અને પંકજભાઈ એ ત્રણેય ભાઈઓની અથાગ મહેનતથી આજે સુભાષ પાણીપુરીની ત્રણ બ્રાન્ચ જૂનાગઢ શહેરમાં ચાલે છે. જેમાં પહેલી બ્રાન્ચ એમ.જી.રોડ ઉપર યુકો બેંકની સામે ચાલુ થઈ, જે પછી બીજા ભાઈએ વૈભવ હોટેલની બાજુમાં બીજી બ્રાન્ચ શરૂ કરી અને ત્રીજી બ્રાન્ચ માંગનાથ વિસ્તારમાં કાર્યરત છે. ત્રણેય બ્રાન્ચમાં પાણીપુરી અને બીજી અનેકવિધ ફૂડ આઇટમ્સનો સ્વાદ એક જેવોજ માણવા મળે છે.