Home /News /junagadh /Junagadh: સિંહોની સુરક્ષા કરતા SRPFના જવાનો થાક્યા ,આવા મેસેજ થયા વાયરલ

Junagadh: સિંહોની સુરક્ષા કરતા SRPFના જવાનો થાક્યા ,આવા મેસેજ થયા વાયરલ

વન રક્ષકો અને વનપાલ છેલ્લા દસ દિવસથી હડતાલ પર છે.

વન રક્ષકો અને વનપાલ છેલ્લા દસ દિવસથી હડતાલ પર છે.જેને લીધે જંગલમાં વન્ય પ્રાણીની સુરક્ષા માટે એસઆરપીએફના જવાનો મૂકવામાં આવ્યા છે પરંતુ જવાનોથી આ કામગીરી ન થતી હોવાના મેસેજ વાયરલ થયા છે

  Ashish Parmar, Junagadh: ગુજરાતમાં કહેવત છે જેનું કામ એને જ શોભે. સમગ્ર ગુજરાતમાં વન વિભાગના કર્મચારીઓની હડતાલ ચાલી રહી છે. જુનાગઢમાં સાસણગીર સિંહનું નિવાસસ્થાન ગણાય છે . જેથી સિહોની રક્ષા માટે તથા અન્ય વન્ય પ્રાણીઓને પણ કોઈ અડચણ ન પહોંચે અથવા કોઈ અનઅધિકૃત વ્યક્તિ જંગલમાં પ્રવેશ ન કરે તે માટે SRPFના જવાનોને સુરક્ષામાં રાખવામાં આવ્યા છે. પરંતુ એસઆરપીએફના ગ્રુપમાં આ સિંહોને સાચવવા એ આપણું કામ નહીં ; આઈ સપોર્ટ ગુજરાત ફોરેસ્ટના મેસેજો વાયરલ થયા છે.

  વનપાલ અને વન રક્ષકોની આ છે માંગણીઓ

  વનપાલ અને વન રક્ષકો પોતાના ગ્રેડ-પે સહિતની આંગળીઓને લઈને હડતાલ પર ઉતર્યા છે જેમાં કર્મચારીઓને કાયમી ભરતી બદલી રજા નો હક પગાર સહિતની માંગણીઓ કરવામાં આવી છે જેથી આ કર્મચારીઓ સદંતર હડતાલ પર હોય જંગલ નોંધારું ન બને અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે એસઆરપીએફના જવાનોને જંગલમાં બંદોબસ્ત માટે મૂકવામાં આવ્યા છે.  જંગલો નો રસ્તો હાલ અત્યંત ખરાબ

  થોડા દિવસો પહેલા જ ન્યૂઝ 18 ની ટીમે જંગલોના આંતરિક રસ્તાઓ બતાવી અને ત્યાંની પરિસ્થિતિનો ચિતાર બતાવવાની કોશિશ કરી હતી કે કઈ રીતે વનકરમીઓ પોતે ચોમાસાની ખૂબ ખરાબ પરિસ્થિતિઓ અને રસ્તાઓમાં હેરાન પરેશાન થતા હોય છે તેવી પરિસ્થિતિમાં રહેવા માટે એસઆરપીએફના જવાનો ટેવાયેલા નથી જેથી હાલમાં એસઆરપીએફના જવાનોને અત્યંત કીચકાણ અને ગીચ વિસ્તારોમાં પેટ્રોલીંગમાં જવું પડતું હોવાથી તેઓ પણ અવઢવમાં મુકાયા છે.  એસઆરપીએફનો બંદોબસ્ત 30 સુધી લંબાવાયો

  વનકરમીઓની હડતાલના પગલે એસઆરપીએફના જવાનોનો બંદોબસ્ત 16 સપ્ટેમ્બર સુધી રખાયો હતો પરંતુ 16 સપ્ટેમ્બર સુધીમાં વનકર્મીઓની હડતાલ લો નિરાકરણ ન આવતા સીઆરપીએફના જવાનોનો બંદોબસ્ત 30 સપ્ટેમ્બર સુધી વધારવામાં આવ્યો છે.  1987 માં પણ 42 દિવસ હડતાલ થઈ હતી પરંતુ પરિણામ નિષ્ફળ

  વન વિભાગ ના કર્મચારીઓએ 1987માં પણ 42 દિવસ સુધી હડતાલ કરી હતી. આ 42 દિવસ સુધી હડતાલમાં ગાંધીનગર ખાતે વન કરમી હોય એ ધરણા કર્યા હતા. જેમાં સરકારે સમગ્ર માંગણી સ્વીકારી ન હતી અને પોલીસ પાસે દંડા મારવી અને હડતાલને નિષ્ફળ બનાવી હતી
  Published by:Santosh Kanojiya
  First published:

  Tags: Asiatic Lion, Gir Lion, Junagadh news

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन