Home /News /junagadh /Junagadh : અહીં યોજાય છે ખાસ નવરાત્રી, અંધ દીકરીઓ અને દિવ્યાંગ બાળકોને ગરબે રમતા જોઇને દંગ રહી જશો

Junagadh : અહીં યોજાય છે ખાસ નવરાત્રી, અંધ દીકરીઓ અને દિવ્યાંગ બાળકોને ગરબે રમતા જોઇને દંગ રહી જશો

કાર્યક્રમનું

કાર્યક્રમનું આયોજન કરનાર સંસ્થાના ટ્રસ્ટીઓ

જૂનાગઢની વિકલાંગ વિદ્યાર્થી વર્તુળના વડપણ હેઠળ આ સમગ્ર કાર્યક્રમનું ચાર સંસ્થાઓને સાથે રાખીને આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં 80 વિદ્યાર્થીઓ જોડાયા હતા અને પોતાની નૃત્ય કલા લોકો સમક્ષ રજૂ કરી હતી.

    ASHISH PARMAR JUNAGADH : જૂનાગઢમાં ભુતનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં દિવ્યાંગ બાળકો અને અંધ દીકરીઓના રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોતાની આંતરિક શક્તિઓથી જોઈને ગરબે ઘૂમતી અંધદીકરીઓ અને પોતાની શક્તિઓથી બધાને પરિચય કરાવતા માનસિક દિવ્યાંગ બાળકો નૃત્ય કરી સૌ કોઈને અચંબામાં મૂકી દીધા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા આઠ વર્ષથી આ રીતે જ અહીં આયોજન કરવામાં આવે છે અને આ દિવ્યાંગ બાળકોની કલા જોઈને દાનની સરવાણી પણ શરૂ રહેતી હોય છે જૂનાગઢમાં આવી અનેક સંસ્થાઓ છે કે જેમાં બાળકોને સ્વસ્થ થવા માટે જરૂરી સારવાર, શિક્ષણ તથા અનેક તાલીમ આપવામાં આવે છે.


    વિકલાંગ વિદ્યાર્થી વર્તુળ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું આયોજન

    આ સંપૂર્ણ આયોજન વિકલાંગ વિદ્યાર્થી વર્તુળ ટ્રસ્ટ દ્વારા સંસ્થાઓને સાથે રાખીને કરવામાં આવ્યું હતું જેમાં સત્યમ સેવા યુવક મંડળની અંધ દીકરીઓ, મંગલમૂર્તિ માનસિક વિકલાંગ ટ્રસ્ટના બાળકો , સાંત્વન એજ્યુકેશન ટ્રસ્ટ, સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ તથા આસ્થા એજ્યુકેશન ટ્રસ્ટ કેશોદ આમ કુલ 70 બાળકોએ પોતાની કલાઓ લોકો સમક્ષ રજૂ કરી હતી


    છેલ્લા આઠ વર્ષથી કરવામાં આવે છે આયોજન

    આ સંસ્થા દ્વારા છેલ્લા આઠ વર્ષથી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ભૂતનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં છેલ્લા આઠ વર્ષથી દિવ્યાંગ બાળકોને અહીં ગરબે ઘૂમે છે. અંધ દીકરીઓ પણ આ વખતે પોતાની આંતર ચક્ષુ થી જાણે નિહાળી શકતી હોય તે રીતે ગરબે ઘૂમી અને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ચાર સંસ્થાના 80 બાળકો તથા દીકરીઓએ અહીં પોતાની કલા રજૂ કરી હતી

    બાળકોને પ્રવાસે લઈ જવાશે

    વિકલાંગ વિદ્યાર્થી વર્તુળ પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે આવનારા દિવસોમાં આ દિવ્યાંગ બાળકોને પ્રવાસ કરાવવાનું ઇચ્છીએ છીએ જેમાં અલગ અલગ સ્થળોએ તેમને લઈ જઈ અને સ્થળો વિશે માહિતી આપવા માટે પ્રયત્નશીલ છીએ અને તેઓ વધુમાં વધુ રીતે સારું સમજી શકે બહારની દુનિયા કેવી છે તે જાણી શકે તે બાબતે પણ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ.
    First published:

    Tags: Navratri 2022, જૂનાગઢ, દિવ્યાંગ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन