Ashish Parmar Junagadh : જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનનું ઓપન માર્કેટમાં ખેડૂતો દ્વારા વેંચાણ કરવામાં આવી રહ્યું છે.ત્યારે આજે સમગ્ર ગુજરાતનો સૌથી ઊંચા ભાવે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સોયાબીન નો ભાવ બોલાયો હતો. 20 કિલોના 1458 રૂપિયા ભાવની બોલી લાગતા ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ગયા હતા.ટેકાના ભાવ કરતાં સારા ભાવ મળતા હાલમાં ઓપન માર્કેટમાં ખેડૂતો પોતાના પાક વેચવાનું વધુ પસંદ કરી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે ,દિવાળી પહેલા પણ આ રીતે ઓપન માર્કેટમાં સારા ભાવ મળતા મગફળીનું વેચાણ પણ સારું એવું રહ્યું હતું અને હવે દિવાળી બાદ મગફળીના વેચાણ સહિત હાલમાં સોયાબીન નું વેચાણ પણ ભરપૂર પ્રમાણમાં થઈ રહ્યું છે.
મગફળી પણ ઓપન માર્કેટમાં ખૂબ વેચાય
સામાન્ય રીતે મગફળી સહિતના પાકોનું વેચાણ દિવાળી પછી લાભ પાચમથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી હોય છે પરંતુ ખેડૂતો દ્વારા ઓપન માર્કેટમાં આ સમગ્ર પાકને વેચાણ માટે મૂકવામાં આવ્યા હતા. જેથી ઓપન માર્કેટમાં સામાન્ય દિવસોના ભાવ કરતાં વધુ ભાવ આવતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા અને હાલમાં પણ સોયાબીનની જે પ્રકારે વેચાણ થઈ રહ્યું છે તે ઓપન માર્કેટમાં સારા ભાવ મળ્યા હતા જેથી હવે ટેકાના ભાવ કરતા ઓપન માર્કેટમાં વેચાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે.
સૌથી વધુ ભાવ 20 કિલોના 1,458 બોલાયા
આજે સમગ્ર ગુજરાતમાં જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 1458 રૂપિયા ભાવ બોલાયા હતા. સોયાબીન વેચાણનો આ બોલી નો ભાવ સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક કે રહ્યો હતો આ સોયાબીનની સંગમ ફૂલે નામની જાત છે જે સૌથી ઊંચી જાત માનવામાં આવે છે અને સૌથી સારો પાક હોય સૌથી વધુ ભાવ ખેડૂતોને મળ્યો હતો.
રોજની 15000 ગુણી ની આવક
હાલ છેલ્લા ત્રણ દિવસથી માર્કેટિંગ યાર્ડમાં રોજની 15 થી 20 હજાર ગુણીની આવક નોંધાય છે ,જેમાં સોયાબીનના સારામાં સારા ભાવ મળતા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો દ્વારા પોતાના પાકનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.