જૂનાગઢ: રાજ્યમાં ગુનાખોરીનો ગ્રાફ વધતો જોવા મળી રહ્યો છે. એક પછી એક ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે જૂનાગઢમાં એક એવી જ હચમચાવતી ઘટના સામે આવી છે. અહીં સગીરા સાથે સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. સ્કૂલમાં અભ્યાસ કરતી સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવતાં પોલીસ દોડતી થઇ છે. ત્રણ શખ્સોએ છરી બતાવી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.
સગીરાએ સ્કૂલે જવાનું બંધ કરી દેતાં મામલો સામે આવ્યો
મળતી માહિતી અનુસાર, જૂનાગઢમાં એક સગીરા સાથે સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. ધોરણ 8માં અભ્યાસ કરતી સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ત્રણ શખ્સોએ સગીરાને છરી બતાવી 6 વાર દુષ્કર્મ આચર્યું હતું. આરોપીઓએ સગીરાનું અપહરણ કરી અલગ-અલગ જગ્યાએ લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતું. આટલું જ નહીં, નરાધમોએ સગીરાને ધમકી આપી હતી. સગીરાને તેના માતા-પિતા અને ભાઈને મારી નાખવાની ધમકી આપી હતી. જોકે, સગીરાએ સ્કૂલે જવાનું બંધ કરી દેતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો.
અમદાવાદમાં દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં જ વટવામાં સાવકા પિતાએ સગીરા પર દુષ્કર્મ ગુજારતા તેની ધરપકડ કરવામાં આવી હતી. બીજી તરફ આનંદનગરમાં પરણિતાના પતિના મિત્રએ તેની પર દુષ્કર્મ ગુજારતા તેની પણ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે પૂર્વ વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મની વધુ એક ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.
પિતાનાં મિત્રએ જ સગીર દીકરીની વારંવાર લૂંટી ઇજ્જત
અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા વસ્ત્રાલ ગામમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે. જેમાં આરોપી અન્ય કોઈ નહીં પરંતુ સગીરાના પિતાનો મિત્ર હોવાનું સામે આવ્યું છે. નવરાત્રીના સમયગાળા દરમિયાન એક દિવસે સગીરાના ઘરે પિતાનો મિત્ર આવ્યો હતો અને તેને મજૂરી કામ માટે લઈ જવાનું કહીને પોતાની મોટરસાયકલ ઉપર બેસાડી અવાવરુ જગ્યા પર લઈ ગયો હતો અને સગીરાની મરજી વિરુદ્ધ તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ વાતની કોઈને જાણ કરી તો તારા માતા-પિતાને મારી નાંખીશ તે પ્રકારની સગીરાને ધમકી આપતા સગીરા ડરી ગઈ હતી.