મધ્યમ વર્ગીય પરિવારને પણ ધ્યાનમાં રાખીને અલગ અલગ પ્રકારની અવનવી ડિઝાઇનમાં કંકોત્રીઓ ઉપલબ્ધ થઈ રહી છે જેમાં હાલમાં વર કન્યાનું નામ સૌથી સારી રીતે કઈ પેટર્ન હાઈલાઈટ થાય તેવું પરિવાર ઈચ્છી રહ્યો હોય છે.
Ashish Parmar Junagadh: હિન્દુ સંસ્કૃતિ મુજબ લગ્ન એ પવિત્ર બંધન છે. છેલ્લા બે વર્ષથી કોરોના કાળમાં લોકો છૂટથી મહેમાનોને બોલાવી અને પોતાના ઘરના પ્રસંગને વ્યવસ્થિત માણી શક્યા નહોતા પરંતુ હાલમાં કોરોનાની ગાઇડલાઇનથી છુટકારો મેળવીને હવે લોકો હર્ષોલ્લાસથી પોતાના ઘરનો પ્રસંગ માણી શકશે. ત્યારે દિવાળી બાદ નવા વર્ષની શરૂઆત થતાં જ લગ્નસરાની સિઝન પણ શરૂ થઈ જતી હોય છે ત્યારે આ લગ્નની સિઝનમાં કંકોત્રીનું અનેરુ મહત્વ હોય છે. દરેક પરિવારના લોકોને પોતાની કંકોત્રી કઈ રીતે સર્વશ્રેષ્ઠ લાગે તે માટે હંમેશા પ્રયત્ન રહેતો હોય છે.
જૂનાગઢના સગુન કાર્ડ શોપમાં અવનવા અને જુદી જુદી ઘણી પેટર્નના ઇન્વિટેશન કાર્ડ સહિત ની વસ્તુઓ ખજાનો જોવા મળ્યો જેમાં અવનવી રેન્જ સાથે અલગ અલગ કંકોત્રીઓ લોકોનું ધ્યાન ખેંચી રહી છે. 1981 થી એટલે કે લગભગ 41 વર્ષથી કંકોત્રીના વ્યવસાય સાથે જોડાયેલા તેજસભાઈ ભીમજીયાણીએ પહેલાના સમય અને હાલના સમયના કંકોત્રીમાં આવેલા ટ્રેન્ડની અને લોકોની માંગ વિશે વાતચીત કરી હતી.
સાત રૂપિયાથી લઈને ₹300 સુધીની બને છે કંકોત્રી
દરેક વ્યક્તિનું પોતાનું બજેટ અલગ અલગ હોય છે. તવંગર પરિવાર લગ્ન પાછળ ખર્ચને ધ્યાને લેતા નથી પરંતુ દરેક વસ્તુ માટે એક અલગ બજેટ હોય છે. ત્યારે દરેકને બજેટને અનુકૂળ પડે તે રીતે હાલમાં એક નંગ કંકોત્રી સાત રૂપિયાથી લઈને 300 રૂપિયા સુધીની બને તે રીતની દરેક ડિઝાઇન આ શોપ પર ઉપલબ્ધ છે.
આ રહી લોકોની માંગ
હાલમાં બજેટ કોઈપણ હોય પરંતુ દરેક વ્યક્તિને પોતાની કંકોત્રી બધાથી શ્રેષ્ઠ અને અલગ દેખાય તે માટે હંમેશાં માંગ રહેતી હોય છે ત્યારે કંકોત્રીનું લખાણ સ્પષ્ટ સુવાચ્ય અને સ્વચ્છ હોય તે બાબતે દરેક લોકો વધારે ધ્યાન દે છે સાથે ગુજરાતી સંસ્કૃત હિન્દી અને અંગ્રેજી આ ચાર ભાષા નું સમન્વય સાથેની કંકોત્રી પણ હાલમાં ખૂબ જ માંગમાં છે.
સંસ્કૃતના શ્લોકો સાથે પણ કંકોત્રીની રહે છે માંગ
હિન્દુ સંસ્કૃતિ મુજબ લગ્ન અગ્નિની સાક્ષી એ થતા હોય છે તથા બ્રાહ્મણ દ્વારા સંસ્કૃતના શ્લોકો વાંચી અને લગ્ન કરાવવામાં આવે છે ત્યારે આ સંસ્કૃતિને અનુસરીને હવે કંકોત્રીમાં પણ સંસ્કૃતના વૈદિક શ્લોકો તથા ટ્રેડિશનલ લુકમાં સૌથી સારી બનાવવા માટે લોકો ઉત્સુક બન્યા છે.
પાંચ વર્ષ પહેલાના હાલમાં શું તફાવત છે
આજથી પાંચ વર્ષ પહેલા કંકોત્રી નો કાગળ બે રૂપિયાથી ત્રણ રૂપિયામાં પડતો હતો જેની હાલમાં કિંમત વધીને પાંચથી દસ રૂપિયા થઈ ગયેલી છે પહેલાના સમયમાં લોકોને અવનવી ડિઝાઇનના વિકલ્પો મર્યાદિત મળતા હતા. આ સાથે ક્વોલિટી ગ્રાહકોની ઈચ્છા પ્રમાણેની ડિઝાઇન જે મર્યાદિત પ્રમાણમાં જ ઉપલબ્ધ હતી પરંતુ હાલમાં ઓછામાં ઓછી 1000 ડિઝાઇન તો દરેક કંકોત્રી શોપ પર મળી જાય તે રીતે ટ્રેન્ડ ચાલી રહ્યો છે.