Junagadh accident CCTV footage: પરિવારે આક્ષેપ લગાવ્યો છે કે એસ.ટી.નો ડ્રાઇવરે બેદરકારીથી બસ ચલાવી રહ્યો હોવાથી અકસ્માત થયો હતો. તહેવારોના દિવસોમાં જ મોતનો બનાવ બનતા પરિવાર શોકમગ્ન બની ગયો છે. આ સમગ્ર બનાવ ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગયો હતો.
જૂનાગઢ: જૂનાગઢ જિલ્લામાં અકસ્માત (Junagadh accident)નો એક બનાવ બન્યો છે. આ બનાવના સીસીટીવી ફૂટેજ (CCTV footage) પણ સામે આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે જૂનાગઢના મેંદરડાના સાસણ રોડ પર અકસ્માતનો બનાવ બન્યો હતો. જ્યાં એક એસ.ટી. બસ ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો હતો. બસની ટક્કર બાદ બાઇક ચાલક દૂર સુધી ફંગોળાયો હતો. અકસ્માતમાં બાઈક ચાલક ફોરેસ્ટ ગાર્ડ તુષારભાઈ લીંબડીયા (Tusharbhai Limbadiya)નું મૃત્યુ થયું છે. એસ.ટી. બસ રાજકોટથી ઉના તરફ જઈ રહી હતી.
પરિવારે આક્ષેપ લગાવ્યો છે કે એસ.ટી.નો ડ્રાઇવરે બેદરકારીથી બસ ચલાવી રહ્યો હોવાથી અકસ્માત થયો હતો. તહેવારોના દિવસોમાં જ મોતનો બનાવ બનતા પરિવાર શોકમગ્ન બની ગયો છે. આ સમગ્ર બનાવ ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગયો હતો.
સીસીટીવી ફૂટેજ
સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે એક બાઇક ચાલક રોડ પર નીચે પટકાયો હતો. આગળ જતી કાર ઊભી રહેતા તેની સાથે બાઇકની ટક્કર થઈ હોવાનું સીસીટીવીમાં જોઈ શકાય છે. જે બાદમાં બીજો એક બાઇક સવાર તેની મદદે આવે છે અને વ્યક્તિને ઊભા થવામાં તેમજ બાઇક ઊભું કરવામાં મદદ કરે છે. આ દરમિયાન બંને વ્યક્તિઓ બાઇકને લઈને સામેની બાજુએ જતા હતા ત્યારે જ અચાનક એસ.ટી. બસ ધસમસતી આવે છે અને બાઇક ચાલકને ટક્કર મારી દે છે.
અમદાવાદમાં હિટ એન્ડ રન
અમદાવાદ શહેરમાં મોડી રાત્રે હીટ એન્ડ રન (Hit and run)નો એક બનાવ બન્યો છે. જેમાં એક ઓડી કાર (Audi car) ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો હતો. અકસ્માત બાદ ઓડી કાર ચાલકે યુવકને રોડ પર દૂર સુધી ઢસડ્યો હતો, જેના પગલે મૃતકના શરીરના અંગો ક્ષતવિક્ષત થઈ ગયા હતા. આ મામલે એલ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક યુવકની ઉંમર 25 વર્ષ છે. મૃતક યશ ગાયકવાડ ઝુંડાલની રહેવાશી હોવાનું સામે આવ્યું છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માત, ચારનાં મોત
ખેડા જિલ્લામાં ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોનાં કમકમાટી ભર્યાં મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ-વડોદરા એક્સપ્રે વે (Ahmedabad–Vadodara Expressway) પર અકસ્માત થયો છે. અમદાવાદથી વડોદરા જતી એક કારને અકસ્માત નડ્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ચાર લોકોના કમકમાટી ભર્યાં મોત થયા છે. મૃતકોમાં બે મહિલા, એક પુરુષ અને એક અઢી વર્ષના બાળકનો સમાવેશ થાય છે. તમામ મૃતકો અમદાવાદ શહેરના વટવાના રહેવાસી છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
ગઢડાના BAPS મંદિરમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો પૂજારીનો મૃતદેહ
જન્માષ્ટમીના પાવન દિવસે ગઢડામાંથી (Gadhada BAPS) દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. ગઢડાના BAPS મંદિરમાંથી શંકાસ્પદ હાલતમાં પુરૂષનો મૃતદેહ મળી આવ્યો છે. પ્રતાપસિંહ સિંધા નામના વ્યક્તિ BAPS મંદિરમાં પૂજારી તરીકે કામ કરતા હતા. આજે વહેલી સવારે મંદિરમાંથી મૃત હાલતમાં તેમનો મૃતદેહ મળી આવ્યો છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)