જૂનાગઢનાં ભવનાથમાં ચાલી રહેલા શિવરાત્રીનાં મેળામાં રાજકોટનાં સંત ભૈરવગીરીએ 11 હજાર રૂદ્ઘાક્ષ ધારણ કર્યા છે. જેનો વજન અંદાજે 15 કિલોથી વધુ થાય છે. માથાથી લઇને પગ સુધી રૂદ્રાક્ષ જોવા મળે છે.
Ashish Parmar, Junagadh : મહાશિવરાત્રીના મેળામાં અનેક વિભૂતિઓ હાજર હોય છે. ગુજરાતભરમાંથી લોકો સંતોનાં દર્શન કરવામાં માટે આવે છે. મેળામાં 11 હજાર રુદ્રાક્ષધારી એક સંતના દર્શન કરવા લોકો ઉમટી રહ્યાં છે. રાજકોટના સંત ભૈરવગીરી રૂદ્રાક્ષધારીએ 11 હજાર રૂદ્રાક્ષ ધારણ કર્યા છે.
11000 રૂદ્રાક્ષ કરે છે ધારણ
આ સાધુએ એક નહીં, બે નહીં પરંતુ પૂરા અગિયાર હજાર રૂદ્રાક્ષની માળાઓથી શણગાર કર્યો છે.ભવનાથના મેળામાં સાધુ-સંતો દૂર દૂરથી ઊમટી પડે છે. ત્યારે જૂનાગઢના શિવરાત્રી મેળામાં આવા જ ભૈરવ ચેતન ગીરી નામના સંત એ રૂદ્રાક્ષનો મહિમા જાણતા હોવાથી તેઓએ પગથી માથા સુધી 11000 રૂદ્રાક્ષની માળાઓ ધારણ કરી છે. જેનું વજન અંદાજિત 15 થી 20 કિલો ઉપરનું થતું હશે.સવારથી લઈને રાત્રે મોડે સુધી શરીર ઉપર ધારણ કરી અને મેળામાં આવતા ભાવિકોને દર્શન આપે છે.
રૂદ્રાક્ષનું આ રહે છે મહત્વ
રૂદ્રાક્ષ તમામ લોકો માટે ખૂબ જ આશીર્વાદ સમાન થાય છે. કારણ કે રૂદ્રાક્ષ પહેરવાથી લોહીનું પરિભ્રમણ નિયમિત થાય છે અને હૃદયને નુકસાન ઓછું પહોંચે છે. તેમજ રૂદ્રાક્ષના અનેક ફાયદાઓ પણ શરીરને થાય છે. ત્યારે 11000 રૂદ્રાક્ષ ધારણ કરી સાધુ ભૈરવગીરી ચેતન ગીરી મેળામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ રીતે મેળામાં આવતા અલગ અલગ અનેક વિભૂતિઓ પોતાના અલગ અલગ વિશેષતા સાથે લોકોને પ્રભાવિત કરે છે. આ સાથે લોકો પણ આ વિભૂતિઓના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરે છે.