Junagadh News : આજરોજ તા.24મી સપ્ટેમ્બર ના રોજ જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં ચેરમેને જૂનાગઢના ધોવાઈ ગયેલાં રસ્તા અંગે કહી આ વાત
Junagadh News : તાજેતરમાં જૂનાગઢ (Junagadh Rains) શહેરમાં પડેલ અતિભારે વરસાદથી થોડા સમય પહેલા બનાવવામાં આવેલ રસ્તા સંપૂર્ણપણે (Roads Washed Away in Junagadh After Rains) ધોવાઈ ગયાં છે, શહેરના મુખ્ય માર્ગો પર મસમોટા ખાડા પડ્યાં છે. જૂનાગઢ મહાનગરપાલિકા (Junagadh Municipal Corporation) દ્વારા અંદાજે ચાર મહિના પહેલા કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ તમામ રસ્તાઓ ધોવાઈ ગયાં છે, પરિણામે તંત્રની પોલ ચતી થઈ છે. આ કામગીરીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર (Corruption Allegation in Junagadh Roads Works by JMC Opposition) થયો હોવાનું વિપક્ષ દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
ત્યારે આજરોજ જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અનેક મુદ્દાઓ સાથે જૂનાગઢના બિસમાર થયેલા રસ્તાઓ વિશે પણ ચર્ચા કરવામાં આવી. જેના તારણ સ્વરૂપે જૂનાગઢ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાકેશભાઈ ધુલેશિયાએ જણાવ્યું કે, આજરોજ મળેલી બેઠકમાં રોડનો ગેરેન્ટી પિરિયદ શું હોય તે અંગે ચર્ચા થઈ, ઉપરાંત કોન્ટ્રાક્ટરને આજના દિવસે કમિટી બનાવી ત્રણ ઝોનમાં કામગીરી સોંપવામાં આવી છે. જે જે જગ્યાએ રોડ ધોવાઈ ગયાં છે, તેને સંપૂર્ણપણે ફરીથી તેના ઉપર લેયરિંગ કરીને રસ્તાને નવું રૂપ આપવામાં આવશે. ₹22 કરોડના ખર્ચે દિવાળી સુધીમાં રસ્તાની કામગીરી પૂર્ણ થઈ જશે, જેણે અગાઉ રોડ બનાવ્યાં હતા, એ જ કોન્ટ્રાક્ટર ફરી પાછા ધોવાયેલા રસ્તાનું રીપેરીંગ કરશે.
બીજી બાજુ વિપક્ષના નેતાઓએ આક્ષેપ કરતાં કહ્યું કે, જૂનાગઢ શહેર ઉપરથી ચોમાસુ જાય એટલે રસ્તાને લઈને ખુબજ વિકટ પરિસ્થિતિ સર્જાય છે. જૂનાગઢ ખાડાગઢ તરીકે પ્રખ્યાત થાય તેવું લાગી રહ્યું છે! રોડ-રસ્તાની કામગીરીમાં મહાનગરપાલિકા દ્વારા મસમોટો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. લોકો આ સમસ્યાથી હેરાન-પરેશાન છે, ત્યારે ટુંકજ સમયમાં જૂનાગઢના રસ્તાની સમસ્યા સુધારવા તંત્રને વિનંતી કરવામાં આવી છે, અન્યથા ઉગ્ર આંદોલનનો જવાબ આપવો પડશે!