વંથલીનાં ગોદાઇ ટોલ બુથ ઉપર મારામારી થઇ હતી. કાર ચાલકે અધિકારી તરીકે ઓળખાણ આપી હતી. બુથનાં કર્મચારીઓએ આઇ કાર્ડ માંગ્યું હતું. આ મુદે મારામારી થઇ હતી. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.
Ashish Parmar, Junagadh: જૂનાગઢના વંથલી નજીક ગાદોઇ ટોલ બુથ આવેલું છે. આ ટોલ બુથ પર આજે ટોલ ટેક્સ ભરવા મુદ્દે બબાલ થઈ હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. ટોલ ટેક્સના કર્મચારી સાથે થયેલી સમગ્ર મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. એક અધિકારી તરીકેની ઓળખ કાર સવાર દ્વારા આપવામાં આવી હતી. ટોલ કર્મચારી દ્વારા આઈકાર્ડ માંગતા મામલો બિચક્યો હતો અને મારામારી થઈ હતી.
અધિકારી તરીકેની આપી ઓળખ
વંથલી ગાદોઈ ટોલ ટેક્સ પર આવેલા એક કાર ચાલકે પોતે અધિકારી તરીકેની ઓળખ આપી હતી. બાદ ટોલ કર્મચારીઓ આઈકાર્ડ માંગ્યું હતું.
આઇકાર્ડ માંગતા જ મામલો બિચક્યો હતો અને આ મામલે મારામારી થઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.