junagadh news: કોરોનાની પહેલી લહેર (corona first wave) અને ખાસ કરીને બીજી લહેરમાં (corona second wave) થયેલી અવ્યવસ્થાને કારણે લોકોએ પોતાના જીવ ન ગુમાવવા પડે તે માટે પૂરતાં ઓક્સિજન (Oxygen) સાથેના બેડ અને બીજી તમામ તબીબી (doctor) સૌલતો અત્યારથી જ તૈયાર કરી દેવામાં આવી છે.
જૂનાગઢઃ કેટલાક નિષ્ણાંતોના (Experts) મતે ગત તહેવારોમાં (Festivals) અનેક જાહેર જગ્યાઓ અને ફરવાલાયક સ્થળોએ ઉમટી પડેલી માનવ મેદનીમાં મોટાભાગના લોકો સોશિયલ ડિસ્ટનસિંગ અને માસ્ક વગેરે સાવચેતી પ્રત્યે બેદરકારી દાખવતા જોવા મળ્યા હતા, ત્યારે રાજ્યમાં અનેક જગ્યાએ થયેલા મેળાવડાને કારણે એવી આશંકા વ્યક્ત થઈ રહી છે કે, ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર (corona virus third wave in Gujarat) આવી શકે છે!
જેને પગલે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં અગાઉથી જ તૈયારીઓ કરી દેવામાં આવી છે. પહેલી અને ખાસ કરીને બીજી લહેરમાં થયેલી અવ્યવસ્થાને કારણે લોકોએ પોતાના જીવ ન ગુમાવવા પડે તે માટે પૂરતાં ઓક્સિજન સાથેના બેડ અને બીજી તમામ તબીબી સૌલતો અત્યારથી જ તૈયાર કરી દેવામાં આવી છે.
આ અંગે વાત કરતાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો.સુશીલ કુમારએ જણાવ્યું કે, સંભવિત કોરોનાની ત્રીજી લહેર જો આવે તો, જૂનાગઢ સિવિલ હોસ્પિટલ તેની સામે લડી લેવા માટે બિલકુલ તૈયાર છે! બીજી લહેર દરમિયાન સિવિલ હોસ્પિટલ ખાતે 707 ઓક્સિજન બેડ હતાં, જેની સંખ્યા વધારીને હાલમાં 1100 કરી દેવામાં આવી છે. તેમ છતાં જો દર્દીની સંખ્યામાં વધારો થશે તો, 400 બેડનો સમાવેશ કરતો એક ડોમ ઉભો કરવામાં આવશે. આમ કુલ 1500 જેટલા ઓક્સિજન સિવિલ હોસ્પિટલ ખાતે તૈયાર રહેશે.
સાથોસાથ બીજી લહેર દરમિયાન 100 વેન્ટિલેટર હતા, જેની સંખ્યા વધારો કરીને 257 જેટલા વેન્ટિલેટર હાજર કરાવવામાં આવ્યા છે. આ સાથે જરૂરી તમામ દવાઓ અને કન્ઝ્યુમરેબલ આઇટમ્સ ની ઝડપી આયાત થઈ રહી છે.
ઓક્સિજન માટે ખાસ PSA પ્લાન્ટ ઉભા કરવામાં આવ્યો છે. જે અંતર્ગત 1000 લીટર/મિનિટના બે પ્લાન્ટ અને 500 લીટર/મિનિટ નો એક પ્લાન્ટ મળીને સિવિલ હોસ્પિટલમાં પ્રતિ મિનિટ કુલ 2500 લીટર ઓક્સિજન જનરેટ કરી શકાય, તેવી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. આમ, જૂનાગઢ સિવિલ હોસ્પિટલ સંભવિત કોરોનાની ત્રીજી લહેર આવે તો, તેની સામે લડી લેવા માટે તૈયાર છે! તેવું જણાવાયું છે.