Home /News /junagadh /દીકરીઓ સાથે ઐયાસી કરવાનાં પ્રશ્નમાં રાજ ભારતી બાપુએ કહી હતી આવી વાત

દીકરીઓ સાથે ઐયાસી કરવાનાં પ્રશ્નમાં રાજ ભારતી બાપુએ કહી હતી આવી વાત

સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય પ્રમુખ ડૉ. જ્યોતિર્નાથ અને રાજ ભારતી બાપુની ફાઇલ તસવીર.

Junagadh News: યુવતીનાં માતાપિતા ભારતીબાપુને ખૂબ માનતાં હતાં તેથી યુવતી રાજ ભારતીના સંપર્કમાં આવી હતી.

    અમદાવાદ: જૂનાગઢમાં ભારતી આશ્રમના શિષ્ય અને ઝાંઝરડાના ખેતલિયા દાદા મંદિરના મહંત રાજ ભારતી બાપુએ લમણે ગોળી મારીને આપઘાત કરી લેતા અનેક તર્ક વિતર્ક સામે આવ્યા છે. બાપુની કથિત 35 ઓડિયો, 29 પેજ વોટ્સએપ ચેટ, 9 પાનનો નનામો પત્ર પણ વાયરલ થયો હતા. તેમના આ કથિત વાયરલ વીડિયો અને ઓડિયોની ચર્ચા જોરશોરથી થવા લાગતા મંગળવારે લમણે ગોળી મારી આપઘાત કરી લીધો હતો. તેમણે ખાડિયા ખાતે આવેલી તેમની વાડીમાં જ આપઘાત કરી લીધો હતો. આપઘાત બાદ અનેક સંતોના નિવેદનો પણ સામે આવ્યાં છે. જેમાં ડૉ. જ્યોતિર્નાથે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, તેમણે બે મહિના પહેલાં જ રાજ ભારતીને ચેતવ્યા હતા.

    'સંયમમાં રહેવાનું કહ્યુ હતુ'


    ડો. જ્યોતિર્નાથે આ અંગે વાત કરતા જણાવ્યું હતુ કે, બે મહિના પહેલાં મેં રાજ ભારતીને ચેતવ્યા હતા. તેમને જણાવ્યુ હતુ કે, સંતે સંયમમાં રહેવું જોઇએ. આખરે તેનું પરિણામ ભોગવવું પડ્યું. તેમણે વધુમાં જણાવ્યુ કે, જે વીડિયો અમારી પાસે જૂન મહિનાથી છે તે અત્યારે છાપરે ચડીને બહાર આવ્યો છે. એક દીકરીએ આ અંગેની ફરિયાદ દાખલ કરવાની તૈયારી કરી લીધી હતી. એવા સંજોગોમાં રાજ ભારતી પાસે કોઇ વિકલ્પ રહ્યો ન હતો. તેથી તેમણે આ પગલું ભર્યું છે.

    'બાપુ દીકરીઓ સાથે ઐયાસી કરતા'


    તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, પાપનો ઘડો ભરાઇ જાય ત્યારે પાપ છાપરે ચડીને પોકારે છે એ કહેવાત સાર્થક થતી દેખાય છે. રાજ ભારતીબાપુ ઘણા સમયથી છકી ગયા હતા. તેઓ દારૂની પાર્ટીઓ કરતા, ભગવો ઉતારી ટીશર્ટ-બરમુડા અને હાફ પેન્ટમાં ફરતા. દીકરીઓ સાથે ઐયાસી કરતા હતા.

    આ પણ વાંચો: રાજ ભારતી બાપુએ આપઘાત પહેલા કોની કોની સાથે કરી હતી વાત?

    'યુવતીને કેફી પીણું પીવડાવ્યું હતુ'


    તેમણે જણાવ્યું કે, રાજ ભારતીબાપુ સામે પહેલી ફરિયાદ લઇને આવી હતી તે યુવતી મૂળ સૌરાષ્ટ્રની છે અને મુંબઇ રહે છે. યુવતીનાં માતાપિતા ભારતીબાપુને ખૂબ માનતાં હતાં તેથી યુવતી રાજ ભારતીના સંપર્કમાં આવી હતી. જ્યાર બાદ કોઇ કેફી પીણું પીવડાવી રાજ ભારતીએ દુષ્કર્મ આચર્યું હતું, તેવું યુવતીએ જણાવ્યું હતુ.
    " isDesktop="true" id="1326270" >

    'આ બધું ખોટું છે'


    ડો. જ્યોતિર્નાથે મીડિયા સાથેની વાતચીતમાં એમ પણ સ્વીકાર્યુ હતુ કે, આ અંગે જ્યારે રાજ ભારતી બાપુને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યુ હતુ કે આ બધું જ ખોટું છે. આવું કાંઇ છે જ નહીં.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: આપઘાત, ગુજરાત, જૂનાગઢ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन