Home /News /junagadh /Junagadh : ... તો કેરી થશે મોંઘી, સોરઠમાં વરસાદી માહોલ વચ્ચે છાંટા પડવાનું શરૂ

Junagadh : ... તો કેરી થશે મોંઘી, સોરઠમાં વરસાદી માહોલ વચ્ચે છાંટા પડવાનું શરૂ

જૂનાગઢ જિલ્લામાં કવાતાવરણમાં પલટો આવ્યો છે. બે દિવસથી વાદળછાયુ વાતાવરણ છે. વરસાદ થવાની સંભાવનાં છે. વરસાદ થયો તો કેરી સહિતનાં પાકને ભારે નુકસાન થશે

જૂનાગઢ જિલ્લામાં કવાતાવરણમાં પલટો આવ્યો છે. બે દિવસથી વાદળછાયુ વાતાવરણ છે. વરસાદ થવાની સંભાવનાં છે. વરસાદ થયો તો કેરી સહિતનાં પાકને ભારે નુકસાન થશે

    Ashish Parmar, Junagadh : જૂનાગઢમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા બે દિવસથી જૂનાગઢમાં વાદળછાયું વાતાવરણ છે. શહેરમાં વરસાદી માહોલ દેખાઇ રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં વરસાદ પડે તો કેરી સહિતનાં પાકને વ્યાપક નુકસાન થવાની ભીતી છે. જૂનાગઢ શહેરમાં સવારમાં વરસાદી છાંટા પડ્યાં હતાં. વરસાદથી કેરીનાં પાકને ભારે નુકસાન થઇ શકે તેમ છે. કેરીનાં પાકને નુકસાન થયું તો કેરી મોંઘી થશે.

    હવામાન વિભાગની આગાહી
    સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ વરસી શકે છે. જેથી આ આગાહીના પગલે જૂનાગઢમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ વાતાવરણના પગલે વરસાદ થવાની શકયતા છે.

    થોડા દિવસ પહેલા ખાબક્યો હતો વરસાદ
    હાલમાં થોડા દિવસો પહેલા જ જૂનાગઢ જિલ્લાનાં વિસાવદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ત્રણ ઇંચ થી વધુ વરસાદ ખાબક્યો છે અને ઘઉં સહિતનો ઉભો પાકનો સોંથ વળી ગયો છે. ત્યારે જો હજુ વરસાદ પડશે તો આ વખતે ખેતીમાં પાકની માઠી અસર થશે.

    સરવેની કામગીરી શરૂ થઈ
    જૂનાગઢના વિસાવદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના ધોધમાર વરસાદને લીધે પાકને નુકસાન થયું હતું. આ વિસ્તારોમાં સ્થાનિક વિસ્તરણ અધિકારી(ખેતી), ગ્રામસેવક, તલાટીમંત્રી, સરપંચ તથા સ્થાનિક ખેડૂત પ્રતિનિધિઓને સાથે રાખી હાલ તુરંત સરવેની કામગીરી શરૂ કરવામાં આવી છે. વિસાવદર તાલુકાના રાજપરા, વેકરીયા, મુંડીયારાવણી, લાલપુર, ગોવિંદપુર, માણંદીયા, દુધાળા, જાવલડી, ભટવાવડી, કાલસારી, કાલાવડ, ઝાંઝેસર, પ્રેમપરા, કાકચીયાળા, ઘોડાસણ અને જેતલવડ ગામોમાં નુકસાનીનો સરવે કરવામાં આવી રહ્યો છે.
    First published:

    Tags: Gujarat rain news, Junagadh news, Kesar keri, Local 18

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો