Home /News /junagadh /Junagadh: રાધેય ઠુંમર સ્કેટિંગમાં સાત વર્ષેની ઉંમરે બે નેશનલ રમનાર ગુજરાતનો પ્રથમ ખેલાડી બન્યો
Junagadh: રાધેય ઠુંમર સ્કેટિંગમાં સાત વર્ષેની ઉંમરે બે નેશનલ રમનાર ગુજરાતનો પ્રથમ ખેલાડી બન્યો
7 વર્ષનો રાધેય તેની માતા સાથે
RSFI (રોલર સ્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા) દ્વારા આયોજિત ત્રીજી રેન્કિંગ સ્પીડ સ્કેટિંગ નેશનલ ઓગસ્ટ 2022 જોધપુર ખાતે યોજાઈ હતી જેમાં રાધે ઠુમ્મર કોટર ફાઈનલ સુધી રમ્યો હતો. જેમાં તેણે ચોથો ક્રમ મેળવ્યો હતો.
Ashish Parmar, Junagadh: માત્ર સાત વર્ષની ઉંમરે બે વખત નેશનલ રમવું એ ગૌરવની વાત છે. ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતો રાધેય આજે નેશનલ સુધી પહોંચતા તેના પરિવાર પણ ખુશખુશાલ છે રાધેયની માતાનું કહેવું છે કે જીવનમાં અભ્યાસની સાથે એક સ્પોર્ટ્સનો લક્ષ્ય તો હોવું જ જોઈએ જેથી અમારું બાળક સ્કેટિંગમાં ખૂબ આગળ વધે તે અત્યારથી જ અમને દેખાઈ રહ્યું છે જેથી અમે તેને હંમેશા માટે આગળ વધવા માટે પ્રેરણા આપીએ છીએ અને તેની જેટલી પણ જરૂરિયાતો હશે તે પૂરું કરવા પ્રયત્ન કરીશું.
જૂનાગઢનો આ બાળક પ્રથમ વખત પંજાબ ચંદીગઢમાં તેણે ફાઈનલ સ્કેટિંગ રમ્યું હતું. રાધે ઠુમરના મેળવેલ મેડલ મળ્યા તે જોઈએ તો તેમણે સતત 6:30 કલાક સ્કેટિંગ કરીને ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં પણ નામ નોંધાવ્યું છે.NAAE પુના દ્વારા એક નેશનલ એવોર્ડ પણ મેળવ્યો છે. એ સિવાય ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયનશિપ તથા ખેલ મહાકુંભમાં પણ પોતે સિદ્ધિઓ હાંસલ કરી છે સાત વર્ષનો રાધે તેની ઉંમર કરતાં વધારે સર્ટિફિકેટ્સ એન્ડ મેડલ મેળવી ચૂક્યો છે.જેથી ભવિષ્યમાં ઓલમ્પિક માં ભાગ લઈને દેશ માટે રમવાનું સપનું આટલી નાની ઉંમરમાં રાધેય જોઈ રહ્યો છે
રાધેય ઠુંમરના માતા બિનલબેન શિક્ષક છે અને તેના પિતા પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે.
રાધેયના માતા બિનલબેન ઠુંમરે જણાવ્યું હતું કે રાધેય ઠુંમરની આ સફળતામાં પિતા જય ઠુંમર અને સાથે તેના દાદી જોશનાબેન ઠુંમરનો મોટો ફાળો છે. રાધે ચાર વર્ષની ઉંમરે સ્કેટિંગની શરૂઆત કરી હતી દાદી તેને લઈને સરદારબાગ પ્રેક્ટિસમાં જતા ત્યારબાદ કોરોના દરમિયાન પ્રેક્ટિસ બંધ થઈ ગઈ અને ફરી શરૂ થઈ ત્યારથી રોજ ઝાંઝરડા ગામ બે કલાક પ્રેક્ટિસ કરવા માટે જાય છે.
સ્કેટિંગમાં આગળ વધવાની પ્રેરણા આપનાર રાધેય ઠુંમર ના માઇસ્ટોન તેમના કોચ કીર્તિબેન ધાનાણી છે તેના કોચિંગ વગર નેશનલ પહોંચવું શક્ય જ નહોતું શરૂઆતથી જ લઈને નેશનલ અને હજુ ઇન્ટરનેશનલ પહોંચાડવાના સફરમાં કોચ કીર્તિબેન સાથે જ છે અને ખૂબ જ સરસ ટ્રેનીંગ અને પ્રેરણા આપી રહ્યા છે.
રાધેય ઠુંમર હાલ એકલવ્ય પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યો છે. આ ફિલ્ડમાં આગળ વધવા તેની સ્કૂલનો સહકાર પણ હંમેશા રહ્યો છે. ચાલુ શાળાએ એક અઠવાડિયા સુધી રજા મળવી અને વિદ્યાર્થીને રજા આપવી એ પણ મુશ્કેલ હોય છે.અભ્યાસ ડિસ્ટર્બ થાય તો ફરીથી શીખવાડવું બાળકને મોટીવેટ કરવા જેવી બાબતોમાં પ્રિન્સિપાલ ટ્રસ્ટીઓ અને ટીચર્સનો ખૂબ સપોર્ટ રહ્યો છે..
RSFI (રોલર સ્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા) શું છે ?
RSFI તે એક એવું સ્ટેજ છે જેના થકી દરેક બાળક નેશનલ તો ઠીક પણ ઓલમ્પિકમાં પણ સ્થાન લઈ શકે છે અને સારું પરફોર્મન્સ ધરાવતા બાળકને ઓલમ્પિક સુધી પહોચાડે છે. આ સંસ્થા દ્વારા યોજાયેલી સ્પર્ધામાં રાધેયએ નેશનલ લેવલ પર ચોથો ક્રમાંક પ્રાપ્ત કર્યો અને સૌ કોઈને ગૌરવ અપાવ્યું હતું.