ભેંસાણનાં આશિષભાઇ ફોટોગ્રાફીનાં બિઝનેસમાંથી લાખો રૂપિયાની કમાણી કરતા હતાં. પરંતુ આ બિઝનેસ છોડી મધ ઉછેર કેન્દ્ર ચલાવે છે. તેમનાં મધ ઉછેર કેન્દ્રમાં 200 પેટી છે. એક પેટીમાંથી વર્ષે 12 કિલો મધ મળે છે.
Ashish Parmar, Junagadh: ભેંસાણાનાં આશિષભાઇ પટોળિયા ફોટોગ્રાફીના બિઝનેસ સાથે જોડાયોલા હતા અને લાખો રૂપિયાની કમાણી કરતા હતાં. બાદ વ્યવસાય છોડીને મધના ઉછેર કેન્દ્ર તરફ વળ્યાં હતાં. આશિષભાઇએ માત્ર 50 બોક્સથી મધ ઉછેર કેન્દ્રની શરૂઆત કરી હતી આજે તેમની પાસે 200 બોક્સ છે.
2017માં યુટ્યુબ જોઈને પ્રેરણા મળી
2017ની સાલમાં યુટ્યુબ જોઈ મધ ઉછેર કેન્દ્ર શરૂ કરવાની પ્રેરણા મળી હતી. ફક્ત 50 બોક્સથી તેમણે મધ ઉછેર કેન્દ્રની શરૂઆત કરી હતી. જે આજે 200 બોક્સ સુધી પહોંચી છે.તેમનો અલગ અલગ પ્રકારના મધ બનાવવાની પ્રક્રિયા પ્રચલિત છે. સમગ્ર રાજ્યના જિલ્લાઓમાંથી તેમના મધની માંગ રહી છે.
આટલા ફ્લેવરના બનાવે છે મધ
અજમા, વરીયાળી, તલ સહિતના અલગ અલગ પ્રકારના ફ્લેવરના આશિષભાઈ દ્વારા મધ બનાવવામાં આવે છે.અને તેનું વેચાણ કરવામાં આવે છે.તેમનું અલગ અલગ પ્રકારનું જે મધ બનવાની સમગ્ર પ્રક્રિયા છે, 100 ટકા નેચરલ રીતે કરવામાં આવે છે,. તેઓ દાવો આશિષભાઈ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
એક બોક્સમાંથી 12 થી 15 કિલો મધ મળે
આ મધ ઉછેર કેન્દ્રમાં 1 પેટીમાંથી વાર્ષિક 12 થી 15 કિલો મધ મળે છે. જેની બજાર કિંમત 500 થી 600 રૂપિયા1 કિલોની છે. અહી ઇટાલિયન પ્રજાતિની મધમાખીની પ્રજાતિનો ઉછેર થાય છે.
એમ જ કોઈ શરૂ નથી કરી શકતું મધ ઉછેર કેન્દ્ર
મધુ ઉછેર કેન્દ્ર શરૂ કરવા માટે યુનિવર્સિટીમાંથી મધમાખી ઉછેર માટેની ટ્રેનિંગ લેવી પડે છે. કોઈપણ વ્યક્તિ ક્યારેય પણ એમ જ મધ ઉછેર કેન્દ્ર શરૂ કરી શકતું નથી. આશિષભાઈ દ્વારા પણ મધ ઉછેર કેન્દ્રની ટ્રેનીંગ લઈ હાલમાં કેન્દ્ર શરૂ કરી લાખોની કમાણી કરી રહ્યા છે.
ખેતરમાં મધમાખી ઉછેરથી બે ફાયદા થાય
ખેતરમાં પાક વચ્ચે મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ રાખવાથી પાકને બે પ્રકારના ફાયદા મળી રહે છે. જેમાં પાકમાં પરાગનયનની પ્રક્રિયા પૂર્ણતાથી થાય છે અને મધમાખીનો ઉછેર વ્યવસ્થિત રીતે થઈ શકે છે.