Home /News /junagadh /સૌરાષ્ટ્ર પર કમોસમી વરસાદની સંભાવના; લઘુત્તમ તાપમાનનો પારો બે ડીગ્રી ઊંચો જવાની શક્યતા

સૌરાષ્ટ્ર પર કમોસમી વરસાદની સંભાવના; લઘુત્તમ તાપમાનનો પારો બે ડીગ્રી ઊંચો જવાની શક્યતા

X
non-seasonal

non-seasonal rains

જૂનાગઢ કૃષિ હવામાન સેલમાં મદદનીશ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતાં પ્રો.એમ.સી.ચોપડાએ જણાવ્યું હતું કે, અરબી સમુદ્રમાં બની રહેલી સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સ ને કારણે આજરોજ તા.30મી નવેમ્બર થી આગામી તા.2જી ડિસેમ્બર સુધીમાં સૌરાષ્ટ્ર સહિત કચ્છ, દિવ અને દમણમાં પણ હળવા થી મધ્યમ વરસાદની શક્યતાઓ છે.

વધુ જુઓ ...
ગુજરાત રાજ્ય (Gujarat) પર ફરી એકવાર કમોસમી વરસાદના વાદળો ઘેરાવાની શક્યતાઓ (Probability) વ્યક્ત કરવામાં આવી છે. આજરોજ તા.30મી નવેમ્બર થી તા.2જી ડિસેમ્બર સુધીમાં ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ (Saurashtra-Kutchh) અને દિવ, દમણ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ (non-seasonal rain) પડવાની સંભાવના સેવાઇ રહી છે.

આ વિશે વધુ વાત કરતાં જૂનાગઢ કૃષિ હવામાન સેલમાં મદદનીશ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતાં પ્રો.એમ.સી.ચોપડાએ જણાવ્યું હતું કે, અરબી સમુદ્રમાં બની રહેલી સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સ ને કારણે આજરોજ તા.30મી નવેમ્બર થી આગામી તા.2જી ડિસેમ્બર સુધીમાં સૌરાષ્ટ્ર સહિત કચ્છ, દિવ અને દમણમાં પણ હળવા થી મધ્યમ વરસાદની શક્યતાઓ છે.

શિયાળાની શરૂઆત થઈ રહી છે, ત્યારે વર્તમાન સમયમાં વાતાવરણમાં પણ ઠંડી પ્રસરવા લાગી છે, જે ઉપરાંત વરસાદી વાતાવરણ પણ હોવાથી, વાદળછાયા વાતાવરણને કારણે ગરમીનો અનુભવ પણ થઈ રહ્યો છે. સામાન્ય રીતે જોવા જઈએ તો, હાલ નવેમ્બર મહિનામાં જૂનાગઢનું લઘુતમ તાપમાન 13 ડીગ્રી સેલ્શિયસ જેટલું રહેવું જોઈએ, જેને બદલે વાદળછાયા વાતાવરણને કારણે હાલમાં જૂનાગઢનું લઘુતમ તાપમાન 15 ડીગ્રી સેલ્શિયસ જેટલું ઊંચું જવાની પણ શક્યતાઓ છે.
First published:

Tags: Arabian Sea, Saurashtra, System, Temperature, Unseasonal rain, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો