Home /News /junagadh /

Lion Family: કોણે કહ્યું સિંહના ટોળા ન હોય? ડેડકડી રેન્જમાં 13 સિંહનો પરિવાર આરામ ફરવાતો કેમેરામાં કેદ

Lion Family: કોણે કહ્યું સિંહના ટોળા ન હોય? ડેડકડી રેન્જમાં 13 સિંહનો પરિવાર આરામ ફરવાતો કેમેરામાં કેદ

સિંહ પરિવાર

Lion Family, Dedakadi Range: સામાન્ય રીતે સિંહોના ટોળા ભાગ્યે જ જોવા મળે છે. ગીર અભયારણ્યમાં સામાન્ય રીતે એકલ દોકલ સિંહો જોવા મળતા હોય છે પણ એક સાથે 13 જેટલા સિંહો જોવા મળવા એક અવિસ્મરણીય લ્હાવો છે.

    અતુલ વ્યાસ, જૂનાગઢ: એક કહેવાત છે કે સિંહના ટોળા ન હોય! પરંતુ ગીરના જંગલોમાં ક્યારેક ક્યારેક સિંહોનાં ટોળા (Lion Pride) કેમેરામાં કેદ થતા હોય છે. આ વખતે એક સિંહ પરિવાર આરામ ફરમાવતો હોય તેવું દ્રશ્ય કેમેરામાં કેદ થયો છે. તસવીરમાં જોઈ શકાય છે કે ધોમધખતા ઉનાળામાં એક સિંહ પરિવાર આરામ કરી રહ્યો છે. ગીર સફારીની ડેડકડી રેંજ (Dedakadi range)માં 13 સિહોનો પરિવાર ફરમાવી રહ્યો હોય તેવા દ્રશ્યો કેદ થયા છે.

    ઉલ્લેખનીય છે કે ઉનાળાનું સિઝન (Summer season)માં વન વિભાગ દ્વારા જંગલમાં કૃત્રિમ વોટર પોઈન્ટ ઊભા કરવામાં આવે છે. જ્યાં ટાંકીમાંથી પાણી બહાર ઢોળાતા આજુબાજુની જમીનમાં ઠંડક પ્રસરી જતી હોય છે. આ ઠંડકમાં સાવજોના એક જૂથે ત્યાં ધામા નાખી આરામ ફરમાવ્યો હતો.

    સામાન્ય રીતે સિંહોના ટોળા ભાગ્યે જ જોવા મળે છે. ગીર અભયારણ્યમાં સામાન્ય રીતે એકલ દોકલ સિંહો જોવા મળતા હોય છે પણ એક સાથે 13 જેટલા સિંહો જોવા મળવા એક અવિસ્મરણીય લ્હાવો છે.

    ઉનાળામાં જંગલમાં કુદરતી વનસ્પતિ અને કરમદાના ઢુવામાં સિંહો આખો દીવસ પસાર કરે છે. આ સમય દરમિયાન સિંહો ખાસ પાણીવાળા વિસ્તારોમાં જોવા મળતા હોય છે. ડેડકડી વિસ્તારમાં પ્રવાસીઓને સિંહ દર્શન માટે લઈ જવાતા હોય છે ત્યારે પ્રવાસીઓએ પણ આ સિંહોના પ્રાઈડને નિહાળ્યું હશે.

    જાણવા મળતી માહિતી પ્રમાણે સિંહોના આ પ્રાઇડમાં પાંચ સિંહણ, એક નર અને 8 જેટલા બચ્ચા હોવાનું માલુમ પડ્યું છે. સાથે આ સિંહોમાં ત્રણ સગી બહેનો હોવાનું માલુમ પડયું છે. કહેવાય છે કે સિંહોના ટોળા નથી હોતા પણ અહીં એક સાથે 13 જેટલા સિંહ આરામ ફરમાવતા નજરે પડ્યા છે.



    ઉનાળામાં માનવીઓને નહીં પરંતુ વન્ય પ્રાણીઓને અને ખાસ કરીને સિંહોને પણ આકરો ઉનાળો અકળાવતો હોય છે. સફારી કમ ગાઈડ જીતુ સિંધવે સિંહ પરિવારને પોતાના કેમેરામાં કેદ કર્યા હતો.

    આ પણ વાંચો: સાસણ ગીરના નાનકડા કાચબાએ ત્રણ સિંહોને હંફાવ્યા, જુઓ જોરદાર Video

    સિંહે કર્યો વાનરનો શિકાર!


    ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે સાસણ ગીર અભયારણ્ય (Gir National Park)ના કમલેશ્વર ડેમ (Kamleshwar Dam) વિસ્તારમાં એક અદ્ભુત ઘટના બની હતી. જેમાં એક વનરાજે વાનરનો શિકાર કર્યો હતો. બપોરના સમયે કમલેશ્વર ડેમ વિસ્તારમાં સિંહ આરામ ફરમાવી રહ્યો હતો ત્યારે વાનરોનું એક ટોળું ટીખળે ચડયું હતું. વાનરોની ટીખળને પગલે આરામ ફરમાવી રહેલા સિંહને ખલેલ પહોંચી હતી. થોડા સમય માટે સિંહે સહન પણ કર્યું હતું પરંતુ વાનરોનું ટોળું શાંત રહ્યું ન હતું. અંતે એક વનરાજાએ મિજાજ ગુમાવ્યો હતો અને ટીખળ કરતા વાનરના ટોળામાંથી એક વાનરને પંજો મારતા તેના રામ રમી ગયા હતા.


    સિંહોની વસ્તી


    દેશમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં એશિયાટિક સિંહોની વસ્તી છે. ગત વર્ષે જાહેર થયેલા એક રિપોર્ટ પ્રમાણે દેશમાં સિંહોની વસ્તી વધીને 674 થઈ છે. 2015ના વર્ષમાં આ આ સંખ્યા 529 હતી. એટલે કે પાંચ વર્ષમાં સિંહોની વસ્તીમાં 29 ટકાનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સિંહના વિચરણનો વિસ્તાર હાલ 30 હજાર ચોરસ કિલોમીટર જેવો છે. સિંહોના વિસ્તરણ વિસ્તારો જોઈએ તો તેમાં ચોટીલા, સાયલા, અમરેલી, ભાવનગર વગેરેનો સમાવેશ થાય છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Gir, જંગલ, જૂનાગઢ, સિંહ

    આગામી સમાચાર