Home /News /junagadh /Junagadh : ઉનાળાનાં પ્રારંભે શાકભાજીનાં ભાવમાં ભડકો, બજારમાં આ કારણે શાકભાજી મોંઘું  મળે છે

Junagadh : ઉનાળાનાં પ્રારંભે શાકભાજીનાં ભાવમાં ભડકો, બજારમાં આ કારણે શાકભાજી મોંઘું  મળે છે

X
ઉનાળાનાં

ઉનાળાનાં પ્રારંભે શાકભાજીનાં ભાવમાં વધારો થયો છે. ગુવાર અને ચોળીનાં ભાવ આસમાને પહોચ્યા છે. યાર્ડમાં 80 રૂપિયા ગુવાર અને 110 રૂપિયા ચોળીનાં ભાવ છે. બજારમાં 40થી 60 રૂપિયા મોંઘું છે.

ઉનાળાનાં પ્રારંભે શાકભાજીનાં ભાવમાં વધારો થયો છે. ગુવાર અને ચોળીનાં ભાવ આસમાને પહોચ્યા છે. યાર્ડમાં 80 રૂપિયા ગુવાર અને 110 રૂપિયા ચોળીનાં ભાવ છે. બજારમાં 40થી 60 રૂપિયા મોંઘું છે.

    Ashish Parmar, Junagadh : ઉનાળાની શરૂઆત થતાની સાથે શાકભાજીનાં ભાવમાં વધારો થયો છે. શાકભાજીનાં ભાવમાં ભડકો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયં છે. જૂનાગઢ યાર્ડમાં ચોળી, ગુવારનાં ભાવ આસમાને પહોચ્યાં છે. યાર્ડમાં ગુવાર 80 રૂપિયે કિલો મળી રહ્યાં છે. બજારમાં બગણા ભાવ લેવામાં આવી રહ્યાં છે.
    એક મણ ગુવાર 1600 , ચોળી 2200 રૂપિયા
    યાર્ડમાં દરેક શાકભાજીનાં ભાવમાં વધારો થયો છે. પરંતુ ગુવાર અને ચોળીનાં ભાવ આસમાને પહોચ્યાં છે. ગુવારનાં એક મણનાં 1600 રૂપિયા અને ચોળીનાં એક મણનાં 2200 રૂપિયા ભાવ છે. તેમજ આવનાર દિવસોમાં હજુ શાકભાજી મોંઘું થશે.
    દલાલી, કમિશન અને ફેરિયાનો નફો

    યાર્ડમાં ખેડૂતો શાકભાજી લઇને આવે છે. ખેડૂતોને સામાન્ય ભાવ મળે છે. આ શાકભાજી બજારમાં પહોંચતા મોંઘી થઇ જાય છે. દલાલી, કમિશન અને ફેરિયાનાં નફાનાં કારણે શાકભાજી ગૃહિણીઓને રૂપિયા 40થી 80 રૂપિયા મોંઘું મળે છે.
    બજારમાં 40થી 60 રૂપિયા મોંઘુ શાકભાજી

    એક મહિના પહેલા ગુવારનાં કિલોનાં 30થી 40 રૂપિયા કિલોનાં હતાં. હાલ ગુવારનાં 80 રૂપિયા ભાવ છે. બજારમાં ગુવારનાં 120થી 140 રૂપિયા સુધીનાં ભાવ છે. ચોળીનાં ભાવમાં વધારો થયો છે. ચોળીનાં એક મણનાં 2200 રૂપિયા ભાવ છે. યાર્ડમાં એક કિલોનાં 110 રૂપિયા ભાવ છે. બજારમાં 160 રૂપિયામાં ચોળી મળે છે.
    ઉનાળામાં લીલા શાકભાજીની આવક ઘટી જાય

    સામાન્ય રીતે શિયાળામાં મોટી માત્રામાં લીલા શાકભાજી આવતા હોય છે. પરંતુ ઉનાળામાં આવક ઘટી જાય છે. જેના કારણે લીલા શાકભાજીનાં ભાવ આસમાને પહોંચી જાય છે. ઉનાળાનાં પારંભે જ શાકભાજીનાં ભાવ આસમાને પહોંચ્યાં છે. આગામી સમયમાં ભાવમાં વધારો થવાનો સંભાવનાં છે.



     
    First published:

    Tags: Green Vegetables, Junagadh news, Local 18, Vegetable

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો