Home /News /junagadh /Junagadh : લીંબુનાં ભાવે લોકોનાં દાંત ખાટાં કર્યા, યાર્ડ કરતા બજારમાં 80 રૂપિયા મોંઘા

Junagadh : લીંબુનાં ભાવે લોકોનાં દાંત ખાટાં કર્યા, યાર્ડ કરતા બજારમાં 80 રૂપિયા મોંઘા

X
જૂનાગઢનાં

જૂનાગઢનાં યાર્ડમાં આજે લીંબુનાં ભાવ આસમાને પહોંચી ગયા હતાં. યાર્ડમાં એક મણ લીંબુનાં 2000 રૂપિયા બોલાયા હતાં. એક કિલો  લીંબુનાં 100 રૂપિયા ભાવ છે. આ જ લીંબુ બજારમાં 180 રૂપિયાએ મળે છે.

જૂનાગઢનાં યાર્ડમાં આજે લીંબુનાં ભાવ આસમાને પહોંચી ગયા હતાં. યાર્ડમાં એક મણ લીંબુનાં 2000 રૂપિયા બોલાયા હતાં. એક કિલો  લીંબુનાં 100 રૂપિયા ભાવ છે. આ જ લીંબુ બજારમાં 180 રૂપિયાએ મળે છે.

Ashish Parmar, Junagadh : લીંબુનાં ભાવે લોકોનાં દાંત ખાટાં કરી નાખ્યાં છે. ઉનાળાનાં પ્રારંભે જ લીંબુનાં ભાવ આસમાને પહોચ્યાં છે. જૂનાગઢ યાર્ડમાં એક મણા લીંબુનાં બે હજાર રૂપિયા બોલાયા હતાં. એક કિલો લીંબુનાં 100 રૂપિયા થયા છે. જયારે આ જ લીંબુ બજારમાં 180 રૂપિયાનાં કિલો મળી રહ્યાં છે.


મણના ભાવ 2000 રૂપિયા
ઉનાળામાં લીંબુનો મોટા પ્રમાણમાં વપરાશ થતો હોય છે. ઉનાળામાં લીંબુની માંગ વધુ હોય છે. ત્યારે આજે જૂનાગઢ યાર્ડમાં લીંબુનાં ભાવ આસમાને પહોચ્યા હતાં. એક મણ લીંબુનાં 2000 રૂપિયા ભાવ બોલાયા હતાં. રિટેલ માર્કેટમાં 150 થી 180 સુધીના ભાવ 1 કિલોના બોલાય છે.

દર વર્ષે વધે છે ઉનાળામાં ભાવ
સામાન્ય રીતે શિયાળમાં લીંબુના 1 કિલોના ભાવ 50 થી 80 રૂપિયા કિલો હોય છે.આ જ લીંબુ ઉનાળામાં 150 રૂપિયાએ પહોંચી જાય છે. આવનારા દિવસોમાં લીંબુની આવક ઘટશે, તો ભાવ હજુ પણ વધારે થવાની શક્યતા છે. દર વર્ષ કરતાં ચાલુ વર્ષે 30 થી 40 રૂપિયા ભાવ વધારે જોવા મળી રહ્યો છે.



જેમ આવક ઘટશે તેમ ભાવ વધશે
યાર્ડના ઇન્સ્પેક્ટર હરેશભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે, હજુ આવનારા દિવસોમાં જો લીંબુની આવક વધશે નહીં તો ભાવ વધશે. કારણ કે જ્યારે કોઈપણ વસ્તુની આવક ઘટતી હોય ત્યારે તે મોંઘી બનતી હોય છે અને ઉનાળામાં આમ પણ લીંબુની માંગમાં ખૂબ જ વધારો રહેતો હોય છે.
First published:

Tags: Junagadh news, Local 18