Home /News /junagadh /Junagadh: 8 વર્ષથી ગુમ યુવાન આધાર કાર્ડનાં આધારે સુરતથી મળ્યો, આવી રીતે ભાળ મળી

Junagadh: 8 વર્ષથી ગુમ યુવાન આધાર કાર્ડનાં આધારે સુરતથી મળ્યો, આવી રીતે ભાળ મળી

X
પોલીસની

પોલીસની સફળ કામગીરી

જૂનાગઢનાં યુવાન બહેનના લગ્નનું દેણું થઇ જતા આઠ વર્ષ પહેલા ઘરેથી નિકળી ગયો હતો. પોલીસમાં તેની જાણ કરાઇ હતી. આઠ વર્ષ બાદ યુવાનની માતાએ ફરી પોલીસને રજુઆત કરી હતી. આધાર કાર્ડનાં આધારે યુવાને શોધવામાં સફળતા મળી.

Ashish Parmar, Junagadh : આઠ વર્ષથી ગુમ એક યુવાને જૂનાગઢ પોલીસે શોધી પરિવારને યુવાનો ભેટો કરાવ્યો છે. પૈસા દેતા ન થાય એ કામ પોલીસે કરી બતાવ્યું. જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર રહેતા એક પરિવારના 42 વર્ષીય યુવાન આઠ વર્ષ પહેલાં ઘરેથી ભાવનગર જવાનું કહી જતો રહ્યો હતો. બાદમાં ઘરે ન આવતા અનેક જગ્યાએ યુવાનને પરિવારે અને પોલીસે શોધ્યો હતો.

યુવાનની માતા ફરીથી મળ્યા પોલીસને

બી ડિવિઝન પોલીસમાં 2015 ના જુલાઈ માસમાં ગુમસુદાની ફરિયાદ દાખલ કરાઈ હતી. પરંતુ આ જ દિવસ સુધી યુવાનનો કોઈ પતો લાગ્યો ન હતો. થોડા દિવસો પહેલા ગુમ થયેલા યુવાનના માતા અને બહેન બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચી પી.આઈ. નીરવ શાહને મળી અને આ બાબતે ફરી રજૂઆત કરી હતી.

પોલીસ આ રીતે તપાસમાં આગળ વધી

રજૂઆત અને જૂની ગુમસુદાની ફરિયાદના આધારે પોલીસે ગુમ થયેલા યુવાન કમલેશ હર્ષદ પંડ્યાના બેન્ક એકાઉન્ટ સહિતની માહિતીઓ મેળવી અને તપાસ કરી હતી. જૂનું બેન્ક એકાઉન્ટ યુવાને બંધ કરાવી નવું બેન્ક એકાઉન્ટ ખોલાવ્યું હતું. પરંતુ તેના નવા મોબાઈલ નંબર ટેકનિકલ સોર્સના આધારે આધાર કાર્ડ પર કેટલા નંબર રજીસ્ટર છે, તે તપાસ કરતા હાલના નંબર પોલીસના હાથે લાગ્યા અને બાદમાં આ યુવાનની શોધખોળ પોલીસે શરૂ કરી હતી. અને આઠ વર્ષથી ગુમ થયેલા આ વ્યક્તિ આ યુવાન સુરતના એક ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું હતું.

પરિવારના સભ્યો થયા ગળગળા

ગુમ થયેલા યુવાન કમલેશ હર્ષદ પંડ્યાનો પરિવાર સાથે આઠ વર્ષ બાદ ભેટો થયો. તેણે બહેનના લગ્ન માટે તેણે અનેક લોકો પાસેથી પૈસા લીધા હતા અને નાણાનો બોજ વધતા તે બહેનના લગ્ન પતાવીને ભાવનગર સગાને ઘરે જવાનું કહીને નીકળી ગયો હતો. 40 હજારનું દેણું થતા તેણે જૂનાગઢ છોડી દીધું હતું.

આ પણ વાંચો: ડોલર કમાવા ગયેલા નીરવની દર્દભરી દાસ્તાન, ટાર્ગેટ પૂરો કર્યા વિના જમવાનું પણ નહોતું મળતું

આઠ વર્ષ બાદ યુવાનનો ફરી પરિવાર સાથે મિલાપ થતા યુવાની માતા બહેન અને આંખો પરિવાર યુવાનને જોઈને ખુશખુશાલ જોવા મળ્યું.સાથે આ પરિવારે પોલીસની કામગીરીને પણ બિરદાવી હતી. આમ પરિવારે ધાર્યું ન હતું કે કમલેશ પાછો મળશે, પરંતુ પોલીસની કામગીરી પરિવારના લોકોએ બિરદાવી હતી. આઠ વર્ષથી ગુમ આ કમલેશને પોલીસે ફક્ત 15 દિવસની તપાસમાં શોધી કાઢી અને ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

First published:

Tags: Junagadh crime, Junagadh police, Local 18