Home /News /junagadh /Junagadh: એક સપ્તાહ સુધી લોકોને ટ્રાફિકનાં નિયમ સમજાવાશે; આજે શુ થયું? જાણો

Junagadh: એક સપ્તાહ સુધી લોકોને ટ્રાફિકનાં નિયમ સમજાવાશે; આજે શુ થયું? જાણો

જૂનાગઢમાં આજથી ટ્રાફિક સપ્તાહનો પ્રારંભ

જૂનાગઢમાં ટ્રાફિક સપ્તાહનો પ્રારંભ થયો છે. જૂનાગઢમાં ટ્રાફિકનાં નિયમને લઇ લોકોમાં જાગૃતિ આવે તે માટે ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. આજે જૂનાગઢમાં રેલી યોજવામાં આવી હતી.

Ashish Parmar ,Junagadh: જૂનાગઢમાં આજથી ટ્રાફિક સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જૂનાગઢ જિલ્લા એસપી રવિતેજા વાસમ સેટ્ટીની અધ્યક્ષતામાં ટ્રાફિક જાગૃતિ સપ્તાહ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.શહેરના ઝાંઝરડા રોડ થી ઝાંસીના સર્કલ સુધી માર્ગ સલામતી અંગે રેલી યોજાઇ હતી. શહેરની સંસ્થાઓ પણ ટ્રાફિક ઝુંબેશમાં જોડાઈ હતી. આ કાર્યક્રમમાં લોકોને ટ્રાફિક અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સપ્તાહ ટ્રાફિક જાગૃતિ તરીકે મનાવવામાં આવશે

શહેર પોલીસ દ્વારા શહેરમાં અલગ અલગ કાર્યક્રમો કરી લોકોમાં ટ્રાફિક જાગૃતિ લાવવામાં આવશે. કિશોરવયના વાહનચાલકોનું વધતું જતું પ્રમાણ, રોડ સેફ્ટી, રોંગ સાઈડ,



ટ્રાફિકના નિયમો વાહન ચાલકોની સુરક્ષા અને અકસ્માતો અટકાવી શકાય અને ટ્રાફિક ને લઈ લોકોમાં સતત અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે, અકસ્માતોનું પ્રમાણ ઘટે અને ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃતિ આવે તેવા હેતુથી ટ્રાફિક સપ્તાહ તરીકે ઉજવવામાં આવશે.



આટલા વિભાગો કરશે સાથે રહીને કામગીરી

જૂનાગઢ જિલ્લા પોલીસવડા રવિતેજા વાસમ સેટ્ટીએ જણાવ્યું હતું કે, જૂનાગઢમાં ટ્રાફિક લોક જાગૃતિ માટે ટ્રાફિક સપ્તાહ શરૂ કરવામાં આવી છે. જેમાં આરટીઓ , પોલીસ વિભાગ ,જેસીઆઇ સાથે રહી જાગૃતિની કામગીરી કરશે.



આ ટ્રાફિક જાગૃતિ સપ્તાહ દરમિયાન લોકોને અગલ અલગ કાર્યક્રમો દ્વારા ટ્રાફિક વિશે માહિતી આપવામાં આવશે . આજના દિવસે લોકોને ઓવર સ્પીડ બાબતે જાગૃત કરવામાં આવશે, કારણ કે ભારતમાં વધુ સ્પીડના કારણે ઘણા અકસ્માતો સર્જાય છે.
First published:

Tags: Gujarat police, Junagadh news, Local 18, Traffic drive