Home /News /junagadh /Junagadh : શિયાળામાં ભવનાથમાં ઓળા-રોટલા ખાવા મળે એટલે જમાવટ પડી જાય!

Junagadh : શિયાળામાં ભવનાથમાં ઓળા-રોટલા ખાવા મળે એટલે જમાવટ પડી જાય!

X
શિયાળામાં

શિયાળામાં ઓળો રોટલો ખુબ જ લોકો પસંદ કરે છે.

જો તમે પણ અહીં જયાફત લેવા ઈચ્છતા હો તો આ ભવનાથ વિસ્તાર માં આ જગ્યાએ અચૂક મુલાકાત લઈ શકો છો કારણકે અહી લોકો ઠંડીની વચ્ચે ગરમા ગરમ જમવાનું ખૂબ પસંદ કરે છે.

    Ashish Parmar Junagadh : કડકડથી ઠંડી હોય અને જમવાનું ગરમાગરમ હોય પરિવાર સાથે હોય તો પછી જયાફત તો જામે જ. જુનાગઢ શહેરમાં હાલમાં ઠંડીનો માહોલ જામ્યો નથી પરંતુ ભવનાથ વિસ્તારમાં ઠંડીનો બરાબર માહોલ જામ્યો છે રાત્રિના સમયે અહીં કડકડતી ઠંડીમાં લોકો ગરમાગરમ જમવાનું ખૂબ જ પસંદ કરે છે. રવિવારના દિવસે પરિવાર સાથે લોકો અહીં કડકડતી ઠંડીમાં સ્વેટર તથા ટોપી પહેરી ઠંડીની મજા માણતા ગરમા ગરમ જમવાનું પણ આરોગ્યું હતું.

    આ રહ્યું મેનુ

    જો તમે પણ અહીં જયાફત લેવા ઈચ્છતા હો તો આ ભવનાથ વિસ્તારમાં આ જગ્યાએ અચૂક મુલાકાત લઈ શકો છો કારણકે અહી લોકો ઠંડીની વચ્ચે ગરમા ગરમ જમવાનું ખૂબ પસંદ કરે છે. અહી જમવામાં ઓળો, રોટલો, છાસ , પાપડ , ઉંધીયું સહિતની વસ્તુઓ નજીવા દરે મળે છે. જેથી ઠંડીની વચ્ચે દેશી ભાણું જમવાની મજા જ કંઇક અલગ હોય છે.



    લોકો મસ્તીના મૂડમાં જોવા મળ્યા

    લોકો ઠંડીના સમયમાં લોકો જમતા જમતાં મસ્તી મજાક ની હળવી પળો માણતા જોવા મળ્યા હતા. પરિવાર સાથે લોકો રવિવાર ના દિવસે અચૂક ભવનાથ ની મુલાકાત લેતા હોય છે ત્યારે ભવનાથ વિસ્તારમાં આવેલા અનેક ખાણી પીણીની જગ્યાએ લોકોની ભીડ જામતી હોય છે સાથે અનેક નાના ધંધાર્થીઓને પોતાની રોજગારી પણ મળતી હોય છે જેથી રવિવારના દિવસે અહીં દરેક ધંધાર્થીના જગ્યા પર ભારે ઘરાકી જોવા મળતી હોય છે.



    ભવનાથના કાવાની પણ અલગ મોજ છે

    ભવનાથ વિસ્તારમાં કાવો પીવાની પણ લોકો મોજ લેતા હોય છે ઠંડીના સમયમાં લોકો કાવો પીવા માટે ભવનાથ વિસ્તારની અચૂક મુલાકાત લે છે અને ઠંડી માં શરદી અને ઉધરસ ને ભગાડવા માટે તથા પોતાના સ્વાસ્થ્યને સારું રાખવા માટે કાવો પીવો ઉત્તમ માને છે.



    આમ રાત્રિના સમયમાં ભવનાથ વિસ્તારમાં ઠંડી ખૂબ જ વધી જતી હોય છે શહેરી વિસ્તારમાં ઠંડીનો એટલો ખાસ્સો અનુભવ થતો નથી પરંતુ ભવનાથ જંગલની વચ્ચે આવેલું હોવાથી અહીં રાત્રિના સમયમાં તો કડકડતી ઠંડી પડે છે જેથી લોકો અહીં ખાસ ઠંડીની મજા લેવા માટે પરિવાર સાથે રાત્રિના સમયે ઉમટી પડે છે જેથી અનેક નાના ધંધાર્થીઓને પણ પોતાનું ગુજરાન મળી રહે છે.
    First published:

    Tags: Local 18, ખોરાક, જૂનાગઢ

    विज्ञापन
    विज्ञापन