Home /News /junagadh /Junagadh: મંડપથી લઇને ભોજન સમારંભ, લગ્ન સીઝનમાં લાખો રૂપિયાનો ખર્ચ!

Junagadh: મંડપથી લઇને ભોજન સમારંભ, લગ્ન સીઝનમાં લાખો રૂપિયાનો ખર્ચ!

X
અલગ

અલગ અંદાજમાં કરવામાં આવેલું ડેકોરેશન લોકો કરી રહ્યા છે પસંદ

લોકો ધામધૂમથી લગ્ન કરી રહ્યા છે. લગ્નમાં પાછળ ખર્ચ કરવામાં પાછું વળીને જોતા નથી. લગ્નમાં મંડપ સર્વિસ,ખાણીપીણી અને ડેકોરેશન પાછળ 50 હજારથી લઈને 5 લાખનો ખર્ચ કરવામાં આવે છે.

Ashish Parmar, Junagadh : દિવાળી બાદ જૂનાગઢ જિલ્લા ખુબ જ લગ્ન થઇ રહ્યા છે. લગ્ન પ્રસંગોમાં મંડપ સર્વિસ,ખાણીપીણી તથા ડેકોરેશનને લગતા વ્યવસાય સાથે જોડાયેલા લોકોને ત્યાં એડવાન્સ બુકિંગ થઈ ગયું છે. જૂનાગઢમાં છેલ્લા ઘણા વર્ષોથી મંડપ સર્વિસ તથા કેટરિંગના વ્યવસાય સાથે જોડાયેલા મુકેશભાઈ ગોહેલ જણાવ્યું હતું કે, હવે લોકો ધીમે ધીમે અપગ્રેડ થતા જાય છે અને પોતાના લગ્નમાં શણગાર માટે એક અલગ બજેટ ફાળવતા થયા છે. લોકો 50 હજારથી લઈ 5 લાખ સુધી ખર્ચ કરતા અચકાતા નથી.

મંડપ સર્વિસના વ્યવસાયમાં અનેક બદલાવ આવ્યા

મુકેશભાઈ ગોહેલ છેલ્લા 2011 થી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ વ્યવસાયની શરૂઆત કરી ત્યારે મંડપ સર્વિસમાં એક ગાળાનો ભાવ ચાલતો હતો.જેમાં એક ગાળાનો ભાવ 125 રૂપિયા હતો. હવે તે ભાવ વધીને 400 રૂપિયા થઈ ગયો છે. સમય સાથે લોકો અપગ્રેડ થયા છે અને અમે લોકોની માંગ મુજબ આ વ્યવસાયમાં પણ નવીનતા આવી છે.

પહેલાના સમય કરતા હાલના સમયમાં ઘણો તફાવત જોવા મળે છે. લોકો હવે પોતાના ઘરના પ્રસંગમાં ખર્ચ કરવા માટે પાછીપાની કરતા નથી. પૈસા ખર્ચવાની સામે પૂરતી સગવડતાઓનો આગ્રહ રાખે છે. મહેમાનોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે ઘરના મોભી દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવે છે.લોકો દ્વારા અલગ અલગ પ્રકારના વ્યંજનો સહિત કઈ વસ્તુ મારા ઘરના પ્રસંગમાં સર્વશ્રેષ્ઠ લાગશે ?, તે અંગે પહેલા વિચારતા થયા છે. જેના કારણે આજે સૌથી વધુ બેસ્ટ કેટરીંગ સર્વિસ તથા ડેકોરેશનની સર્વિસ આપતા લોકોને એડવાન્સમાં જ બુક કરી લઈ હોય છે.

50000 થી 5 લાખ સુધીનો ખર્ચ કરતા હવે અચકાતા નથી

લગ્ન પ્રસંગ પાછળ ખર્ચ કરવા માટે લોકો પહેલાની અચકાતા નથી. હવેના સમયમાં ડેકોરેશન મંડપ સર્વિસ, સાઉન્ડ સિસ્ટમ, ખાણીપીણી સહિતની દરેક વસ્તુઓમાં લખલૂટ ખર્ચો કરે છે. બીજી તરફ જોવા જઈએ તો લોકોના બજેટમાં ખાસ્સો ફેરફાર જોવા મળ્યો છે, પહેલાના સમયમાં કંકોત્રી તથા ડેકોરેશન માટે વધુ પ્રમાણમાં ખર્ચ કરવામાં ન આવતો પરંતુ હવે લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે અને 50 હજારથી લઇ 5 લાખ સુધીનો ખર્ચ કરવામાં આવે છે.

સમયની સાથે વ્યવસાયમાં બદલાવ લાવ્યા

મુકેશભાઈ ગોહેલ પહેલા ફક્ત મંડપ સર્વિસના વ્યવસાય સાથે જ જોડાયા હતા. પરંતુ સમય સાથે આગળ વધતા તેમણે પોતાના વ્યવસાયમાં પણ અલગ અલગ ફેરફાર કર્યા હતા.જેમાં મંડપ બાંધવાની સાથે કેટરિંગ સર્વિસ , લોકોને મનોરંજન પૂરું પાડવું સહિતની સર્વિસ અપગ્રેડ કરી છે.

પૈસાને પ્રાધાન્ય આપતા નથી

મુકેશભાઈ ગોહેલે જણાવ્યું હતું કે, અમે પૈસાને પ્રાધાન્ય આપતા નથી.પરંતુ લોકો એક વાર અમારી સર્વિસ લે તો પછી બીજી વખત જરૂર આવવા જોઈએ અને એ વસ્તુ જોઈને જ અમારા ગ્રાહક અમને વારંવાર પોતાના ઘરના પ્રસંગમાં યાદ કરે છે. અગર તમે પણ તમારા ઘરના પ્રસંગમાં કોઈ અલગ પ્રકારે ડેકોરેશન તથા વ્યવસ્થા કરવા ઈચ્છતા હોય તો 9824949290 પર અવસર મંડપ એન્ડ ડેકોરેશનના મુકેશભાઈ ગોહેલનો સંપર્ક સાધી શકો છો.
First published:

Tags: Local 18, જૂનાગઢ