Home /News /junagadh /'પઠાન'નો વિવાદ ગુજરાતમાં પણ વકર્યો, રાજભાએ કહ્યુ, 'સેન્સર બોર્ડવાળા જોજો, હાથે કરીને શાંતિ ડહોળશો નહીં'

'પઠાન'નો વિવાદ ગુજરાતમાં પણ વકર્યો, રાજભાએ કહ્યુ, 'સેન્સર બોર્ડવાળા જોજો, હાથે કરીને શાંતિ ડહોળશો નહીં'

રાજભાએ પોતાના વિરોધમાં એક વીડિયો જાહેરમાં મૂક્યો છે

Pathan film controversy: ગુજરાતમાં આ પીકચર રીલિઝ થવા દેવામાં નહી આવે. તમામ હિંદુ સંગઠનો આ પિકચરનો વિરોધ કરે તેવું પણ જણાવ્યુ છે.

જૂનાગઢ: હાલ શાહરુખ ખાનની અપકમિંગ ફિલ્મ 'પઠાન' હાલમાં વિવાદોમાં ફસાયેલી છે. શાહરુખને દીપિકા પાદુકોણ સાથે પહેલા 'બેશર્મ રંગ' ગીત રિલીઝ કર્યું છે. જેના પર ભારે હોબાળો મચ્યો છે. ગીતમાં દીપિકા પાદુકોણે ભગવા રંગની બિકિની પહેરવા પર લોકો વાંધો ઉઠાવી રહ્યા છે. ત્યારે ગુજરાતી લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ પણ પોતાના વિરોધ નોંધાવ્યો છે. જે વીડિયો હાલ ઘણો જ વાયરલ થઇ રહ્યો છે.

રાજભાએ પોતાના વિરોધમાં એક વીડિયો જાહેરમાં મૂક્યો છે. જેમાં આવનારી શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મ અંગે તીખી પ્રતિક્રિયા આપી છે. દિપીકા વિરૂદ્ધ પણ તેમણે પ્રતિક્રિયા આપી છે. ગુજરાતમાં આ પિકચર રીલિઝ થવા દેવામાં નહી આવે તેમ જણાવ્યુ છે. તમામ હિંદુ સંગઠનો આ પિકચરનો વિરોધ કરે તેવું પણ જણાવ્યુ છે.

આ પણ વાંચો: દેવાયત ખવડ કેસમાં નવો વળાંક

તેમણે જણાવ્યુ કે, આવા લોકોને માત્ર સનાતન ધર્મને બદનામ કરવા સિવાય કાંઈ કામ નથી. ભગવા કપડામાં ગીતનું ફીલમાંકન કરવામાં આવ્યુ છે. આપણે ઘરેથી જ આ ફિલ્મનો વિરોધ કરવાની શરૂઆત કરીએ. ગુજરાતના લોકો આ પીકચરનો વિરોધ કરીએ.

તેમણે સેન્સર બોર્ડને પણ જણાવ્યુ કે, 'આ ફિલ્મ બિલકુલ રિલીઝ નહીં થાય. આપણે સેન્સર બોર્ડવાળાને કહીએ કે બધું જોઇને તેના પર સાઇન કરો તો વધારે સારું. હાથે કરીને શાંતિ ડહોળવાના ધંઘા ન કરો.'



નોંધનીય છે કે, સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બનેલી ફિલ્મ પઠાનના ગીતમાં દીપિકા પાદુકોણની અદાઓ જોવા જેવી છે. જોકે, આ ગીત રીલિઝ થતાં જ વિવાદોમાં ફસાઈ ગઈ છે. આ ફિલ્મને લઈને બોયકોટ પણ સોશિયલ મીડિયા પર ટ્રેંડ કરી રહ્યું છે.
First published:

Tags: Bollywod, Pathan, ગુજરાત