Home /News /junagadh /

સરપંચે દારૂબંધી માટે ઢોલ પીટ્યો: જૂનાગઢ જિલ્લાનું એક એવું ગામ જે વિકાસને બદલે દારૂબંધી ઈચ્છી રહ્યું છે!

સરપંચે દારૂબંધી માટે ઢોલ પીટ્યો: જૂનાગઢ જિલ્લાનું એક એવું ગામ જે વિકાસને બદલે દારૂબંધી ઈચ્છી રહ્યું છે!

પસવાડા ગામમાં ધમધમી રહી છે દારૂની હાટડીઓ.

Pasvada Village: ગામમાં 30-35 વર્ષથી દારૂની ભઠ્ઠીએ ધમધમતી હોવાનો સરપંચનો દાવો. દારૂને કારણે ગામની 15-17 મહિલા નાની ઉંમરમાં વિધવા બની.

    અતુલ વ્યાસ, જૂનાગઢ: જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના પસવાડા ગામના સરપંચના જણાવ્યા પ્રમાણે ગામમાં ૧૫થી ૨૦ મહિલાઓ વિધવા બની ગઈ છે. વિધવા બનવાનું કારણ દારૂ પીવાની કુટેવ છે. પસવાડા ગામમાં ખુલ્લેઆમ દારૂની હાટડીઓ ચાલી રહી છે. એટલે કે અહીં દારૂ બનાવવાની ફેક્ટરીઓ ધમધમી રહી છે. નાનાથી લઈને મોટા સુધીના તમામ લોકો દારૂના વ્યસનીઓ થઈ ગયા છે. દારૂની બદીને કારણે કેટલાયનાં મોત થઈ રહ્યા છે. દારૂની બદીને કારણે ગામની મહિલાઓ વિધવા બની રહી છે, બાળકો પિતા વગરના નોધારા બની રહ્યા છે. હવે આ ગામની મહિલાઓ અને સ્થાનિકો એક જ માંગ કરી રહ્યા છે કે ગામમાં દારૂની હાટડીઓ અને ફેક્ટરીઓ બંધ થાય.

    ગામમાંથી દારૂના દુષણને ડામવા માટે પસવાડા ગામના સરપંચે ગામમાં ઢોલ ટીપાવીને દારૂનો ધંધો બંધ કરવાનું ફરમાન કર્યું છે. આવો કિસ્સો ભાગ્યે જ બનતો હોય છે કે ગામમાં ઢોલ ટીપાવીને દારૂબંધીની જાહેરાત કરવી પડે છે. આ મુદ્દે સરપંચે પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. ગામના સરપંચે જણાવ્યું કે, ભેસાણના પીએસઆઇને રજૂઆત કરી તો તેઓ બુટલેગરોના નામ માંગી રહ્યા છે. સરપંચે વધુમાં જણાવ્યું કે, ભેસાણ પોલીસ પચાસ હજાર રૂપિયાનો હપ્તો લે છે. પોલીસ દારૂબંધીમાં સહકાર આપતી નથી. ગામના સરપંચે પોલીસ બુટલેગરોને પ્રોત્સાહન આપતી હોય તેવા આક્ષેપો કરતાં ચકચાર મચી ગઇ છે.

    એક અનોખું ગામ કે જે વિકાસને બદલે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી કરાવવા માટે ઢોલ ટીપાવે છે. ગામના લોકોને કહેવું છે કે પોલીસ તેમને સહકાર આપવાને બદલે બુટલેગરોને પ્રોત્સાહન આપીરહી છે. આ બનાવ સભ્ય સમાજમાં ભારે ટીકાને પાત્ર બન્યો છે.



    ગામના સરપંચ જયસિંહભાઈ નગાજી ભાટી કહે છે કે, "મારા ગામમાં 30-35 વર્ષથી દારૂની પ્રવૃત્તિ ખૂબ વધી છે. જેના પગલે ગામમાં શિક્ષણનું પ્રમાણ ઝીરો થઈ ગયું છે. દારૂને કારણે ગામના નાનાં નાનાં યુવાનો મોતને ભેટ્યા છે. મારા ગામમાં 18થી 40 વર્ષની 15થી 17 મહિલાઓ વિધવા બની છે. જેના પગલે 7થી 10 વર્ષના બાળકોએ પિતાની છત્રછાંયા ગુમાવી છે. ભેસાણ પી.એસ.આઈને રજૂઆત કરતા તેમણે બુટલેગરોને છાવર્યાં હતા."
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: ગુજરાત, જૂનાગઢ, દારૂ

    આગામી સમાચાર