Home /News /junagadh /Junagadh: પાક અભિનેત્રી શેહર સીનવારીએ જૂનાગઢને પાકિસ્તાનનો આત્મા કહેતા વિવાદ
Junagadh: પાક અભિનેત્રી શેહર સીનવારીએ જૂનાગઢને પાકિસ્તાનનો આત્મા કહેતા વિવાદ
twitter
જૂનાગઢ ભારતનું અંગ છે, પરંતુ પાકિસ્તાનીઓ દ્વારા અવારનવાર જૂનાગઢને ઉદ્દેશીને નિવેદનો આપવામાં આવે છે, ત્યારે પાકિસ્તાનની અભિનેત્રીએ જૂનાગઢને ઉદ્દેશીને ટ્વિટ કરતા વિવાદ થયો છે.
Ashish Parmar, Junagadh: જૂનાગઢને પાકિસ્તાનનું આત્મા જણાવતું એક ટ્વીટ પાકિસ્તાનની અભિનેત્રી દ્વારા કરવામાં આવ્યું છે. પાકિસ્તાનના લોકો દ્વારા જૂનાગઢને ઉદેશીને મંતવ્યો આપવામાં આવી રહ્યા છે. ત્યારે વધુ એક વખત જૂનાગઢ અને કાશ્મીર બંને પાકિસ્તાનની આત્મા છે તેવું ટ્વીટ પાકિસ્તાનની અભિનેત્રી શેહર સીનવારીએ કર્યું છે.
આ અભિનેત્રીની પ્રોફાઇલ તપાસતા આ પહેલા પણ જૂનાગઢને લગતા અલગ અલગ ટ્વિટ કરેલા સ્પષ્ટપણે જોવા મળે છે. ત્યારે જૂનાગઢવાસીઓ અને ભારતવાસીઓ પણ અભિનેત્રીને બરાબરનું જ્ઞાન આપતા હોય તે રીતના રીટ્વીટ પણ થઈ રહ્યા છે.
જૂનાગઢ હંમેશા હિન્દુસ્તાનનું અવિભાજ્ય અંગ છે અને રહેશે
જૂનાગઢના સામાજિક અગ્રણી અમૃત દેસાઈએ જણાવ્યું હતું કે, જૂનાગઢને આવું કહેવા માટેના પ્રયાસ અનેક વખત પાકિસ્તાનીઓ દ્વારા કરવામાં આવ્યા છે. ત્યારે જૂનાગઢ હંમેશા હિન્દુસ્તાનનું અવિભાજ્ય અંગ છે અને રહેશે. પાકિસ્તાનને એ જણાવી દઈએ કે પાકિસ્તાન એ ભારતનું અવિભાજ્ય અંગ છે એટલે પાકિસ્તાન પણ અખંડ ભારતનું અંગ છે એ એણે ભૂલવું ન જોઈએ.
અવારનવાર કરવામાં આવે છે આ પ્રકારના ટ્વીટ
આપેલા પણ જૂનાગઢને અવારનવાર પાકિસ્તાનનું અંગ બતાવી અને અલગ અલગ પ્રકારના અણઘણતા ટ્વિટ પાકિસ્તાની લોકો દ્વારા કરવામાં આવી છે. ત્યારે ફરી એક વખત આ હરકત સામે આવતા પાકિસ્તાનની અભિનેત્રી સામે ભારતવાસીઓ રોષ વ્યક્ત કર્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર